Spread the love

રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી જેમાં જણાવાયું હતું કે ભારતીય રેલવેએ રેલવે ઈલેક્ટ્રિફિકેશનના કાર્યમાં સિમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરતા બ્રોડગેજ રેલવે લાઈનોનું 97% ઈલેક્ટ્રિફિકેશનનું કાર્ય પૂર્ણ કર્યું છે.

રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેના વીજળીકરણની ઝડપ પણ નોંધપાત્ર રીતે વધી છે. 2004-14 દરમિયાન પ્રતિદિન સરેરાશ માત્ર 1.42 કિલોમીટર રેલવેનું વીજળીકરણ થતું હતું. જે 2023-24માં વધીને 19.7 કિલોમીટર પ્રતિ દિવસ થઈ ગયું છે. 2014-15 થી, બ્રોડગેજ નેટવર્કના લગભગ 45,200 રૂટ કિલોમીટરનું વીજળીકરણ કરવામાં આવ્યું છે.

રેલ્વે ઈલેક્ટ્રિફિકેશન ક્ષેત્રે વિશ્વના દેશોની સ્થિતિ શું છે?

વિશ્વના જે દેશોમાં 100% રેલ્વે વિદ્યુતીકરણ હોય તેવા માત્ર ત્રણ દેશો છે. 100% રેલ્વે વિદ્યુતીકરણ ધરવતા દેશોમાં સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપોર અને મોનાકોનો સમાવેશ થાય છે. જો કે આ દેશોનું રેલ નેટવર્ક ઘણું નાનું છે. જ્યાં સુધી મોટા દેશોનો પ્રશ્ન છે ત્યાં સુધી રેલ્વે ઇલેક્ટ્રિફિકેશનની બાબતમાં ભારત ટોચ પર છે. અમેરિકા, ચીન અને રશિયા પછી ભારત વિશ્વમાં ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે. યુએસમાં રેલ નેટવર્ક 2,50,000 કિમી, ચીનમાં 1,24,000 કિમી, રશિયામાં 86,000 કિમી અને ભારતમાં 68,525 કિમી છે. જોકે રેલ્વે ઇલેક્ટ્રિફિકેશનની બાબતમાં ભારત આ દેશો કરતાં ઘણું આગળ છે. ભારતમાં 97% રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન છે જ્યારે અમેરિકામાં માત્ર 3%, ચીનમાં 67% અને રશિયામાં 51% રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન છે.

વિશ્વ બેંકના ડેટા અનુસાર, રેલ્વે ઇલેક્ટ્રિફિકેશનમાં ભારત પછી બેલ્જિયમમાં 82%, દક્ષિણ કોરિયામાં 78%, નેધરલેન્ડમાં 76%, જાપાનમાં 75%, ઑસ્ટ્રિયામાં 75%, સ્વીડનમાં 75%, નોર્વેમાં 68%, સ્પેનમાં 68%, ચીનમાં 67%, ઇટાલીમાં 65%, ઇથોપિયામાં 64%, પોલેન્ડમાં 63%, યુરોપિયન યુનિયન (EU) માં 56%, જર્મનીમાં 55%, ફ્રાન્સમાં 54%, તુર્કીમાં 48%, UKમાં 37%, ચેક રિપબ્લિકમાં 34%, ડેનમાર્કમાં 32% %, રોમાનિયામાં 30%, બ્રાઝિલમાં 30% અને ઈરાનમાં 13% રેલ નેટવર્ક ઇલેક્ટ્રિક છે.

ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત ગણાતા દેશમાં માત્ર 10% રેલ લાઈનો ઈલેક્ટ્રીક છે. જ્યારે પાકિસ્તાનમાં ચાર ટકા, મેક્સિકોમાં ત્રણ ટકા, ઇજિપ્તમાં એક ટકા, આર્જેન્ટિનામાં 0.5 ટકા અને કેનેડામાં 0.2 ટકા રેલવેનું ઈલેક્ટ્રિફિકેશન થયેલું છે.

ભારતીય રેલવેના ઈલેક્ટ્રિફિકેશન પાછળ 2014 થી 2023 વચ્ચે તેના પર 43,346 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2023-24માં આ માટે 8,070 રૂપિયાની વધારાની ફાળવણી કરવામાં આવી હતી. છેલ્લા કેલેન્ડર વર્ષમાં 6,577 કિમીની રેલ્વે લાઈનોનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું. રેલ્વે 100% વિદ્યુતીકરણના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહી છે. રેલવેનું ઈલેક્ટ્રિફિકેશન થવાથી રેલવેના ઈંધણ બિલમાં વાર્ષિક રૂ. 15,000 કરોડથી વધુની બચત થવાની આશા છે. ભારતે 2070 સુધીમાં નેટ-શૂન્ય ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનું લક્ષ્ય નક્કી કર્યું છે. રેલ્વેએ 2030 સુધીમાં નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય નક્કી કર્યું છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *