અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ (George Soros) પર આરોપ છે કે તેમણે ભારતીય લોકતંત્રને નબળું પાડવા માટે અહીં અનેક NGOને ફંડ આપ્યું છે. EDનો દાવો છે કે સોરોસને આ રકમ USAID દ્વારા અમેરિકાની જો બાયડેન સરકાર પાસેથી મળી હતી. બાદમાં તે રકમનો ઉપયોગ ભારતીય લોકતંત્રને નબળુ કરવા માટે કરવામાં આવ્યો હતો.
અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ (George Soros) સામે ચાલી રહેલી EDની તપાસ દરમિયાન નવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. EDનો દાવો છે કે સોરોસનું (Soros) ઓપન સોસાયટી ફાઉન્ડેશન એટલે કે OSF અમેરિકાથી 8 કરોડ રૂપિયાનું ફંડિંગ લઈને ભારત વિરોધી એજન્ડા ચલાવી રહ્યું હતું.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ જૉ બાયડેન સરકાર પર પ્રહારો કર્યા હતા અને તેમના પર યુએસએઆઈડી (USAID) એટલે કે યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા વિદેશી કંપનીઓને દાન આપીને પોતાનો એજન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.
EDનો દાવો છે કે સોરોસે અમેરિકાના USAID પાસેથી જંગી ભંડોળ લઈને ભારતીય લોકતંત્રને નબળું પાડવાનું કાવતરું ઘડ્યું હતું. EDએ હવે ભારતને નબળું પાડવાના સોરોસના (Soros) ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.
ભારતીય જનતા પાર્ટીએ સોરોસ સાથે નેહરુ-ગાંધી પરિવારના જોડાણનો મુદ્દો સંસદમાં ઘણી વખત ઉઠાવ્યો છે. EDની તાજેતરની કાર્યવાહીમાં, તે બહાર આવ્યું છે કે સોરોસની (Soros) સંસ્થા OSF એ FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) નું ઉલ્લંઘન કરીને ભારતમાં ઘણી NGOને કરોડો રૂપિયાનું ભંડોળ પૂરું પાડ્યું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અખબારે સૂત્રોને ટાંકીને લખ્યું છે કે યુએસએઆઈડી (USAID) દ્વારા ભારતમાં મોટી રકમ પણ મોકલવામાં આવી હતી, જેનો ઉપયોગ કથિત રીતે દેશના લોકતાંત્રિક માળખાને અસ્થિર કરવા માટે કરવાનો હતો. EDએ તાજેતરમાં બેંગલુરુમાં OSF સાથે જોડાયેલા 8 સ્થળો પર દરોડા પાડ્યા હતા.

ભારતમાં અરાજકતા ફેલાવવા માટે સોરોસ (Soros)-USAID ગઠબંધન
તપાસ એજન્સીનું કહેવું છે કે સોરોસ અને USAIDનું આ જોડાણ ભારતમાં અરાજકતા ફેલાવવાના પ્રયાસનો એક ભાગ હતો. વિદેશી રોકાણના નામે શેલ કંપનીઓ દ્વારા ભારતમાં લાવવામાં આવતા લગભગ 25 કરોડ રૂપિયાની મની ટ્રેલનો પર્દાફાશ થયો છે. EDએ આ સમગ્ર મામલામાંગ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. સૂત્રોએ દાવો કર્યો છે કે આ ફંડિંગનો હેતુ જેઓ સરકાર વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં વ્યસ્ત હતા એવા કેટલાક રાજકીય પક્ષો અને સંગઠનોને મજબૂત કરવાનો હતો.
ED ने अपनी जांच पाया है कि जॉर्ज सोरोस द्वारा फंड की जाने वाली एक भारतीय कंपनी को USAID से आठ करोड़ रुपये मिले थे. हाल ही में अमेरीकी राष्ट्रपति डॉनल्ड ट्रंप ने USAID की आलोचना की और इसे बंद करने की घोषणा की थी. https://t.co/f3z0zunSuZ
— The Lallantop (@TheLallantop) April 2, 2025
USAIDને લઈને અમેરિકા પર ઉઠ્યા પ્રશ્નો
આ ખુલાસા બાદ રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. શાસક પક્ષે અગાઉ સોરોસ પર ભારત વિરોધી પ્રવૃત્તિઓનો આરોપ મૂક્યો હતો અને હવે યુએસએઆઈડીની (USAID) કથિત ભૂમિકાએ મામલો વધુ ગંભીર બનાવી દીધો છે. ED હવે USAID પાસેથી મળેલા ભંડોળનો આખરે ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો તેના ઉંડાણમાં જઈ રહી છે. તપાસના પરિણામો બાદ સોરોસ અને તેના સહયોગીઓ સામે મોટી કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. આ મામલો માત્ર ભારત-અમેરિકાના સંબંધો પર જ સવાલ નથી ઉઠાવી રહ્યો પરંતુ વિદેશી ભંડોળના દુરુપયોગ પર પણ ચર્ચા જગાવી રહ્યો છે. EDની આ કાર્યવાહી સોરોસના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.