બિલ્ડિંગ
Spread the love

કોલકાતામાં એક ઈમારતને જેક વડે ઉપાડવાના ચક્કરમાં આસપાસમાં રહેતા સેંકડો પરિવારોમાં ભય વ્યાપી ગયો હતો. એક ઈમારતના સમારકામ દરમિયાન તે ઈમારત એક તરફ નમી પડી હતી. સદનસીબે કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નહોતુ. હવે આ ઘટનાનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ.

કોલકાતામાં એક ઈમારત સમારકામ દરમિયાન નમી ગઈ હતી. ગભરાટના કારણે આસપાસના લોકોએ ઘર છોડીને ભાગવું પડ્યું હતું. સદનસીબે આ દરમિયાન કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી. જિલ્લા વહીવટીતંત્ર હવે ઘટનાના કારણની તપાસ કરશે અને બિલ્ડિંગને સુરક્ષિત રીતે તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરશે.

બિલ્ડિંગ ક્યાં નમી પડ્યું?

કોલકાતાના વિદ્યાસાગર કોલોનીમાંએક બિલ્ડિંગનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે તે બિલ્ડિંગ પાયામાંથી સાવ ઉખડી ગયું હતું અને કે તરફ ભયજનક રીતે નમી ગયું હતું. બિલ્ડિંગ નમી જતા આસપાસ રહેતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા જ સિનિયર પોલિસ અધિકારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ અને ફાયર બ્રિગેડના સદસ્યો દોડી ગયા હતા અને બિલ્ડિંગને સંપુર્ણ રીતે સલામત ઉતારી લેવાની પ્રક્રીયા હાથ ધરી હતી.

ટીએમસીના ધારાસભ્યએ શું કહ્યું?

ટીએમસી (TMC) ના ધારાસભ્ય દેબબ્રત મજુમદારે કહ્યું કે, “આ ઈમારતનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. જ્યારે તેઓએ આખી બિલ્ડિંગ ઉપાડી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઈમારત નમી પડી હતી અને તેની બાજુમાં આવેલી બિલ્ડીંગ પર ઝૂકી ગઈ હતી. સદ્ભાગ્યે ત્યાં કોઈ હતું નહી, રહેવાસીઓને પહેલેથી જ અન્ય જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા. કોઇને ઈજા નથી થઈ પરંતુ સંપત્તિનું નુકસાન થયું છે…”


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “જેક લગાવીને બિલ્ડિંગ ઉપાડવાનો કર્યો જુગાડ અને જુગાડ ગયો નિષ્ફળ… પછી જે થયું… જુઓ વિડીઓ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *