Spread the love

સુપ્રીમ કોર્ટે યુપીના સંભલ શાહી મસ્જિદ કેસમાં દરમિયાનગીરી કરતા નીચલી કોર્ટને આ કેસની વધુ સુનાવણી ન કરવા જણાવ્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘જ્યાં સુધી અલ્હાબાદ હાઈકોર્ટ આદેશ ન આપે ત્યાં સુધી નીચલી કોર્ટે કેસની સુનાવણી ન કરવી. તેમજ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ કેસને પેન્ડિંગ રાખ્યો છે અને હવે તેની સુનાવણી 8 જાન્યુઆરી પહેલા થશે.

શાહી જામા મસ્જિદ પ્રબંધન સમિતિ હાઈકોર્ટ જાય

સુપ્રીમ કોર્ટે સંભલની મેનેજમેન્ટ કમિટીને શાહી ઈદગાહ મસ્જિદ કેસમાં નીચલી કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં જવા જણાવ્યું છે. સુનાવણી દરમિયાન CJIએ કહ્યું, ‘જ્યાં સુધી તેઓ હાઈકોર્ટમાં ન જાય ત્યાં સુધી અમે નથી ઇચ્છતા કે કંઈ થાય. નીચલી અદાલત પોતાના આદેશનો અમલ નહીં કરે. CJIએ કહ્યું કે અમે કેસની મેરિટ પર કંઈ કહી રહ્યા નથી. શાહી મસ્જિદ પ્રબંધન સમિતિને હાઈકોર્ટમાં જવા કહ્યું. 8 જાન્યુઆરી પહેલા નીચલી કોર્ટમાં આ કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. શાહી મસ્જિદ સમિતિએ ત્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવી નહીં.

એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કરી સ્પષ્ટતા

સંભલ જામા મસ્જિદ સર્વે કેસમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ એવી અટકળો ચાલી રહી છે કે ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે આપવામાં આવ્યો છે. આ બાબતે એડવોકેટ વિષ્ણુ શંકર જૈને સ્પષ્ટતા કરી હતી કે, સુપ્રીમ કોર્ટના આદેશનો અર્થ સર્વે પર કે સર્વે રિપોર્ટ રજૂ કરવા પર પ્રતિબંધ નથી.

સંભલ જામા મસ્જીદ સર્વે સંવેદનશીલ મામલામાં 5 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 20 થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા, એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મસ્જિદ સમિતિએ હાઈકોર્ટમાં જવાનો માર્ગ અપનાવવો જોઈએ. ત્રણ દિવસમાં હાઈકોર્ટ આ કેસનું લિસ્ટિંગ કરશે અને બાદમાં નક્કી કરશે કે ટ્રાયલ કોર્ટનું શું કરવું ત્યાં સુધી ટ્રાયલ કોર્ટની કાર્યવાહી સ્થગિત રહેશે.

વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે આ મર્યાદિત સ્ટે છે અને કોર્ટે કમિશનરને સર્વે રિપોર્ટ દાખલ કરવાથી રોક્યા નથી, માત્ર એટલું જ છે રિપોર્ટ સીલબંધ પરબિડીયામાં આપવાનો રહેશે. આમ પણ ટ્રાયલ કોર્ટમાં આગામી મુદ્દત 8 જાન્યુઆરીએ છે, તેથી તે પહેલાં હાઈકોર્ટ ચોક્કસપણે કોઈ નિર્ણય લેશે. સુપ્રીમ કોર્ટના આદેશનો અર્થ સંપૂર્ણ સ્ટે એવો નથી થતો.

અમે નથી ઈચ્છતા કે ત્યાં કંઈ થાય – CJI

શાહી જામા મસ્જિદ પ્રબંધન સમિતિએ આ સર્વેને તાત્કાલિક રોકવાની માગણી કરતી અરજી દાખલ કરી છે. પિટિશનમાં નીચલી કોર્ટના સર્વે ઓર્ડરને તાત્કાલિક ધોરણે રોકવાની માંગ કરવામાં આવી હતી જેને એક રીતે કોર્ટે સ્વીકારી લીધી છે. આ કેસની સુનાવણી દરમિયાન CJIએ કહ્યું કે, ‘અમે આ કેસ એટલા માટે લઈ રહ્યા છીએ જેથી સંવાદિતા જળવાઈ રહે. અમે નથી ઈચ્છતા કે ત્યાં કંઈ થાય. અમે આ મામલો પેન્ડિંગ રાખીશું. હાલમાં નીચલી અદાલતે આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરે. અમે મેરિટમાં નથી જતા. અમે નથી ઈચ્છતા કે આ દરમિયાન કંઈ થાય. જિલ્લા અદાલતે મધ્યસ્થી સમિતિઓની રચના કરવી જોઈએ. આપણે સંપૂર્ણપણે તટસ્થ રહેવું પડશે અને કંઈપણ અનિચ્છનીય ન બને તેની ખાતરી કરવી પડશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *