ભારતના ડ્રોન (Drone) હુમલા અને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી પાકિસ્તાન ગભરાટમાં દેખાય છે. બુધવારે રાત્રે તેણે ભારત પર નિષ્ફળ હુમલા કર્યા, જેના જવાબમાં ભારતે ગુરુવારે આખા પાકિસ્તાનને ડ્રોનથી હચમચાવી નાખ્યું હતું.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી પાકિસ્તાન ગભરાટમાં છે. બુધવારે રાત્રે તેણે ભારત પર નિષ્ફળ હુમલા કર્યા હતા, જેના જવાબમાં ભારતે ગુરુવારે આખા પાકિસ્તાનને ડ્રોનથી (Drone) હચમચાવી નાખ્યું. સરકારે પાકિસ્તાનના આ નાપાક કૃત્ય અંગે માહિતી આપતું નિવેદન બહાર પાડ્યું.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાએ આજે સવારે પાકિસ્તાનમાં અનેક હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવીને નિર્ણાયક કાર્યવાહી કરી હતી. 7-8 મેની રાત્રે ભારતના ઉત્તરી અને પશ્ચિમી લશ્કરી થાણાઓ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન (Drone) અને મિસાઇલ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
#BreakingNews | Pakistan attempted drone and missile attacks on India last night. Indian Air Force S-400 Sudarshan Chakra air defence missile systems were fired against targets moving towards India@kaidensharmaa shares more details#IndiaPakistanWar | @kritsween pic.twitter.com/pZk9NZJMDJ
— News18 (@CNNnews18) May 8, 2025
પાકિસ્તાને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ જેવા સૈન્ય મથકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાઓને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભારતના ડ્રોન (Drone) હુમલા
ગુરુવારે પાકિસ્તાનના નિષ્ફળ હુમલાનો જવાબ ભારતે આપ્યો અને અનેક શહેરોમાં ડ્રોન (Drone) હુમલા કર્યા. સંરક્ષણ મંત્રાલયના મતે, ભારતની કાર્યવાહી સંતુલિત છે. અમે ફક્ત તે સિસ્ટમોને નિશાન બનાવી જે અમારા લક્ષ્યો પર હુમલો કરવા માટે જવાબદાર હતી.

દરમિયાન, પાકિસ્તાને નિયંત્રણ રેખા નજીક કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરમાં મોર્ટાર અને તોપમારો તીવ્ર બનાવ્યો છે. આ ગોળીબારમાં 16 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા, જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. ભારતને આ આક્રમણનો જવાબ આપવાની ફરજ પડી અને યોગ્ય કાર્યવાહી કરી, જેના કારણે પાકિસ્તાની ગોળીબાર બંધ થયો.

ભારતે ચેતવણી આપી છે કે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતી કોઈપણ ઉશ્કેરણીનો કડક જવાબ આપવામાં આવશે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, અને ભારત શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધ છે, જો પાકિસ્તાન તેનું સન્માન કરે.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] જડબાતોડ ઉત્તર આપતા, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આતંકવાદી […]
[…] બનાવવામાં આવેલ એક અદભૂત માઈક્રો ડ્રોન, જેનું કદ લગભગ મચ્છર જેટલું નાનું […]
[…] કરી શકતી AK-203 એસોલ્ટ રાઈફલથી સજ્જ છે. આ ડ્રોન (Drone) 3-5 કિલોગ્રામ વજનના શસ્ત્રો અને […]