Ceasefire
Spread the love

Last Day of Ceasefire: પહલગામ આતંકી હુમલા અને ભારતની ઓપરેશન સિંદૂર દ્વારા 9 આતંકવાદી અડ્ડાઓ પર જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે સીઝફાયરનો (Ceasefire) આજે છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં, 18 મે પછીના તણાવ વચ્ચે આગળ શું થઈ શકે છે તે આજે ડીજીએમઓ (DGMO) વચ્ચેની વાતચીત પછી જાણી શકાશે.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનો (Ceasefire) છેલ્લો દિવસ છે. 14 મેની વાતચીતમાં યુદ્ધવિરામ 18 મે સુધી લંબાવવા પર સંમતિ સધાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, 19 મેના રોજ ફરી એકવાર ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ શકે છે, ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે બંને દેશો વચ્ચે સીઝફાયર (Ceasefire) ચાલુ રહેશે કે નહીં.

ભારત-પાકિસ્તાન 18 મે સુધી સીઝફાયર (Ceasefire)… આગળ શું થશે?

પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઈશાક ડારે તાજેતરમાં સેનેટને જણાવ્યું હતું કે 14 મેના રોજ ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ હતી, જેમાં સીઝફાયર (Ceasefire) લંબાવવા માટે સંમતિ થઈ હતી. તેમણે કહ્યું કે 10 મેના રોજ, પહેલીવાર બંને દેશોના ડીજીએમઓ (DGMO) વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ, જેમાં સીઝફાયર (Ceasefire) 12 મે સુધી લંબાવવામાં આવ્યો હતો.

12 મેના રોજ ફરી વાટાઘાટો યોજાઈ અને તેને 14 મે સુધી લંબાવવામાં આવી. 14 મેના રોજ થયેલી વાતચીતમાં, સીઝફાયરને (Ceasefire) 18 મે સુધી લંબાવવા માટે સંમતિ સધાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે ફરી એકવાર વાતચીતનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આ હજુ નક્કી નથી. જોકે આશંકાઓના વાદળો ઘેરાયેલા છે. આશંકા દર્શાવવામાં આવી રહી છે કે આદતવશ પાકિસ્તાન કોઈ અટકચાળુ કરવાની ફરીથી ભુલ કરશે.

ઓપરેશન સિંદૂર (Operation Sindoor) ની પ્રચંડ સફળતા બાદ ભારતનો આત્મવિશ્વાસ સાતમા આકાશે છે બીજી તરફ ભારતના પગલાને વૈશ્વિક સમર્થન મળી રહ્યું છે ત્યારે ભારત બાજુથી એવા સંકેત મળી રહ્યા છે કે તે કોઈપણ સંજોગોમાં પાકિસ્તાનને છોડવાના મૂડમાં નથી. ભારતે સિંધુ જળસંધિ સ્થગિત કરી દીધી છે. પાકિસ્તાનના વિદેશમંત્રીએ એવું કહ્યું હતું કે પાકિસ્તાન પાણી રોકવાના પ્રયાસને એક્ટ ઓફ વોર ગણશે પરંતુ ભારત પારોઠના પગલા ભરે તેવું દેખાતું નથી ત્યારે પાકિસ્તાનનું એક પણ અવળુ પગલુ તેને માટે દુ:સાહસ સાબિત થશે એ નક્કી છે.

સીઝફાયર અને ડીજીએમો વાતચીત અંગે ભારતીય સેનાની સ્પષ્ટતા

કેટલાક મીડિયા હાઉસ અહેવાલ આપી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધવિરામ આજે સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત, આજે DGMO સ્તરની વાતચીત સુનિશ્ચિત છે કે કેમ તે અંગે પણ પ્રશ્નો મળી રહ્યા છે.

ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, આજે કોઈ DGMO વાટાઘાટો સુનિશ્ચિત નથી. 12 મેના DGMO ની વાતચીતમાં નક્કી કરાયેલ સીઝફાયર (Ceasefire) ચાલુ રાખવાની વાત કરીએ તો, તેની સમાપ્તિની કોઈ તારીખ નથી.

ભારત પર ઉશ્કેરણીનો આરોપ

પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઈશાક ડારે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સિંધુ જળ સંધિ વિવાદનો ઉકેલ નહીં આવે તો સીઝફાયર (Ceasefire) જોખમમાં મુકાઈ શકે છે. આતંકવાદને આશ્રય આપનારા પાકિસ્તાનના વિદેશ મંત્રીએ 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયને ઉશ્કેરણીજનક ગણાવ્યો અને કહ્યું કે જો આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો તેને યુદ્ધનું પગલુ (Act of War) ગણવામાં આવશે.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો

વૈશ્વિક સ્તરે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાન ખુલ્લું પડી ગયું છે; તેથી, તેની છબીને લઈઅને દબાણ વધી રહ્યું છે. એક વ્યૂહાત્મક પગલું ભરતા તેણે અચાનક સીઝફાયરની (Ceasefire) જાહેરાત પણ કરી. આ નિર્ણય એ પણ સૂચવે છે કે પાકિસ્તાન હાલમાં બીજા ખુલ્લા યુદ્ધને ટાળવા માંગે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે તેની આંતરિક પરિસ્થિતિ પણ ડામાડોળ ચાલી રહી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *