તેજસ (Tejas) ભારતનું અત્યાધુનિક સ્વદેશી ફાઈટર જેટ છે. ભારતીય વાયુસેનાને માર્ચ 2026 સુધીમાં ઓછામાં ઓછા અડધો ડઝન હળવા લડાયક વિમાન (LCA) તેજસ (Tejas)મળી જશે. આ માહિતી અત્યાધુનિક ફાઇટર એરક્રાફ્ટનું ઉત્પાદન કરતી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના વડા દ્વારા આપવામાં આવી છે. તેમણે તેજસના (Tejas) વિલંબ માટે વિલંબ માટે જવાબદાર કારણ પણ જણાવ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભારતીય વાયુસેના માટે એક શુભ સમાચાર છે. વાયુસેનાને માર્ચ 2026 સુધીમાં ઓછામાં ઓછા અડધો ડઝન હળવા લડાયક વિમાન (LCA) તેજસ (Tejas) મળશે. આ માહિતી આ અત્યાધુનિક ફાઇટર એરક્રાફ્ટનું ઉત્પાદન કરતી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના વડા દ્વારા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે તેજસના (Tejas) વિલંબ માટે જીઈ એરોસ્પેસ દ્વારા એન્જિનના પુરવઠામાં વિલંબ જવાબદાર છે.

ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે તાજેતરમાં જ હળવા લડાયક વિમાન (LCA) તેજસના (Tejas) Mk-1A સંસ્કરણના પુરવઠામાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો, જે બાદમાં એક મોટો મુદ્દો બની ગયો હતો. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) ડી કે સુનિલે જણાવ્યું હતું કે વિલંબ ફક્ત યુએસ કંપની જીઈ એરોસ્પેસ (GE Aerospace) દ્વારા F404 એન્જિન સમયસર સપ્લાય કરવામાં અસમર્થતાને કારણે થયો છે.

‘જીઈ એરોસ્પેસ દ્વારા એન્જિન સમયસર ન મળ્યા’
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના વડાએ જણાવ્યું કે જીઈ એરોસ્પેસ (GE Aerospace) ચાલુ નાણાકીય વર્ષમાં 12 એન્જિન સપ્લાય કરે તેવી અપેક્ષા છે, તેથી ભારતીય વાયુસેનાને ફાઇટર એરક્રાફ્ટ પુરા પાડવા સરળ બનશે. તેમણે કહ્યું કે દરેક કંપનીને ટીકાનો સામનો કરવો પડે છે અને દુર્ભાગ્યે LCA Mk-1A ના કિસ્સામાં પણ આવું જ બન્યું છે. તેમણે કહ્યું કે અમે વિમાન બનાવી લીધું છે અને આજની તારીખે અમારી પાસે છ વિમાન તૈયાર છે. તેમણે કહ્યું કે જીઈ એરોસ્પેસ (GE Aerospace) 2023 માં એન્જિન પૂરું પાડવાની હતી પણ તેણે આપ્યા નથી. અત્યાર સુધી અમને ફક્ત એક જ એન્જિન મળ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘માર્ચ 2026 સુધીમાં 12 જેટ એન્જિન મળવાની અપેક્ષા’
GE તરફથી વિલંબ શરૂઆતમાં કોવિડ રોગચાળા દરમિયાન ઉત્પાદનમાં વિલંબ અને પછી કંપનીમાંથી ઘણા વરિષ્ઠ ઈજનેરો જતા રહેવાને કારણે થયો હતો, જેના કારણે પુરવઠો ખોરવાઈ ગયો હતો. સુનિલના મતે, જીઈ એરોસ્પેસ (GE Aerospace) સાથેની ટેકનિકલ સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ને માર્ચ 2026 સુધીમાં 12 જેટ એન્જિન મળવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, અમારી તરફથી કોઈ કમી નથી રહી આજની તારીખે છ વિમાન તૈયાર છે. અમે આ વિમાનોનું સતત નિર્માણ કરી રહ્યા છીએ અને તેમને તૈયાર કરી રહ્યા છીએ. અમે તેને આ નાણાકીય વર્ષના અંત સુધીમાં પુરા પાડવાની સ્થિતિમાં હોઈશું.
"Tejas delivery delayed due to delay in engine deliveries from GE Aerospace."
— News Arena India (@NewsArenaIndia) June 24, 2025
– HAL CMD Dr D K Sunil pic.twitter.com/9TYnNGAF2N
જો જીઈ એરોસ્પેસ (GE Aerospace)માંથી એન્જિન સાતત્યપૂર્ણ રીતે મળતા રહેશે તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) આગામી વર્ષમાં 16 જેટનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. સંરક્ષણ મંત્રાલયે ફેબ્રુઆરી 2021 માં વાયુસેના માટે 83 તેજસ Mk-1A (Tejas Mk-1A) જેટ ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે રૂ. 48,000 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. મંત્રાલય રૂ. 67,000 કરોડના ખર્ચે 97 વધુ તેજસ (Tejas) LCA Mk-1A ખરીદવાની પ્રક્રિયામાં છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
સિંગલ-એન્જિન તેજસ (Tejas) Mk-1A ભારતીય વાયુસેનાના MiG-21 ફાઇટર જેટનું સ્થાન લેશે. ભારતીય વાયુસેના આ ફાઇટર જેટને તેના કાફલામાં ઉમેરવાનું વિચારી રહી છે કારણ કે તેની આધિકારિક રીતે સ્વીકૃત ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યા 42 થી ઘટીને 31 થઈ ગઈ છે.

તેજસ (Tejas) Mk-1A ની વિશેષતાઓ
તેજસ (Tejas) એક સિંગલ-એન્જિન મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ છે, જે ઉચ્ચ-ખતરાના હવાઈ ક્ષેત્રમાં સંચાલન કરવા સક્ષમ છે. તે હવાઈ સંરક્ષણ, દરિયાઈ જાસૂસી અને લડાયક વિમાનની ભૂમિકાઓ માટે નિર્માણ કરાયું છે. તેજસ Mk-1A ઉચ્ચ ગુણવત્તાવાળા રડાર, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી અને વિવિધ પ્રકારની મિસાઈલોથી સજ્જ એક વિશ્વ કક્ષાનું લડાકુ વિમાન છે. તે અત્યાધુનિક એવિઓનિક્સ અને શસ્ત્ર પ્રણાલીઓથી સંપૂર્ણપણે સજ્જ છે, જે આ વિમાનને ખૂબ જ શક્તિશાળી પ્લેટફોર્મ બનાવે છે. વાયુસેના માટે તેજસ Mk-1A ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
તેજસની (Tejas) ક્ષમતાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચી રહી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) ડીકે સુનિલે જણાવ્યું હતું કે ઘણા દેશોએ તેજસમાં રસ દાખવ્યો છે અને ઉત્પાદક કંપની (HAL) તેમાંથી કેટલાક સાથે વાતચીત કરી રહી છે. આશા છે કે, અમને ટૂંક સમયમાં સફળતા મળશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો