ચીન તેની પીપલ્સ લિબરેશન આર્મી એર ફોર્સ (PLAF) માટે સુપર-પાઈલટ્સની સેના તૈયાર કરી રહ્યું છે. ચીન આ પાયલટોને તાલીમ આપવા માટે એક પ્રાચીન એક્સરસાઈઝનો ઉપયોગ કરી રહ્યું છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે પોતાના રિપોર્ટમાં આ અંગે માહિતી આપી છે. રિપોર્ટ જણાવે છે કે સ્ટીલ્થ ફાઈટર જેટ માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય તે માટે કેવી રીતે ચીન પોતાના પાયલટોને ખાસ રીતે ફિટ રાખી રહ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જેમની ઉંમર 23 થી 48 વર્ષની વચ્ચે છે તેવા ચીનના 50 ચુનંદા પાયલોટની પસંદગી કરીને તેઓને ઉત્તર-પૂર્વીય તટીય શહેર ઝિંગેંગમાં રાખવામાં આવ્યા છે. આ તમામ પાઇલોટ્સ હોટ સ્પ્રિંગ પૂલમાં ખાસ અભ્યાસ કરી રહ્યા છે. આ ચાઇનીઝ પાઇલોટ્સ, જેમાંથી ઘણા ચીનની પ્રતિસ્પર્ધી સ્ક્વોડ્રનમાંથી છે. સ્નાયુઓના વિકાસને વધારવા માટે શરીરની મહત્વપૂર્ણ શક્તિને વધારવા માટે આ પાઇલોટ્સ ક્વિગોંગ નામની આ પ્રાચીન ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે.
અમેરિકન પાઇલોટ્સ કરતાં સખત તાલીમ
ચાઈનીઝ જર્નલ ઑફ રિહેબિલિટેશન મેડિસિનમાં એક રિવ્યુ પેપર જણાવે છે કે જે પાઇલટ્સ પશ્ચિમી-શૈલીની કસરત કરતા હતા તેમની સરખામણીમાં જેઓ ક્વિગોંગનો અભ્યાસ કરતા હતા તેઓએ પીઠ અને કમરના સ્નાયુઓ સહિત મુખ્ય સ્નાયુ જૂથોની જાડાઈમાં સરેરાશ 15 ટકાનો વધારો થયો હતો. જર્નલમાં જણાવવામાં આવ્યું છે કે ભવિષ્યના હાઇ-ટેક એર વોરફેરની માંગને જોતા PLA ના ચુનંદા પાઇલોટ્સની દૈનિક તાલીમ તેમના અમેરિકન સમકક્ષો કરતાં ઘણી સખત થઈ છે.
શું છે કિગોંગ?
કિગોંગ એ સદીઓ જૂની ચાઇનીઝ પ્રથા છે જે શરીરમાં Qi સંવાદિતા અને સંતુલન પ્રાપ્ત કરવા પર કેન્દ્રિત છે. તેની શરૂઆત 800 વર્ષ પહેલા સોંગ રાજવંશ દરમિયાન થઈ હતી. કિગોંગની પ્રેક્ટિસ કરતા પાઇલોટ્સ શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તાલીમ શરૂ થાય તે પહેલાં તેઓ તેમના શ્વાસને સમાયોજિત કરવામાં 10 મિનિટ વિતાવે છે.