ઈઝરાયેલ અને હમાસ (Hamas) વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયા બાદ હમાસ હવે કંઈક એવું કરવા જઈ રહ્યું છે જે ભારત માટે કોઈ મોટા ખતરાથી ઓછું નથી. મળતા અહેવાલો અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈયબા (LeT) પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં એક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છે, જેમાં હમાસ (Hamas) ના આતંકીઓ પણ હાજર રહેશે.
Pakistan openly hosts a terror summit in PoJK, uniting JeM, LeT & Hamas. News9's @AdityaRajKaul decodes, in a conversation with @krishnaksays #Pakistan #POK pic.twitter.com/3Qq4G1c7MB
— News9 (@News9Tweets) February 4, 2025
હમાસના પોસ્ટર્સ
ભારતીય સૈન્યના સતત દબાણ બાદ જમ્મુ-કાશ્મીરમાં જૈશ ખૂબ જ નબળું પડી ગયું છે જેના કારણે તેને હવે લોકો સાથે જોડાવા માટે હમાસ (Hamas) નો સહારો લેવો પડ્યો છે એવું લાગી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદનો ચીફ આતંકવાદી મસૂદ અઝહર છે. કાર્યક્રમનું સ્થળ રાવલકોટ હશે જે આતંકવાદીઓ માટે લોન્ચિંગ પેડ છે. અહીં હમાસ (Hamas) ના નેતાઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. PoKના સાબીર શહીદ સ્ટેડિયમમાં આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ ‘કાશ્મીર સોલિડારિટી એન્ડ અલ અક્સા ફ્લડ’ કોન્ફરન્સના નામ પર એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારત માટે ખતરાની ઘંટડી
પીઓકેમાં હમાસ નેતાઓની હાજરી ભારત માટે સારા સમાચાર નથી. સવાલ એ થાય છે કે શું હવે સમય આવી ગયો છે કે ભારતે પણ હમાસ (Hamas) ને આતંકવાદી સંગઠન જાહેર કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે હમાસને હજુ સુધી આતંકવાદી સંગઠન જાહેર કર્યું નથી જોકે ગત ઑક્ટોબરમાં હમાસના આતંકીઓએ ઈઝરાયેલ ઉપર કરેલા નિર્મમ હુમલાને ભારતે આતંકી હુમલો ગણાવ્યો હતો.
ભારત પેલેસ્ટાઈનને સતત સમર્થન આપી રહ્યું છે. ઈઝરાયેલ ભારત સમક્ષ વારંવાર માંગણી કરી રહ્યું છે કે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવે. વર્ષ 2023માં ઈઝરાયલે આવી જ માંગ કરતા ભારતમાં 26/11ના હુમલા માટે જવાબદાર લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.
હમાસ અને લશ્કર-એ-તૈયબા વચ્ચે થઈ હતી મીટીંગ
ગયા વર્ષે ઓગસ્ટમાં હમાસ (Hamas) અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સૈફુલ્લા ખાલિદ વચ્ચે મીટીંગ થઈ હતી. કતારની રાજધાની દોહામાં હમાસ (Hamas) ના નેતા ખાલેદ મેશાલ સાથેની મુલાકાતને લઈને ભારત એલર્ટ પર હતું. સૈફુલ્લા ખાલિદને યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા 2018માં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. આ મીટિંગના સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું કે ઈરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા પર શોક વ્યક્ત કરવા માટે તેઓ મેશાલને મળ્યા હતા. સૈફુલ્લાહ લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદની નજીક હોવાનું કહેવાય છે.

[…] હતો. કેરળ (Kerala) ના પલક્કડના આ ઉર્સમાં હમાસ (Hamas) અને હિજબુલ્લાહના નેતાઓના બેનરો […]