સંસદની સંયુક્ત સંસદીય સમિતિ (JPC)એ વકફ બિલ (Waqf Amendment Bill) માં ફેરફારોને મંજૂરી આપી દીધી છે. ગયા વર્ષે ઓગસ્ટ 2024માં સંસદમાં 14 ફેરફારો સાથે બિલ રજૂ કરવામાં આવ્યું હતું. અગાઉ બીજેપી સાંસદ અને જેપીસી પ્રમુખ જગદંબિકા પાલે વકફ બિલ (Waqf Amendment Bill) માં 44 ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને વિપક્ષે ફગાવી દીધો હતો.

વિપક્ષે વ્યક્ત કરી નારાજગી
સંસદની સંયુક્ત સમિતિ (JPC) સોમવારે 27 જાન્યુઆરી 2025ના રોજ સવારે 11 વાગ્યે વકફ બિલ (Waqf Amendment Bill) પર બેઠક કરી રહી હતી. આ દરમિયાન બિલની દરેક કલમો પર ચર્ચા કરવામાં આવી હતી. જેપીસી પ્રમુખ જગદંબિકા પાલનું કહેવું છે કે સમિતિ દ્વારા અપનાવવામાં આવેલા સુધારા કાયદાને વધુ સારો અને વધુ અસરકારક બનાવવામાં આવશે. આ સાથે જ વિપક્ષી સાંસદોએ બિલને લઈને વિપક્ષની કાર્યવાહીની નિંદા કરી છે.
ટીએમસી (TMC) સાંસદ કલ્યાણ બેનર્જીએ જેપીસી અધ્યક્ષ પર લોકતાંત્રિક પ્રક્રિયાને બગાડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે બેઠકમાં તેમના મંતવ્યો સાંભળવામાં આવ્યા ન હતા. તેમણે કહ્યું, ‘તેઓએ અમને બોલવા દીધા ન હતા. કોઈ નિયમો કે પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું નથી. શરૂઆતમાં અમે દસ્તાવેજો, રજૂઆતો અને ટિપ્પણીઓ માંગી હતી પરંતુ અમને તે બધું આપવામાં આવ્યું ન હતું.
‘વિપક્ષ રિપોર્ટ રજૂ કરવા દેવા માગતો ન હતો’
સુધારા અંગે જેપીસી અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું, ‘મેં જેપીસીના તમામ સભ્યોને તેમના વિચારો વ્યક્ત કરવાની મંજૂરી આપી હતી. જ્યારે મેં તેમના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ સૂત્રોચ્ચાર કરીને, શોરબકોર કરીને અને બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કરીને ભારે હંગામો મચાવ્યો હતો. જેપીસી અધ્યક્ષે કહ્યું કે વિપક્ષી સાંસદો બેઠકને આગળ વધવા દેતા ન હતા. તેમણે લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ રિપોર્ટ રજૂ કરવા દેવા માંગતા નથી.
#WATCH | After the meeting of the #JPC on Waqf (Amendment) Bill, 2024, its Chairman BJP MP Jagdambika Pal says, "…44 amendments were discussed. After detailed discussions over the course of 6 months, we sought amendments from all members. This was our final meeting… So, 14… pic.twitter.com/ywC3sGivPX
— Argus News (@ArgusNews_in) January 27, 2025
છેલ્લી બેઠકમાં થયો હતો હોબાળો
24 જાન્યુઆરી 2025ના રોજ મળેલી જેપીસીની બેઠકમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન વિપક્ષના 10 સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી વિપક્ષી સાંસદો વતી લોકસભાના સભ્ય ઓમ બિરલાને પત્ર લખીને મામલાની નિષ્પક્ષ તપાસની માંગણી કરવામાં આવી હતી. વિપક્ષે દાવો કર્યો હતો કે તેમને ડ્રાફ્ટમાં સૂચિત ફેરફારોમાં સુધારો કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી. તે જ સમયે, બીજેપી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં રાખીને, પાર્ટી વકફ સંશોધન બિલ (Waqf Amendment Bill) પર ટૂંક સમયમાં સંસદમાં રિપોર્ટ રજૂ કરવા માટે જોર કરી રહી છે.

[…] અવગણના કરવાનો આરોપ લગાવીને વક્ફ સુધારા બિલ 2024ને સખત રીતે નકારી કાઢ્યું હતું. AIMPLB […]
[…] કે દેશના મુસ્લિમોનું માનવું છે કે આ વકફ સુધારા બિલ (Waqf Amendment Bill) વકફ બોર્ડ અને તેની મિલકતોને નબળી […]
[…] પરંતુ વિપક્ષના હોબાળાને કારણે તેને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવામાં આવ્યું […]