સંભલમાં 1978ના રમખાણો દરમિયાન, હિંદુ પરિવારોને ભગાડી દેવામાં આવ્યા હતા ઉપરાંત તેમને મેદાનમાં ન આવવાની ધમકી પણ આપવામાં આવી હતી અને તેમની જમીન મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા કબજે કરી લેવામાં આવી હતી. એટલું જ નહીં, કબજે કરેલી જમીન પર એક શાળા પણ બનાવવામાં આવી હતી.
જો કે, હવે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (SDM) વંદના મિશ્રાએ કાર્યવાહી કરી છે અને મુસ્લિમોએ કબજે કરેલી જમીન હિંદુ પરિવારોને પરત સોંપી દીધી છે. 24મી નવેમ્બરની હિંસા બાદ સંભલમાં વહીવટીતંત્રની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે, જેમાં વહીવટીતંત્રએ ભગાડી મુકવામાં આવેલા હિંદુઓને તેમની કરોડો રૂપિયાની જમીન પરત મળી છે. SDMએ સંબંધિત પરિવારોને કબ્જો સોંપ્યો છે અને તેમની સુરક્ષા માટે ત્યાં પોલીસ તૈનાત કરી છે.
Yogi govt gives possession of land back to Hindu family who migrated after the riots in Sambhal 47 years ago.
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 14, 2025
Tulsi Ram of Dalit community was killed by M-rioters in 1978 anti-hindu riots in which 250 hindus were k!||ed. After this family fled due to fear.
Shahvaz captured the… pic.twitter.com/sgTDkDbl5w
શું છે સંભલનો સમગ્ર મામલો
સંભલ જિલ્લા પ્રશાસને 1978ના રમખાણો દરમિયાન ભાગી ગયેલા ત્રણ હિંદુ પરિવારોને તેમની જમીનનો કબજો પાછો આપી દીધો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ જમીન પર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા કથિત રીતે અતિક્રમણ કરવામાં આવ્યું હતું અને મૂળ માલિકોએ આ મામલે કાર્યવાહીની માંગણી કરીને વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી.
આ સમગ્ર મામલો સંભલના રોડવેઝ બસ સ્ટેન્ડ પાછળ આવેલા બે વીઘા બગીચાનો છે. આ જમીન પરના બગીચામાં એક હિન્દુ પરિવાર રહેતો હતો. 1978ના રમખાણોમાં હિન્દુ પરિવારોને ધમકાવીને ભગાડી મુકવામાં આવ્યા હતા. આ અંગે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. કાર્યવાહી દરમિયાન, એસડીએમને જાણવા મળ્યું કે મુસ્લિમ સમુદાયના એક ડૉક્ટરે જમીન પર કબ્જો કરી લીધો છે અને જમીન પર શાળા ચલાવવામાં આવી રહી હતી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે દિવાલ પર ગેરકાયદેસર રીતે ફાયર સ્ટેશન એમ લખવામાં આવ્યું હતું. કાર્યવાહી કરીને પોલીસે કુલ ત્રણ હિંદુ પરિવારોને તેમની જમીન પાછી અપાવી છે.
પરિવારજનોએ વર્ણવી આપવીતી
જમીનના દાવેદારોમાંના એક અમરીશ કુમારે કહ્યું, ‘અમે 1978ના રમખાણો સુધી સંભલમાં રહેતા હતા. મારા દાદા તુલસી રામની હત્યા રમખાણો દરમિયાન કરવામાં આવી હતી. અમારા જીવના ડરથી, અમે મોહલ્લા જગતમાં અમારી સંપત્તિ છોડી દીધી હતી. કુમારે કહ્યું, ‘જ્યારે અમે પાછા ફરવાનો પ્રયાસ કર્યો ત્યારે અમને ભગાડી મુકવામાં આવ્યા હતા. અમે તાજેતરમાં અમારી માલિકી સાબિત કરતા દસ્તાવેજો સાથે જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરી છે.”
તેવી જ રીતે આશા દેવીએ કહ્યું, ‘અમે હવે ચંદૌસીમાં રહીએ છીએ. 1978ના રમખાણો બાદ અમને પલાયન કરવાની ફરજ પડી હતી. અહીં ત્રણ પરિવારો રહેતા હતા. રોડની પાછળ આવેલી અમારી 2.25 વીઘા જમીન મુસ્લિમ સમાજના લોકોએ કબજે કરી ત્યાં શાળા બનાવી દીધી હતી. તેને પાછી મેળવવાના અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ અમને ભગાડી દેવામાં આવ્યા હતા. ફરિયાદ નોંધાવ્યા બાદ આજે અમને ખબર પડી કે જમીનની માપણી થઈ રહી છે, તેથી જ અમે અહીં આવ્યા છીએ.”
ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે (એસડીએમ) શું કહ્યું
ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (એસડીએમ) વંદના મિશ્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘શાળા સમિતિ દ્વારા જમીન પર અતિક્રમણની ફરિયાદ મળી હતી. ફરિયાદ બાદ મહેસૂલ વિભાગે સર્વે હાથ ધર્યો હતો. તે પુષ્ટિ કરે છે કે જમીનનો એક ભાગ ફરિયાદીઓનો છે.’ તેમણે જણાવ્યું હતું કે 15,000 ચોરસ ફૂટ જમીનમાંથી 10,000 ચોરસ ફૂટ જમીન માન્ય હોવાનું જાણવા મળ્યું હતું અને તેનો કબજો પરિવારોને પરત કરવામાં આવ્યો છે.
[…] સંભલ (Sambhal) જિલ્લાના બનિયાથેર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નરૌલી કસ્બામાં સ્થાનિક દુકાનોની આસપાસ દિવાલો પર ‘ફ્રી ગાઝા, ફ્રી પેલેસ્ટાઇન’ લખેલા પોસ્ટરો લગાવવામાં આવ્યા બાદ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજના આધારે આ કેસમાં છથી સાત લોકોની ઓળખ કરવામાં આવી ચુકી છે. […]