Hall Ticket
Spread the love

એક સમડી આવી અને એક જ ઝાટકે એક પરીક્ષાર્થીની હોલ ટિકિટ (Hall Ticket) લઈને ઉડી ગઈ. આ વિચિત્ર ઘટના કેરળના કાસરગોડમાં ગુરુવારે બની હતી જેનો વિડીયો વાયરલ થયો હતો. મળતા સમાચાર મુજબ કેરળ લોક સેવા આયોગની પરીક્ષા ગુરુવારે યોજાવાની હતી. બધા પરિક્ષાર્થીઓ ઉત્સાહ અને નોકરીની આશા સાથે સવારે પરિક્ષા આપવા પહોંચી ગયા હતા. 7:30 વાગે પરીક્ષાનો બેલ વાગવા પહેલા જ આ ઘટના ઘટતા પરીક્ષાર્થી મુશ્કેલીમાં મુકાયો હતો.

આ વિચિત્ર ઘટના ત્યારે બની જ્યારે ત્યાં લગભગ 300 વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારી પણ ઉપસ્થિત હતા જોકે સમડી આવીને હોલ ટીકિટ (Hall Ticket) લઈ જતા સૌ અસહાય બનીને આશ્ચર્ય પામી ગયા હતા. સમડી હોલ ટિકિટ (Hall Ticket) વિદ્યાર્થીના પાસેથી ઝુંટવીને ઝપટથી સ્કૂલના ઉપરના માળે બારી ઉપર બેસી ગઈ હતી. સમડીએ હોલ ટિકિટ પોતાની ચાંચમાં દબાવી દીધી હતી. પરીક્ષાર્થીઓએ સમડીને પથ્થર મારી ટિકિટ (Hall Ticket) પાછી મેળવવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા પરંતુ તેમને ડર લાગી રહ્યો હતો કે પથ્થર મારવાને કારણે આ સમડી ઉડી જશે અને હોલ ટિકિટ મળશે નહી.

આખરે સમડીએ હોલ ટિકિટ (Hall Ticket) છોડી

પરિક્ષા સ્થાન ઉપર હોબાળો મચી ગયો હતો. ભારે શોર બકોર થવા માંડ્યો હતો, સમડી જ્યાં બેઠી હતી ત્યાં નીચે ભીડ ભેગી થઈ ગઈ હોવા છતાં સમડીને જાણે કશુ થયું જ ન હોય તેમ બેઠી હતી. સમડી હોલ ટિકિટ પકડી રાખીને બેસી ગઈ હતી. આખરે પરીક્ષા માટેનો છેલ્લો બેલ વાગવાના સમયે સમડીએ હોલ ટિકિટ ચાંચમાંથી છોડી દીધી હતી. હોલ ટિકિટ મળતા જ વિદ્યાર્થીએ રાહતનો શ્વાસ લીધો હતો અને પરીક્ષા હોલમાં પહોંચી ગયો.

વીડિયોમાં કેદ આ વિચિત્ર દ્રશ્ય ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું. હોલ ટિકિટ પાછી મળી જવાને કારણે વિદ્યાર્થી પરીક્ષામાં બેસી શક્યો હતો. અધિકારીઓએ પણ આગળ જતા વિદ્યાર્થીને કોઈ પરીક્ષા આપવામાં મુશ્કેલી ન આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *