PM Modi
Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) ઘાનાની રાજધાની અક્કરામાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મહામાએ ઘાનાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી (Officer of the Order of the Star of Ghana) સન્માનિત કર્યા હતા. પીએમ મોદીએ (PM Modi) આ સન્માન ભારતના નાગરિકોને સમર્પિત કર્યું અને આ સન્માન માટે ઘાનાનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી મોદી (PM Modi) બુધવારે બે દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા હતા, જ્યાં ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામાએ એરપોર્ટ પર પીએમ મોદીનું (PM Modi) ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રધાનમંત્રી મોદીની (PM Modi) ઘાનાની પહેલી મુલાકાત છે. ત્રણ દાયકામાં આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રી ઘાનાની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીનું (Narendra Modi) ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે 21 તોપોની સલામી આપવામાં આવી હતી. પીએમ મોદીને (PM Modi) ઘાનામાં ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી (Officer of the Order of the Star of Ghana) પણ સન્માનિત કરવામાં આવ્યા.

પીએમ મોદી (PM Modi) ઘાનાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત

રાજધાની અકરામાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મહામાએ પીએમ મોદીને ઘાનાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી (Officer of the Order of the Star of Ghana) સન્માનિત કર્યા હતા. પીએમ મોદીએ આ સન્માન ભારતના નાગરિકોને સમર્પિત કર્યું અને આ સન્માન માટે ઘાનાનો આભાર પણ માન્યો હતો.

‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી (Officer of the Order of the Star of Ghana) સન્માનિત થવા પર, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ‘ઘાનાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત થવું મારા માટે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે. હું રાષ્ટ્રપતિ મહામા, ઘાના સરકાર અને ઘાનાના લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. 1.4 અબજ ભારતીયો વતી હું આ સન્માન નમ્રતાપૂર્વક સ્વીકારું છું. હું આ પુરસ્કાર આપણા યુવાનોની આકાંક્ષાઓ, તેમના ઉજ્જવળ ભવિષ્ય, આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને પરંપરાઓ અને ભારત અને ઘાના વચ્ચેના ઐતિહાસિક સંબંધોને સમર્પિત કરું છું.’

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા પીએમ મોદીએ કહ્યું, ‘હું ઘાનાના લોકો અને સરકારનો ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી (Officer of the Order of the Star of Ghana) સન્માનિત કરવા બદલ આભાર માનું છું. આ સન્માન આપણા યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય, તેમની આકાંક્ષાઓ, આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને ભારત અને ઘાના વચ્ચેના ઐતિહાસિક સંબંધોને સમર્પિત છે. આ સન્માન ભારત-ઘાના મિત્રતાને મજબૂત બનાવવા માટે કામ કરવાની જવાબદારી પણ છે. ભારત હંમેશા ઘાનાના લોકોની સાથે ઉભું રહેશે અને એક વિશ્વસનીય મિત્ર અને વિકાસ ભાગીદાર તરીકે યોગદાન આપવાનું ચાલુ રાખશે.’

અગાઉ, પીએમ મોદીએ ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામા સાથે મુલાકાત કરી હતી. વાતચીત પછી, ભારત અને ઘાનાના અધિકારીઓએ બંને દેશો વચ્ચે ચાર કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ મહામા અને તેમણે ભારત અને ઘાના વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *