અમરેલીમાં (Amreli) રહેણાંક વિસ્તારમાં એક પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સામે આવી છે. ગુજરાતના અમરેલીના ગીરિયા રોડ પર ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. વિમાનમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે. વિમાન દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો તથા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
મળતી જાણકરી મુજબ ક્રેશ થયેલું વિમાન ખાનગી કંપનીના ટ્રેનિંગ સેન્ટરનું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. રહેણાંક વિસ્તારમાં વિમાન તુટી પડતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, લોકો દોડી આવ્યા હતા. વિમાન તુટી પડ્યા બાદ બ્લાસ્ટ થયો અને સમગ્ર વિમાન આગમાં લપેટાઈ ગયુ હતુ.

વિમાનમાં રહેલા પાયલોટનું મૃત્યુ થયું હોવાની વિગત સાંપડી છે. મૃત્યુ પામેલા પાયલોટની ઉંમર માત્ર 19 જ વર્ષની હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
અમરેલીમાં (Amreli) વિમાન તુટી પડતા કલેક્ટર દોડ્યા
વિમાન તુટી (Plane Crashed) પડવાની ઘટનાની જાણ થતા જ અમરેલી કલેક્ટર અજય દહિયા, એસપી સંજય ખરાત સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે તાબડતોબ પહોંચ્યા હતા અને પાયલોટને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી.

ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગમાં લપેટાયેલા વિમાનમાંથી પાયલોટને બહાર કાઢવામાં આવ્યો હતો. કમનસીબે પ્લેનમાં બ્લાસ્ટ થવાને કારણે પાયલોટ યુવક અંદર જ મૃત્યુ પામ્યો હતો અને તેના ફાયર વિભાગની ટીમે પાયલોટનું પાર્થિવ શરીર બહાર કાઢ્યું હતું.

આ સમગ્ર દુર્ઘટના અંગે એસ.પી. ખરાતે જણાવ્યુ કે પ્લેનક્રેશ થતાની સાથે જ મોટાપાયે સળગી ગયુ છે જેમા અનિકેત મહાજન નામના એક વ્યક્તિનું મોત થયુ છે. એસપીના જણાવ્યા અનુસાર પ્લેનમાં એક વ્યક્તિ સવાર હતો.
Private Training Plane Crashes in Amreli; Solo Trainee Pilot Deadhttps://t.co/lXCB4xTaDH pic.twitter.com/xaLtEYXbU0
— DeshGujarat (@DeshGujarat) April 22, 2025
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો