મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી પીઠમાંના સ્વયં CJI ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ જેડી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા સહિત 7 ન્યાયાધીશોની ખંડપીઠે 4-3 થી બંધારણની કલમ 30 મુજબ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતી સંસ્થા તરીકેનો દરજ્જો જાળવી રાખવાની તરફેણમાં નિર્ણય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના સાત જજોની બંધારણીય બેન્ચે 4-3ની બહુમતીથી હાઈકોર્ટના નિર્ણયને ફગાવતા સુપ્રીમ કોર્ટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો દરજ્જો લઘુમતી સંસ્થા તરીકે યથાવત રાખ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે બંધારણની કલમ 30 મુજબ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતી સંસ્થા તરીકેનો દરજ્જો જાળવી રાખવાની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. સર્વોચ્ચ ન્યાયાલયની 7 જજોની બેન્ચમાંથી CJI નિર્ણયમાં CJI ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ જેડી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના અલ્પસંખ્ય સંસ્થાના દરજજાના પક્ષમાં રહ્યા જ્યારે ને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માએ વિપરીત નિર્ણય આપ્યો હતો.
1967 માં સર્વોચ્ચ ન્યાયાલયે AMU નો લઘુમતી દરજ્જો ફગાવી દીધો હતો
ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતી સંસ્થા તરીકે ગણી ન હતી. હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચે આ કેસ સાત જજોની બેંચને મોકલ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે શું સરકાર દ્વારા સંચાલિત યુનિવર્સિટી લઘુમતી સંસ્થા હોવાનો દાવો કરી શકે ખરા? વર્ષ 1967માં અઝીઝ બાશા વિરૂદ્ધ રિપબ્લિક ઓફ ઈન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને ફગાવી દીધો હતો. જો કે, વર્ષ 1981માં, સરકારે ફરીથી AMU એક્ટમાં સુધારો કરીને યુનિવર્સિટીને લઘુમતી સંસ્થાનો દરજ્જો પુનઃસ્થાપિત કર્યો.