એડવોકેટ મુન્ના સિંહ પુંડિરે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ગામ બૂલગઢીના કેસમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી પોસ્ટને લઈને રાહુલ ગાંધીને કાનૂની નોટિસ પાઠવી છે. મુન્ના સિંહ પુંડિરનું કહેવું છે કે આ કેસમાં કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને કોર્ટે તેને બળાત્કારનો કેસ પણ માન્યો નથી છતાં રાહુલ ગાંધીએ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયેલા આ ત્રણ લોકોને બળાત્કારના આરોપી ગણાવ્યા છે.
રાહુલ ગાંધી તાજેતરમાં હાથરસ રેપ કેસની પીડિતાના પરિવારજનોને મળ્યા હતા. રાહુલ ગાંધીએ આ મુલાકાતનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ હાથરસની ઘટનામાં નિર્દોષ છૂટેલા ત્રણ નિર્દોષ લોકોને ગેંગ રેપના આરોપી ગણાવ્યા હતા. આના વિરોધમાં નિર્દોષ લોકોના વકીલે રાહુલ ગાંધીને 1.5 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી છે. એડવોકેટ મુન્ના સિંહ પંઢીરે નોટિસમાં જણાવ્યું હતું કે, બૂલગઢી ઘટનાની તપાસ CBI દ્વારા કરવામાં આવી હતી. આ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
એડવોકેટ મુન્ના સિંહ પંઢીરે કહ્યું કે, કોર્ટના નિર્ણય બાદ પણ રાહુલ ગાંધીના નિવેદન દ્વારા કોંગ્રેસે તેમના અસીલોના ચારિત્ર્ય પર આંગળી ચીંધી છે, જે ગુનો છે. નોટિસમાં જણાવાયું છે કે, નોટિસ મળ્યાના પંદર દિવસની અંદર તેમના ત્રણ અસીલોને 50-50 લાખ રૂપિયાનું વળતર આપો. અન્યથા રાહુલ ગાંધી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
हाथरस रेप के आरोपों से बरी लड़कों ने राहुल गांधी को भेजा डेढ़ करोड़ का नोटिस
— News24 (@news24tvchannel) December 28, 2024
◆ दोषमुक्त हुए लड़कों के वकील बोले, "कांग्रेस सांसद ने गंदी राजनीति की, कलंक लगाया"#HathrasRapeCae #RahulGandhi | Hathras Rape Cae | Rahul Gandhi pic.twitter.com/bYqYppQFjQ
વકીલ મુન્ના સિંહ પંઢીરે કહ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજનીતિ ખાતર દેશની ન્યાયીક વ્યવસ્થાનું અપમાન કરી રહ્યા છે. તેઓ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, હાથરસમાં બળાત્કાર પીડિતાના પરિવારને ઘરમાં બંધ રાખવો અને ગેંગરેપના આરોપીઓ મુક્તપણે ફરતા રહે તે બાબા સાહેબના બંધારણની વિરુદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2020 માં હાથરસમાં એક દલિત કન્યા પર નિર્દયતાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન કન્યાનું મોત થયું હતું. આરોપ છે કે પોલીસે પરિવારની સંમતિ વિના મધરાતે તેના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરી દીધો હતો. એક જ વિસ્તારના ચાર યુવકો પર નિર્દયતાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
[…] અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી બંધારણને બચાવવાના નામે એક થવાનો દાવો […]