- કૃષિ વિષયક ત્રણ કાયદાઓ વિરોધી આંદોલનમાં આવ્યો વળાંક
- 20 રાજ્યોના ખેડૂતો આવ્યા કૃષિ સંબંધિત કાયદાઓના સમર્થનમાં
- કેન્દ્રીય કૃષિમંત્રીને સહીઓ સાથેના સમર્થન પત્ર સુપરત કર્યા
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ સંબંધિત ત્રણ કાયદાઓનો એક તરફ પંજાબ તથા અન્ય રાજ્યોના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. પંજાબના તથા અન્ય ખેડૂતોના વિરોધ વચ્ચે આજે અચાનક આશ્ચર્યજનક વળાંક આવ્યો હતો જ્યારે લગભગ 20 રાજ્યોના ખેડૂતોએ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ સંબંધિત કાયદના સમર્થનમાં છે એવા સમર્થન પત્ર સુપરત કર્યા હતા.
કૃષિ સંબંધિત કાયદા વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી હાઈ લેવલ મીટીંગ
3 લાખ કરતા વધારે ખેડૂતો આવ્યા ખુલ્લા સમર્થનમાં
કેન્દ્ર સરકારના કૃષિ સંબંધિત ત્રણ કાયદાના સમર્થનમાં આજે આશરે 20 રાજ્યોના ખેડૂતોએ કેન્દ્રીય કૃષિમંત્રીને 3 લાખ 13 હજાર 363 ખેડૂતોના હસ્તાક્ષર કરેલ સમર્થન પત્ર સુપરત કર્યા હતા.આજે આવેલા આ વળાંકે કેન્દ્ર સરકાર માટે પડકાર વચ્ચે રાહતનો અનુભવ કરાવ્યો છે. જોકે આ પહેલા પણ જુદા જુદા ખેડૂતો સંગઠનોના કાર્યકર્તા ખેડૂતો કૃષિ સંબંધિત ત્રણ કાયદાઓના સમર્થનમાં આવ્યા હતા. કૃષિ સંબંધિત ત્રણ કાયદાઓના સમર્થનમાં આવેલા ખેડૂતોનું કહેવું છે કે નવા કાયદાઓ ખેડૂતોના હિતમાં છે અને તેથી જ અમે આ કાયદાઓનું સમર્થન કરીએ છીએ.
શું ખરેખર નવા કૃષિ સંબંધિત કાયદા ખેડૂતો માટે ફાયદાકારક નથી ?
કેન્દ્રીય કૃષિમંત્રીની પત્રકાર પરિષદ
પંજાબના ખેડૂતોનો નવા કેન્દ્રીય કૃષિ સંબંધિત ત્રણ કાયદાઓના વિરોધના 27મા દિવસે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે નવા ત્રણ કૃષિ સંબંધિત કાયદાઓ ખેડૂતોના હિતમાં છે તથા કૃષિક્ષેત્રે બદલાવ લાવવા માટે લવાયેલા છે અને મોટાભાગના ખેડૂતો નવા કાયદાઓના સમર્થનમાં જ છે છતાં સરકાર ખેડૂતોની સાથે ખુલ્લા મનથી વાતચીત કરવા તૈયાર છે. કૃષિ સંબંધિત કાયદાઓની સામે દિલ્હીની બોર્ડર ઉપર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને આજે સરકારે કૃષિ કાયદાઓમાં સંશોધનનો પ્રસ્તાવ મોકલ્યો હતો અને કૃષિ મંત્રી તોમરે કહ્યું હતું કે ખેડૂતોના જવાબની રાહ રહેશે.
શું ખેડૂત આંદોલન સમેટાઈ શકે છે ?
કેન્દ્રીય કૃષિ સંબંધિત કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત આગેવાનોની બેઠક
એક તરફ પંજાબ અને અન્ય રાજ્યોના ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ સંબંધિત ત્રણ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે, સરકાર સાથે વિરોધ કરતા ખેડૂતોની વાતચીત પણ થઈ છે, વાતચીત દરમિયાન સરકાર દ્વારા ખેડૂતોની ચિંતાઓને દૂર કરવા તૈયારી બતાવી છે જ્યારે ખેડૂતો સરકાર નવા કૃષિ સંબંધિત કાયદાઓ પાછા જ ખેંચી લેવાની હઠ પકડીને બેઠા છે. બીજી તરફ 20 જેટલા રાજ્યોના 13 લાખ કરતા વધારે ખેડૂતોએ પોતાના હસ્તાક્ષર કરીને નવા કૃષિ સંબંધિત કાયદાઓને તેમનું સમર્થન આપ્યું છે. આ દરમિયાન આગળની રણનીતિ તૈયાર કરવા તથા આજે કૃષિ સંબંધિત કાયદાઓ પર સરકાર દ્વારા મોકલવામાં આવેલા સંશોધન પ્રસ્તાવ ઉપર ઉત્તર મોકલાવવાનો અંતિમ દિવસ હોવાથી દિલ્હીની સિંધુ બોર્ડર ઉપર બપોરે બે વાગ્યે બેઠક કરી હતી. જોકે આ બેઠકમાં ખેડૂત નેતાઓએ સરકારના કૃષિ સંબંધિત કાયદાઓમાં સંશોધનના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. સરકારે મોકલેલા પ્રસ્તાવની સામે ખેડૂત નેતાઓની મીટીંગ મળી હતી અને પહેલાની જેમ આ વખતે પણ તેમણે સરકારે મોકલેલા પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. આ ઉપરાંત ખેડૂતોના નેતાઓએ જણાવ્યું હતું કે MSP ની બાબતે સરકાર તરફથી જે પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે પ્રસ્તાવમાં બધુ સ્પષ્ટ નથી તેથી આ સંશોધન પ્રસ્તાવને નકારીએ છીએ અને તમામ કૃષિ કાયદાઓ રદ્દ કરવાની માંગણી કરીએ છીએ.
શું થયું હતું અમિત શાહની ખેડૂત નેતાઓ સાથે મીટીંગ દરમિયાન