ભારતપોલ
Spread the love

ભારતમાં ગુનેગારો પર કડક કાર્યવાહી કરવા માટે ગૃહ મંત્રાલય 7 જાન્યુઆરીએ ‘ભારતપોલ’ શરૂ કરવા જઈ રહ્યું છે. તે ઈન્ટરપોલની તર્જ પર બનાવવામાં આવ્યું છે જે ગુનેગારો વિશેની માહિતી શેર કરવા અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવાનો માર્ગ ખોલશે.

આંતરરાષ્ટ્રીય ગુનેગારોનું નેટવર્ક અને તેમને પકડવાનું સરળ બનશી. જે ગુનેગારો ભારતમાં ગુના કરીને વિદેશ ભાગી જાય છે અથવા વિદેશમાં બેસીને ભારતમાં ક્રાઈમ સિન્ડિકેટ ચલાવે છે તેવા ગુનેગારો સામે હવે રાજ્યોની પોલીસને ઈન્ટરપોલ જેવું શક્તિશાળી હથિયાર મળશે.

ગૃહ મંત્રાલય ભારતમાં ઈન્ટરપોલની તર્જ પર ‘ભારતપોલ’ શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતપોલ ઈન્ટરપોલની તર્જ પર ગુનેગારો વિશેની માહિતી શેર કરવા અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવાનો માર્ગ ખોલશે. 7 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે.

શું છે ભારતપોલ?

ભરતપોલનો ઉદ્દેશ્ય માત્ર ગુનેગારોને પકડવાનો જ નથી પરંતુ તેમની સામે સમયસર સકંજો કસવાનો અને ગુનાઓને જડમૂળથી ઉખેડી નાખવાનો પણ છે. આ એક એડવાન્સ ઓનલાઈન પોર્ટલ છે, જે સીબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ એડવાન્સ ઓનલાઈન પોર્ટલની ટ્રાયલ થઈ ગઈ છે. તેની ઔપચારિક શરૂઆત થવાની બાકી છે.

શા માટે ભારતપોલની જરૂર પડી?

ભારતમાં, રાજ્ય પોલીસ અને તપાસ એજન્સીઓને માહિતી મેળવવા અથવા વિદેશમાં છુપાયેલા ગુનેગારોને પકડવા માટે વારંવાર ઇન્ટરપોલનો આશરો લેવો પડતો હોય છે. હાલની પ્રક્રિયામાં રાજ્ય સરકારે પહેલા સીબીઆઈનો સંપર્ક કરવો પડે છે. ત્યાર બાદ સીબીઆઈ ઈન્ટરપોલનો સંપર્ક કરે છે અને જરૂરી નોટિસ જારી કરે છે. આ સમગ્ર પ્રક્રિયા ન માત્ર જટિલ છે પરંતુ ઘણો સમય પણ માંગી લે છે.

આ સમસ્યાના ઉકેલ માટે ભારતપોલ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેની મદદથી ગુનેગારો સામે રેડ નોટિસ, ડિફ્યુઝન નોટિસ અને અન્ય જરૂરી ઇન્ટરપોલ નોટિસ જારી કરવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. હાલમાં, જો રાજ્યોએ તેમની વિનંતીને ટ્રેક કરવા માંગતા હોય, તો CBIને ફરીથી ઇમેઇલ અથવા ફેક્સ કરવું પડશે, પરંતુ પોલીસ પોતાની વિનંતીનું સ્ટેટસ સીધી ભારતપોલ પર ટ્રૅક કરી શકશે.

નોટિસ આપશે?

ના, ઈન્ટરપોલ દ્વારા જ નોટિસ જારી કરવામાં આવશે. જ્યારે ગુનેગારની માહિતી અથવા સ્થાનની ખાતરી કરવાની હોય, ત્યારે પોલીસ ભારતપોલ દ્વારા સીધી ઇન્ટરપોલને વિનંતી મોકલી શકશે. જો ઈન્ટરપોલ તે વિનંતી સ્વીકારે છે, તો સંબંધિત ગુનેગાર સામે રેડ નોટિસ, ડિફ્યુઝન નોટિસ અથવા અન્ય પ્રકારની નોટિસ જારી કરવામાં આવશે. ભારતપોલનો ઉદ્દેશ્ય ઇન્ટરપોલ સાથે સંચાર સરળ અને ઝડપી બનાવવાનો છે.

ઈન્ટરપોલ શું છે?

ઈન્ટરપોલ એટલે કે ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન એ વિશ્વનું સૌથી મોટું ઈન્ટરનેશનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન છે. આ એક એવી સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ દેશોની પોલીસ વચ્ચે સંકલન કરે છે. તે 195 દેશોની તપાસ એજન્સીઓનું સંગઠન છે.

ઈન્ટરપોલ1923 થી કાર્યરત છે અને તેનું હેડક્વાર્ટર ફ્રાન્સના લિયોન શહેરમાં છે. તેના દ્વારા ગુનેગારોની માહિતીની આપ-લે થાય છે અને તેમની ધરપકડ કરવા માટે આંતરરાષ્ટ્રીય નોટિસ જારી કરવામાં આવે છે. CBI ભારત તરફથી આ સાથે જોડાયેલ છે. તેમના અધિકારીઓની ત્યાં નિમણૂક કરવામાં આવે છે.

ઈન્ટરપોલ કેવી રીતે કામ કરે છે?

ધારો કે ભારતમાં કોઈ માણસે ગુનો કરીને તે સ્વિટ્ઝર્લેન્ડ ભાગી ગયો. ત્યારે સમસ્યા થાય કારણ કે ભારતીય પોલીસનો દાવો સ્વિત્ઝર્લેન્ડમાં ચાલતો નથી. આવી સ્થિતિમાં ઈન્ટરપોલ ગુનેગારને પકડવા માટે કામ કરતું હોય છે. ભારત તે આરોપીની માહિતી ઈન્ટરપોલને આપશે. ત્યારપછી તેના નામે નોટિસ જારી કરવામાં આવશે. ઇન્ટરપોલ અનેક પ્રકારની નોટિસ બહાર પાડે છે. પરંતુ ત્યાં બે મુખ્ય છે. એક યલો નોટિસ જે ગુમ થયેલા લોકો માટે જારી કરવામાં આવે છે. બીજી રેડ નોટિસ, જે વોન્ટેડ ગુનેગારો/આરોપીઓ માટે જારી કરવામાં આવે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *