ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી, પાકિસ્તાનના KSE-100 ઇન્ડેક્સમાં લગભગ 5 ટકાનો કડાકો બોલી ગયો છે. કરાચી સ્ટોક એક્સચેન્જ-100 ઇન્ડેક્સ 4.62 ટકા અથવા 6,272 પોઈન્ટ ઘટીને 1,07,296 પર ખાબક્યો.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભારતના ઓપરેશન સિંદૂરથી (Operation Sindoor) પાકિસ્તાનના શેરબજારમાં કડાકો બોલી ગયો છે. પાકિસ્તાનનું બેન્ચમાર્ક કરાચી સ્ટોક એક્સચેન્જ કડડભૂસ થઈ ગયું છે. ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત જબરદસ્ત હુમલા કર્યા હતા. જેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા છે.

22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ આ કાર્યવાહી કરી છે. ઓપરેશન સિંદૂરની અસર પાકિસ્તાનના શેરમાર્કેટ ઉપર પડી છે અને KSE-100 ઇન્ડેક્સમાં લગભગ 5 ટકાનો કડાકો બોલી ગયો છે. કરાચી સ્ટોક એક્સચેન્જ-100 ઇન્ડેક્સ 4.62 ટકા અથવા 6,272 પોઈન્ટ ઘટીને 1,07,296 પર બંધ રહ્યો. 23 એપ્રિલ, 2025 થી, આ સૂચકાંક 9,930 પોઈન્ટ તુટ્યો છે.
ભારતમાં તેજી જોવા મળી
બીજી તરફ, ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. બુધવારે સવારે 11.30 વાગ્યે, બીએસઈ સેન્સેક્સ 0.13 ટકા અથવા 105 પોઈન્ટના વધારા સાથે 80,746 પર ટ્રેડ થતો જોવા મળ્યો. તે જ સમયે, NSE નિફ્ટી 0.19 ટકા અથવા 46.30 પોઈન્ટના વધારા સાથે 24,425 પર ટ્રેડ થતો જોવા મળ્યો. ભારતના ઓપરેશન સિંદૂરથી રોકાણકારો ખુશ દેખાય છે અને બજાર પર કોઈ અસર થઈ નથી.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
મોડી રાત્રે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દ્વારા 9 આતંકવાદી ઠેકાણા ઉડાવ્યા
સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે ભારતે ખાસ હથિયારોનો ઉપયોગ કરીને પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. મુખ્ય સ્થળોમાં બહાવલપુર, મુરીદકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે. આ કામગીરી સેના, નૌકાદળ અને વાયુસેનાના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઠેકાણાઓનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓની યોજના બનાવવા અને નિર્દેશિત કરવા માટે કરવામાં આવતો હતો. સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, “થોડા સમય પહેલા, ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવતું હતું.”
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી પાકિસ્તાન ગભરાટમાં છે. બુધવારે રાત્રે તેણે ભારત પર નિષ્ફળ હુમલા કર્યા હતા, જેના જવાબમાં ભારતે ગુરુવારે આખા પાકિસ્તાનને ડ્રોનથી (Drone) હચમચાવી નાખ્યું. સરકારે પાકિસ્તાનના આ નાપાક કૃત્ય અંગે માહિતી આપતું નિવેદન બહાર પાડ્યું. […]
[…] ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારતે કરેલા ઓપરેશન સિંદૂર (Operation sindoor) દરમિયાન વધી રહેલા તણાવ અંગે, તેમણે […]