- બિહારમાં મહાદલિત મહિલા સાથે અમાનવીય વર્તન
- સ્થાનિક ગુંડાએ મહિલાના કપડાં ઉતારી નાખ્યા
- ગુંડાના પુત્રએ મહિલાના ચહેરા પર પેશાબ કર્યો
બિહારના પટણાના મોસીમપુર ગામમાં સ્થાનિક માથાભારે વ્યક્તિ પાસેથી ઉછીના લીધેલા રૂ. 1,500ના વધારાના વ્યાજની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહેવા બદલ શનિવારે મોડી રાત્રે એક 30 વર્ષની મહાદલિત મહિલા પર નિર્દયતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. આમ જિલ્લા પોલીસે રવિવારે જણાવ્યું હતું.
શું હતો મામલો ?
મહિલાએ તેની ઉપર હુમલો કરનારા હુમલાખોરોની ઓળખ પ્રમોદ સિંહ, તેના પુત્ર અંશુ કુમાર અને અન્ય ચાર તરીકે કરી છે. મહિલાના પરિવારના જણાવ્યા મુજબ, તેમણે આ સ્થાનિક માથાભારે ગુંડા પાસેથી 1500 રૂપિયા લોન તરીકે લીધા હતા જેની વ્યાજ સહિત પૂરેપુરી ચુકવણી પણ કરી દીધી હતી જો કે, આરોપી તેણી પાસે ચુકવાયેલી પૂરેપુરી રકમ ઉપરનાત વ્યાજ તરીકે વધારાની રકમ ચૂકવવા દબાણ કરતો હતો. જ્યારે મહિલાએ વધારાના વ્યાજની રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો, ત્યારે પિતા-પુત્રએ તેની ઉપર શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો અને અપમાન કરવામાં આવ્યું હતું.
પીડિત મહિલાના પતિ સુબોધ દાસના મોટા ભાઈ અશોક દાસે જણાવ્યું હતું કે પ્રમોદ અને તેના સાથીઓએ લગભગ ચાર દિવસ પહેલા પીડિત મહિલાનો સંપર્ક કર્યો હતો અને વધારાના વ્યાજની રકમ બાકી છે તેમ કહી આપવા માટે દબાણ કર્યું અને ધમકી આપી હતી. પીડિત મહિલાએ પોલીસને જણાવ્યુ કે, તેણે વધારાના વ્યાજના પૈસા આપવા ઇનકાર કરતાં પ્રમોદ ગુસ્સે થયો હતો. દાસના જણાવ્યા મુજબ, શનિવારની રાત્રે, પ્રમોદ, તેનો પુત્ર અને અન્ય ચાર અન્ય લોકો પીડિત મહિલાને બળજબરીપૂર્વક તેમની સાથે ઉઠાવી ગયા હતા. “જ્યારે અમે તેની (પીડિત મહિલાની) શોધમાં નીકળ્યા ત્યારે અમે જોયું કે તે (પીડિત મહિલા) કોઈ ઉઘાડા શરીરે ઘર તરફ દોડતી આવતી હતી. અમે તેને કપડાંમાં લપેટીને ઘરે લઈ આવ્યા. તેણીએ (પીડિત મહિલાએ) અમને કહ્યું કે તેણીના કપડાં ઉતારી કાઢીને નગ્ન કરવામાં આવી હતી અને પ્રમોદના પુત્રએ તેના મોં પર પેશાબ કર્યો હતો. પીડિત મહિલાને માથામાં ઘા અને પગ પર મારના નિશાન પણ હતા,”. તેમણે કહ્યું કે ‘આરોપીઓ ગામમાં વર્ચસ્વ ધરાવતી જાતિના છે, જ્યારે મહાદલિતોના થોડાક જ ઘરો છે. “અમે ખૂબ જ ડરેલા છીએ અને ગામ છોડી દેવાનું વિચારી રહ્યા છીએ.”
પટના એસએસપી રાજીવકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે ઘટનાની એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જો કે આરોપીઓ અને તેમના પરિવારના અન્ય સભ્યો ફરાર થઈ ગયા છે. “તેમના ઘરને તાળું લાગેલું છે. પોલીસ દ્વારા તેમને પકડવા જુદી જુદી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.” પટનાના એસએસપી મિશ્રાએ જણાવ્યુ કે મહિલાએ અગાઉ રાત્રે મારપીટની ફરિયાદ કરી હતી. પરંતુ, સવારે, તેણીએ પોતાનું નિવેદન બદલ્યું અને એફઆઈઆરમાં પ્રમોદ, અંશુ, 3-4 અજાણ્યા વ્યક્તિઓના નામ આપ્યા હતા”