– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે સરહદી જિલ્લા કચ્છની ગાંધીધામ સીટનું વિશ્લેષણ
2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે ગાંધીધામ સીટનું વિશ્લેષણ વાંચો
ગાંધીધામ વિધાનસભા મતવિસ્તાર (અનામત અ.જાતિ)( Gandhidham Assembly Constituency) (Reserved SC)
કચ્છ જીલ્લાની એક અતિ મહત્વની બેઠક ગાંધીધામએ (SC) એટલે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. આ બેઠકમાં ગાંધીધામ તાલુકો, ભચાઉ તાલુકાના કેટલાંક ગામ અને અંજાર તાલુકાનું એક ગામ વરસાનાનો સમાવેશ થાય છે. આ બેઠક વર્ષ 2008ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2008ના નવા સીમાંકનમાં મુંદ્રા એસ.સી બેઠક રદ થઈ અને ગાંધીધામ એસ.સી. બેઠકની રચના થઈ હતી.
આ વિધાનસભા બેઠકમાં કુલ 2,49,497 મતદારો છે. જેમાં 1,34,818 પુરુષ મતદારો છે. જયારે 1,14,679 મહિલા મતદારો છે. જેમાં કુલ 258 પોલીંગ બુથ છે. આ વિધાનસભા બેઠક વર્ષ 2008માં થયેલા નવા સીમાંકન બાદ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત જાહેર કરવામાં આવી હતી. જેના લીધે આ બેઠક પર અત્યાર સુધી સુધી બે જ વિધાનસભા ચુંટણી યોજાઈ છે.
આ વિધાનસભા બેઠક પર વર્ષ 2012માં યોજાયેલી ચુંટણીમાં ભાજપના રમેશભાઈ મહેશ્વરી ચુંટણી જીત્યા હતા. રમેશ મહેશ્વરીને કુલ મતદાનના 52.74% મત મળ્યા હતા. નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ સીટની બીજી ચૂંટણી 2017 માં યોજાઈ જેમાં ભારતીય જનતા પાર્ટીના માલતીબેન મહેશ્વરી જીત્યા હતા તેમને કુલ મતદાનના 52.63% મત મળ્યા હતા.
ગાંધીધામ વિધાનસભા બેઠકનો ઈતિહાસ
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
2012 રમેશભાઈ મહેશ્વરી ભાજપ 21,313
2017 માલતીબેન મહેશ્વરી ભાજપ 20,270
ગાંધીધામની વિધાનસભાની બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયેલા દ્વિપક્ષીય મુકાબલામાં બંને વખતે ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે. વર્ષ 2012 માં થયેલી ચૂંટણીમાં કુલ 61.31 ટકા એટલે કે 1,38,389 મતદારોએ મતદાન કર્યું હતું જેમાંથી ભાજપના ઉમેદવાર રમેશભાઈ મહેશ્વરીને 52.74 ટકા 72,988 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન ચાવડાને 37.34 ટકા 51,675 મત મળ્યા હતા. 2017 માં થયેલી ચૂંટણીમાં કુલ મતદાન ફરીથી ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરી જીત્યા હતા. 2017 ની ચૂંટણીમાં કુલ 1,51,448 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું જે 54 53 ટકા જેટલું હતું તેમાંથી ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીને 52.63 ટકા એટલે કે 1,38,389 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશોરભાઈ પિંગોલને 39.25 ટકા એટલે કે 59,443 મત મળ્યા હતા.