ભારતમાં એક એવું રાજ્ય (State) છે જ્યાં ન તો કૂતરો જોવા મળે છે કે ન તો સાપ. જ્યારે તેના પડોશી રાજ્ય (State) માં સૌથી વધુ સાપ જોવા મળે છે. આ સુંદર રાજ્ય માલદીવ જેવું છે. અહીં માછલીઓની 600 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે.
લક્ષદ્વીપ ભારતનો ખૂબ જ સુંદર ટાપુ છે. અહીં પ્રકૃતિનો આનંદ માણવાની સાથે સાથે અનેક રમતગમત પ્રવૃત્તિઓનો પણ આનંદ લઈ શકાય છે. આ રાજ્યમાં (State) પરિવાર સાથે વેકેશન ઉપર જવા લાયક છે જ્યાં ઘણા યાદગાર અનુભવો પણ મેળવી શકાય છે. લક્ષદ્વીપ બિલકુલ માલદીવ જેવું છે. પરંતુ અહીં એક એવા પ્રાણીને પાળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેને પાળવું સૌને ગમે છે. આ પ્રાણી તમને લક્ષદ્વીપમાં ક્યાંય જોવા નહીં મળે.
ಭಾರತದ ಈ ರಾಜ್ಯದಲ್ಲಿ ಹಾವುಗಳೇ ಇಲ್ಲ ಎಂದರೆ ನಂಬುತ್ತೀರಾ? ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ನಾಯಿಗಳು ಸಹ ಇಲ್ಲ!#india #snakefree #travel #wildlife #kannadanews https://t.co/yvf6rjFZqq
— Asianet Suvarna News (@AsianetNewsSN) January 25, 2025
આ પ્રાણી અન્ય કોઈ નહીં પણ કૂતરો છે. લગભગ દરેકને કૂતરો પાળવાનું ગમે છે. કૂતરાને માણસનો સૌથી વફાદાર મિત્ર માનવામાં આવે છે. પરંતુ લક્ષદ્વીપમાં ક્યાંય એક પણ કૂતરો જોવા નહીં મળે. પર્યટકોને પણ કૂતરાઓને લઈ જવાની મંજૂરી નથી. WHO અનુસાર લક્ષદ્વીપ પણ હડકવા મુક્ત રાજ્ય છે.
સરકારે લક્ષદ્વીપમાં પાલતુ અને બિન પાલતુ તમામ પ્રકારના કૂતરાઓને લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે લક્ષદ્વીપમાં બિલાડીઓ અને ઉંદરો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અહીં લગભગ બધી શેરીઓમાં અને રિસોર્ટની આસપાસ બિલાડીઓ અને ઉંદરો જોવા મળી જશે. બીજી એક બાબત લક્ષદ્વીપને ખાસ બનાવે છે અને તે છે લુપ્તપ્રાય થવાની અણી ઉપર આવેલી અને વિશ્વના અમુક ભાગોમાં જ જોવા મળતી સિરેનિયા અથવા ‘સમુદ્ર ગાય’ અહીં જોવા મળે છે.

કૂતરા સિવાય આ જીવ પણ આ રાજ્ય (State)માં જોવા નહી મળે
કૂતરાની સાથે સાથે અહીં એક પણ સાપ જોવા નહીં મળે. લક્ષદ્વીપ સાપ મુક્ત રાજ્ય પણ છે. લક્ષદ્વીપના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ અનુસાર, લક્ષદ્વીપ એકમાત્ર એવું રાજ્ય (State) છે જ્યાં સાપ જોવા મળતા નથી. સાપની વાત કરીએ તો ભારતમાં કેરળમાં સાપની સૌથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. લક્ષદ્વીપના આ પડોશી રાજ્યમાં ઝેરી સાપની સંખ્યા પણ વધુ છે.
માછલીઓની 600 થી વધુ પ્રજાતિ
લક્ષદ્વીપમાં માછલીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. અહીં માછલીઓની વિવિધ પ્રજાતિઓ જોવા મળશે. એક જાણકારી અનુસાર લક્ષદ્વીપમાં લગભગ માછલીઓની 600 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. બટરફ્લાય માછલી લક્ષદ્વીપનું રાજ્ય પ્રાણી છે. બટરફ્લાય માછલીની ઓછામાં ઓછી અડધો ડઝન પ્રજાતિઓ અહીં જોવા મળે છે.

કુલ વસ્તી લગભગ 64 હજાર
36 નાના ટાપુઓથી બનેલા લક્ષદ્વીપની કુલ વસ્તી લગભગ 64000 છે. જેમાં 96 ટકા વસ્તી મુસ્લિમ છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં આવે છે, લક્ષદ્વીપમાં પર્યટન અને માછીમારી પણ આવકના મુખ્ય સ્ત્રોત છે.10 ટાપુઓ પર રહે છે.
10 ટાપુઓ પર વસ્તી
લક્ષદ્વીપમાં કુલ 36 ટાપુઓ છે પરંતુ માત્ર દસ ટાપુઓ પર જ લોકો રહે છે. જેમાં કાવારત્તી, અગાત્તી, અમિની, કદમત, કિલતન, ચેતલત, બિત્રા, અન્દોહ, કલ્પના અને મિનીકોયનો સમાવેશ થાય છે. એવા ઘણા ટાપુઓ છે જ્યાં 100 થી ઓછા લોકો રહે છે. કાવરત્તી લક્ષદ્વીપની રાજધાની છે.