જમ્મુ અને કાશ્મીરના (jammu Kashmir) બડગામ જિલ્લામાં પેલેસ્ટાઈન તરફી રેલી દરમિયાન ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ પોલીસે આયોજકો અને રેલીમાં ભાગ લેનારાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. રેલીમાં હિઝબુલ્લાહ તરફી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને આતંકવાદીઓનું મહિમામંડન કરવામાં આવ્યું હતું. પોલીસે કાયદો અને વ્યવસ્થા ભંગ કરવા અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવાના આરોપસર કાર્યવાહી કરી છે.
જમ્મુ અને કાશ્મીરના (jammu Kashmir) બડગામ જિલ્લામાં વાંધાજનક સૂત્રોચ્ચાર કરીને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા બદલ પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલીનું આયોજન કરનારાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
STORY | J&K: Organisers of pro-Palestine rally in Budgam booked for 'creating law-and-order situation'
— Press Trust of India (@PTI_News) March 28, 2025
READ: https://t.co/X62hxjdO60 pic.twitter.com/0dh7YTS9qp
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મધ્ય કાશ્મીર (Kashmir) જિલ્લાના બીરવાહના સોનપાહ ગામમાં યૌમ-એ-કુદસ રેલીના આયોજકો અને રેલીમાં ભાગ લેનારા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. યૌમ-એ-કુદ્સ અથવા કુદ્સ દિવસ સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય કુદ્સ દિવસ તરીકે ઓળખાય છે. પેલેસ્ટિનિયનોના સમર્થનમાં રમઝાન મહિનાના છેલ્લા શુક્રવારે યોજાતો વાર્ષિક કાર્યક્રમ છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આયોજકોની સૂચના પર રેલીમાં મોટી ભીડ એકઠી થઈ હતી અને વાંધાજનક સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે કહ્યું કે સૂત્રોચ્ચાર કરીને આયોજકોએ કથિત રીતે કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો અને સોનપાહ-બીરવાહ માર્ગને અવરોધિત કર્યો જેના કારણે સામાન્ય લોકોને મુશ્કેલી પડી હતી. ઘટનાની નોંધ લેતા પોલીસે બીરવાહ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
જમ્મુ અને કાશ્મીરમાં (jammu Kashmir) આતંકવાદીઓનું કરાયું મહિમામંડન
યુમ-એ-કુદસ નિમિત્તે વિરોધ પ્રદર્શન દરમિયાન, ઝંડા ફરકાવવામાં આવ્યા હતા અને આતંકવાદીઓનું મહિમામંડન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હિઝબુલ્લાહના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુવાનોને આતંકવાદી પ્રવૃતિઓમાં ભાગ લેવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા. અહીં અમેરિકા, ઈઝરાયેલ વિરુદ્ધ અને પેલેસ્ટાઈનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉશ્કેરણીજનક નિવેદનો બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આતંકવાદી કમાન્ડરોના પોસ્ટર લઈને આવેલા લોકોની એક-એક કરીને ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને અંકુશમાં લેવાની દિશામાં પગલાં લઈ શકાય.