India-Pakistan War Like Situation
Spread the love

India-Pakistan War Like Situation: ભારતની જંગની તૈયારીઓ વચ્ચે પાકિસ્તાનમાં ભારે ભયનું વાતાવરણ છે. પાકિસ્તાને તુર્કી સહિત તેના મિત્ર દેશો પાસે મદદ માંગી છે. ભારે સૈન્ય સામગ્રી લઈ જવામાં સક્ષમ C-130 હરક્યુલિસ વિમાન દ્વારા સાધન સમગ્રી રવિવારે તુર્કીથી પાકિસ્તાનના કરાચી પહોંચ્યું. પાકિસ્તાની પીએમએ ઈરાન અને ચીનના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી છે. સૂત્રના જણાવ્યાં મુજબ આ બંને દેશો વચ્ચે વ્યાપક રક્ષા સહયોગનો હિસ્સો છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે (India-Pakistan War Like Situation) ત્યારે એવા અહેવાલો છે કે તુર્કીએ પાકિસ્તાનને શસ્ત્રોનો જથ્થો મોકલ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તુર્કીથી શસ્ત્રો લઈને જતી કાર્ગો ફ્લાઇટ્સ ઈસ્લામાબાદ પહોંચી ગઈ છે. પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ (India-Pakistan War Like Situation) ચરમસીમાએ છે, ત્યારે તુર્કીએ પાકિસ્તાનને શસ્ત્રો મોકલવાનું પગલું ભર્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ (India-Pakistan War Like Situation) તુર્કીનું પગલું

આ એ જ તુર્કી છે જ્યાં ભૂકંપ આવ્યો ત્યારે સહાયત પૂરી પાડનારો પ્રથમ દેશ ભારત હતો. પણ આ એ જ તુર્કી છે જેણે ભારતનું લોહી વહેવડાવવા માટે પહેલા પાકિસ્તાનને શસ્ત્રોનો જથ્થો મોકલ્યો હતો. રવિવારે તુર્કી વાયુસેનાનું C-130 હર્ક્યુલસ લશ્કરી પરિવહન વિમાન શસ્ત્રો લઈને કરાચી પહોંચ્યું હતું. પુષ્ટિ ન થયેલા સૂત્રો અનુસાર, ઓછામાં ઓછા 7 C-130 કાર્ગો ફાઇટર પ્લેન તુર્કીથી ઈસ્લામાબાદ પહોંચ્યા છે.

હાલ કાશ્મીર માહોલના પગલે ભારત અને પાકિસ્તાન સંઘર્ષના (India-Pakistan War Like Situation) સમયે તુર્કી ખુલીને પાકિસ્તાનના પડખે આવી ગયું છે. તુર્કીની સૈન્ય મદદ ચીનથી મળનારી આ પ્રકારની મદદનું પૂરક છે. જેણે કથિત રીતે પાકિસ્તાનની રક્ષાત્મક ક્ષમતાઓને વધારવા માટે ડ્રોન આપ્યા છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કરાચી સિવાય છ C-130 વિમાનો ઈસ્લામાબાદના એક લશ્કરી મથક પર ઉતર્યા હોવાના અહેવાલ છે. પાકિસ્તાન, જે એકલા ભારતનો સામનો કરી શકતું નથી, તેને તુર્કીનો ટેકો છે, જે લાંબા સમયથી ભારતને અસ્થિર જોવા માંગે છે. તુર્કી અને પાકિસ્તાન બંનેએ શસ્ત્રોના ટ્રાન્સફરની પુષ્ટિ કરી છે. જોકે, હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી કે શિપમેન્ટમાં કયા હથિયારો મોકલવામાં આવ્યા છે.

આ પહેલા ચીને પાકિસ્તાનને PL-15 મિસાઇલો પણ મોકલી હતી, જેને પાકિસ્તાને તેના JF-17 ફાઇટર પ્લેનમાં લગાવી છે. એવું માનવામાં આવે છે કે તુર્કીએ પાકિસ્તાનમાં ડ્રોન મોકલ્યા છે. જોકે અમને ખાતરી નથી, પાકિસ્તાનમાં ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તુર્કી દ્વારા પાકિસ્તાનને મોકલવામાં આવેલા શસ્ત્રોમાં બાયરક્તાર TB2 ડ્રોન, નાના શસ્ત્રો, સ્માર્ટ બોમ્બ અને ગાઈડેડ મિસાઇલ સિસ્ટમનો સમાવેશ થઈ શકે છે. પાકિસ્તાન અને તુર્કી વચ્ચે શસ્ત્રો અંગેના કરારો પહેલાથી જ થઈ ચૂક્યા છે. તાજેતરમાં, જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગન પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પણ બંને દેશો વચ્ચે શસ્ત્રો અંગે એક કરાર થયો હતો.

ચીને પહેલગામ હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગણીનું સમર્થન કર્યું છે. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ કોઈના પણ હિતમાં નથી. બંને પક્ષો પાસેથી સંયમ વર્તવાની આશા જતાવવામાં આવી રહી છે. આ અગાઉ પાકિસ્તાનના પીએમ શહબાજ શરીફે એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેમણે ચીન અને રશિયાની મદદથી આ હુમલાની નિષ્પક્ષ તપાસની વાત કરી હતી. પાકિસ્તાન અને ચીનના વિદેશ મંત્રીઓની ફોન પર વાત થઈ છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *