Bangladesh
Spread the love

પાકિસ્તાન (Pakistan) બાદ હવે ભારત બાંગ્લાદેશને (Bangladesh) ઝટકો આપવાની વેતરણમાં છે. ભારતે 1996ના ગંગા જળ સમજૂતી (Ganga Water Treaty) પર પુનર્વિચાર કરવાના સંકેત આપ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ નિર્ણય જળ વાયુ પરિવર્તન, વધતી જતી સિંચાઈ જરૂરિયાતો અને પશ્ચિમ બંગાળની (West Bengal) પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ભારતનું આ પગલું બાંગ્લાદેશમાં (Bangladesh) ચિંતાનો વિષય બની ગયું છે, કારણ કે ભારતના આ પગલાથી બાંગ્લાદેશમાં પાણીનું સંકટ વધુ ઘેરું બની શકે છે.

પાકિસ્તાનને પાઠ ભણાવ્યો

પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) પછી, ભારતે સિંધુ જળ સંધિ (Indus Water Treaty) રદ કરીને પાકિસ્તાનને (Pakistan) પાઠ ભણાવ્યો છે, હવે ભારત બાંગ્લાદેશ (Bangladesh) પર જળ પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોથી મળતી માહિતી કહે છે કે નવી દિલ્હી અને ઢાકા (Dhaka) વચ્ચે દાયકાઓ જૂની ગંગા જળ સમજૂતી (The Ganga Water Treaty) હવે સમાપ્ત થવાના આરે આવી છે.

ગંગા જળ સમજૂતીની (Ganga Water Treaty) જૂની શરતો માન્ય નહી

ભારત જૂની શરતોના આધારે 1996ના ગંગા જળ સમજૂતીને (Ganga Water Treaty) નવીકરણ કરવાના પક્ષમાં નહી હોવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે બાંગ્લાદેશને (Bangladesh) અનૌપચારિક રીતે જાણ કરી દીધી છે કે વર્તમાન પરિસ્થિતિઓ અને બદલાતા જળવાયુ પેટર્નને ધ્યાનમાં રાખીને સમજૂતીના નવીકરણ માટે નવા નિયમો અને શરતો નક્કી કરવામાં આવશે. ભારતના આ બદલાયેલા વલણથી બાંગ્લાદેશની (Ganga Water Treaty) યુનુસ સરકાર (Yunus Government) અને ત્યાંના વહીવટી તંત્રમાં ચિંતા વધી ગઈ છે. તાજેતરમાં, બાંગ્લાદેશ (Bangladesh) સતત ભારત વિરોધી વલણ અપનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં, ભારતનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગંગા જળ સમજૂતી (Ganga Water Treaty) શું છે?

1996માં ભારતના તત્કાલીન વડા પ્રધાન એચડી દેવગૌડા (H. D. Deve Gowda) અને બાંગ્લાદેશના (Bangladesh) વડા પ્રધાન શેખ હસીના (Sheikh Hasina) વચ્ચે ગંગા જળ સમજૂતી (Ganga Water Treaty) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી હેઠળ, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે શુષ્ક ઋતુ (જાન્યુઆરી થી મે) દરમિયાન જો ફરક્કા બેરેજમાં (Farakka Barrage) પાણીનો પ્રવાહ 75,000 ક્યુસેક કે તેથી ઓછો હોય, તો ભારત અને બાંગ્લાદેશને (Bangladesh) સમાન રીતે 35,000 ક્યુસેક પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જો પાણીનો પ્રવાહ તેનાથી વધુ થશે, તો 40,000 ક્યુસેક ભારતને અને બાકીનું બાંગ્લાદેશને આપવામાં આવશે.

આ સમજૂતી 30 વર્ષ માટે માન્ય હતી જે 2026 માં સમાપ્ત થવા જઈ રહી છે ત્યારે ભારત દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે આવી લાંબા ગાળાની સંધિ કરવામાં આવશે નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 30 વર્ષોમાં આબોહવા પરિવર્તન, વરસાદની પેટર્ન અને સિંચાઈની જરૂરિયાતોમાં ધરખમ ફેરફાર થયો છે. પશ્ચિમ બંગાળમાં (West Bengal) ખેતી માટે પાણીની માંગ વધી છે, ત્યારે કોલકાતા બંદરના (Kolkata) પાણીના સ્તરને જાળવવા માટે પૂરતો પાણીનો પ્રવાહ પણ આવશ્યક છે. આવી સ્થિતિમાં જૂની સમજૂતીની શરતો હવે વ્યવહારુ નથી રહી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પાણી વહેંચણી માટે નવી શરતો નક્કી કરવામાં આવશે

ભારત ઈચ્છે છે કે 15 વર્ષ માટે એક નવી સમજૂતી કરવામાં આવે, જેમાં પાણીની વહેંચણી માટે નવી ફોર્મ્યુલા નક્કી કરવામાં આવે. આ ઉપરાંત, બાંગ્લાદેશના (Bangladesh) કેટલાક ભારત વિરોધી વલણ અને નીતિઓને પણ ભારતના કડક વલણનું કારણ માનવામાં આવી રહ્યું છે.

પશ્ચિમ બંગાળના (West Bengal) મુર્શિદાબાદ (Murshidabad) જિલ્લામાં આવેલ ફરક્કા બેરેજ (Farakka Barrage) ગંગાને બે પ્રવાહોમાં વિભાજીત કરે છે – એક પ્રવાહ હુગલી નદી (Hugli River) તરીકે ભારતમાં વહે છે અને બીજો પ્રવાહ પદ્મા નદી (Padma River) તરીકે બાંગ્લાદેશમાં (Bangladesh) વહે છે. 1950માં, ભારતે કોલકાતા (Kolkata) બંદરમાં પાણીનું સ્તર જાળવવા અને પશ્ચિમ બંગાળમાં (West Bengal) પાણીની કટોકટીનો સામનો કરવા માટે ફરક્કા બેરેજનું (Farakka Barrage) બાંધકામ શરૂ કર્યું હતું.

ભારતના વલણ અંગે બાંગ્લાદેશમાં (Bangladesh) ચિંતા

ફરક્કા બેરેજના (Farakka Barrage) નિર્માણ બાદ બાંગ્લાદેશે (Bangladesh) ઘણી વખત તેને મળતું ગંગાનું પાણી ઘટી ગયું હોવાના આરોપ લગાવ્યા છે. જોકે, 1971માં બાંગ્લાદેશની (Bangladesh) સ્વતંત્રતા પછી, બંને દેશોએ આ મુદ્દા પર પાંચ વર્ષની અસ્થાયી સમજૂતીથી આરંભ કરી અને બાદમાં 1996માં લાંબા બાળાની સમજૂતી પર સંમત થયા હતા.

ભારતના વલણમાં ફેરફારના સમાચાર પછી, ઢાકામાં (Dhaka) રાજકીય અને રાજદ્વારી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. બાંગ્લાદેશની સરકારને ભય છે કે જો ભારત પાણીના પ્રવાહ પર નિયંત્રણ વધારશે, તો બાંગ્લાદેશના ઘણા ભાગોમાં શુષ્ક ઋતુ દરમિયાન પાણીની કટોકટી વધુ ઘેરી બની શકે છે, જેની કૃષિ ઉત્પાદન, પીવાના પાણી પુરવઠા અને પર્યાવરણીય સ્થિતિ પર ગંભીર અસર પડશે.

નિષ્ણાતો માનવું છે કે જો બંને પક્ષો બદલાતી પર્યાવરણીય અને ભૂ-રાજકીય વાસ્તવિકતાઓને સ્વીકારે તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગાના પાણીની વહેંચણી અંગે નવી સમજૂતી શક્ય બનશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *