Spread the love

ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિત અને જેએમ ખાઝીની બનેલી ત્રણ જજોની બેન્ચે આજે હિજાબ કેસ સંબંધિત તમામ અરજીઓ ફગાવી દીધી.

કર્ણાટક હાઇકોર્ટના આજની સુનવણીના મુખ્ય નિર્ણયો

કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓ યુનિફોર્મ સામે વાંધો ઉઠાવી શકે નહીં

હાઇકોર્ટે કહ્યું કે મુસ્લિમ મહિલાઓ દ્વારા હિજાબ પહેરવું એ ઈસ્લામિક આસ્થા હેઠળ આવશ્યક ધાર્મિક પ્રથા નથી. હાઈકોર્ટની બેન્ચે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ ડ્રેસ કોડને લગતા 5 ફેબ્રુઆરી, 2022ના સરકારી આદેશને પણ સમર્થન આપ્યું છે.

એક અરજીમાં ચાર વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ, લેક્ચરર્સ તેમજ ચેરમેન (સ્થાનિક ધારાસભ્ય) અને ગવર્નમેન્ટ કૉલેજ ઉડુપીની કૉલેજ ડેવલપમેન્ટ કમિટીના વાઈસ-ચેરમેનને પગલાં લેવાની/હટાવવાની માગણી કરેલી માંગણીને પણ ફગાવી દેવામાં આવી છે.

હાઇકોર્ટે ઉમેર્યું કે સંસ્થામાં વિદ્યાર્થીઓ માટે ગણવેશની જોગવાઈ એ વાજબી પ્રતિબંધોની શ્રેણીમાં આવે છે.


Spread the love

By Lincoln Sokhadia

Young and Bel Esprit Journalist with Bachelor in Science, Postgraduate diploma in Journalism and mass communication. Enthusiast with modern approaches, yet bounded with cultural ethos. Excellent and impartial writing skill. Hands on experience with research based exploring. Proponent of youth involvement in politics, history, literature and spiritual science.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *