S-400
Spread the love

ચાઈનીઝ મિસાઈલ દ્વારા ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમ (S-400 Air Defense System) નષ્ટ કરવામાં આવી એ પ્રકારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે સ્વીકાર્યું કે ચાઈનીઝ મિસાઈલ દ્વારા ભારતની S-400 સિસ્ટમ નષ્ટ કરવામાં આવી. આ વિડીયો સંપૂર્ણ ખોટો અને ભ્રમ ફેલાવી રહ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સોશિયલ મીડિયા પર એક એડિટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ખોટા દાવા સાથે કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર. સિંહે સ્વીકાર્યું છે કે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન ભારતે ચાઈનીઝ મિસાઈલો સામે S-400 એર ડિફેન્સ સિસ્ટમ ગુમાવી દીધી છે.

જોકે, PIB Fact Check દ્વારા દાવાને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવાયો છે. આ વીડિયોને ડિજિટલી એડીટ કરવામાં આવ્યો છે અને તેમાં બતાવેલ ક્લિપને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવી છે. આ વિડીયો વાસ્તવમાં 4 જુલાઈ 2025 ના રોજ FICCI (Federation of Indian Chambers of Commerce and Industry) દ્વારા આયોજિત એક કોન્ફરન્સનો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિડીયો ક્લિપ એડીટ કરીને ખોટી માહિતી ફેલાવવામાં આવી

આ કાર્યક્રમમાં લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર. સિંહે સંબોધન કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં ક્યાંય પણ S-400 સિસ્ટમ નશ્ટ થવાનો કે ચાઈનીઝ મિસાઈલ દ્વારા હુમલો થવાનો ઉલ્લેખ કર્યો ન હતો. વાયરલ ક્લિપને એડિટ કરીને ખોટી માહિતી ફેલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવી છે.

સત્ય શું છે?

આ વીડિયો ભારતીય સેનાની છબી ખરાબ કરવાના હેતુથી સોશિયલ મીડિયા દુષ્પ્રચાર અભિયાનનો એક ભાગ છે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ વણચકાસાયેલ અને શંકાસ્પદ વીડિયો શેર કરતા પહેલા તેની સત્યતા તપાસે.

ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમની શક્તિ કેટલી છે?

ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમ વિશ્વની સૌથી અદ્યતન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ્સમાંની એક છે. આ સિસ્ટમ ઉચ્ચ ટેકનોલોજીથી સજ્જ છે અને દુશ્મન મિસાઇલો, ફાઇટર પ્લેન અને ડ્રોનને પહેલાથી જ ઈન્ટરસેપ્ટ કરવાની અને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *