તાજેતરમાં જ સમાચાર ચર્ચામાં આવ્યા હતા કે ભારતે ઈંગ્લેન્ડમાં રહેલા પોતાના ગોલ્ડ રિઝર્વમાંથી 102 ટન સોનુ ભારતમાં મંગાવી લીધુ છે. વિશ્વના ઘણા દેશો પોતાની આર્થિક સ્થિરતા અને ચલણને સુરક્ષિત કરવા માટે સોનાનો અનામત જથ્થો એટલે કે ગોલ્ડ રિઝર્વ રાખે છે. દેશની મધ્યસ્થ બેન્ક અથવા સરકાર દ્વારા સોનાના આ પ્રમાણ કે જે આર્થિક સંપત્તિના સ્વરૂપમાં સંગ્રહિત કરે છે. સોનાનો અનામત જથ્થો (Gold Reserve) આર્થિક અસ્થિરતાના સમયમાં દેશની અર્થ વ્યવસ્થાને મજબૂત સુરક્ષા પ્રદાન કરે છે અને દેશના ચલણને વૈશ્વિક સ્તરે સ્થિર રાખવામાં મદદરૂપ બને છે.
1991 બાદ પહેલી વાર ઓવરસીઝ ગોલ્ડનો એક ભાગ દેશમાં પાછો આવ્યો છે. આ પહેલાં RBI પાસે લગભગ 500 ટન સોનું વિદેશમાં અને 300 ટન સોનું ભારતમાં હતું. 100 ટન ગોલ્ડ પાછું લાવ્યા બાદ હવે ભારત અને વિદેશ બન્ને રિઝર્વમાં 50 ટકા ગોલ્ડ છે.
વિશ્વના પ્રત્યેક દેશની મધ્યસ્થ બેંક અથવા સરકાર સોનાનો અનામત જથ્થો રાખે છે ત્યારે એ જાણવુ રસપ્રદ ગણાય કે કયા દેશ પાસે કેટલુ ગોલ્ડ રિઝર્વ છે. 2024ના પહેલા ક્વૉર્ટરમાં સૌથી વધુ ગોલ્ડ ધરાવતા ટૉપ-10 દેશોની યાદી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે બહાર પાડી છે જેમાં અમેરિકા સૌથી મોખરે છે. વિશ્વમાં સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતા દેશોની યાદીમાં ભારત ક્યાં છે ?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સેલિંગની રિપોર્ટ મુજબ ગોલ્ડ રિઝર્વ રાખવા બાબતે અમેરિકા પહેલા સ્થાન પર છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે સોનું રાખનાર દેશ અમેરિકા પાસે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સેલિંગના જણાવ્યાં મુજબ અમેરિકાની પાસે 8,133.5 ટન સોનું છે. આ તેના કુલ વિદેશી મુદ્રા ભંડારના 76.9 ટકા છે.
ગોલ્ડ રિઝર્વ રાખવા બાબતે મે જર્મની બીજા નંબર છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સેલિંગ મુજબ જર્મનીના અધિકારીક ગોલ્ડ રિઝર્વ 3351.53 ટન છે. આની કુલ વિદેશી મુદ્રા ભંડારમાં 73 ટકા ભાગીદારી છે. યુરોપિયન દેશોમાં જર્મનીની પાસે સૌથી વધારે સોનું છે.
ત્રીજા નંબરે 2,451.84 ટન સોના રિઝર્વ સાથે ઈટલી છે. જે કુલ વિદેશની મુદ્રા ભંડારના 68.4 ટકા છે. ઈટલી યુરોપીયન દેશોમાં જર્મની પછી બીજા નંબરનો મોટો દેશ છે જેની પાસે આટલું સોનું છે.
ફ્રાંસની પાસે 2,436.97 ટન સોનું છે જે વિશ્વમાં સોનાના રિઝર્વ સાથે ચોથા નંબર પર છે. ફ્રાંસ યુરોપનો ત્રીજો સૌથી વધારે સોનું ધરાવતો દેશ છે. ફ્રાંસના સોનાના રિઝર્વ જથ્થાનું મુલ્ય તેના વિદેશી મુદ્રા ભંડારના 62.9 ટકા છે.
રશિયા સોનાના રિઝર્વ જથ્થામાં 5મા નંબર પર છે. રશિયા પાસે 2335.85 ટન સોનું છે. જે તેના વિદેશી મુદ્રા ભંડારના 20.2 ટકા છે.
છઠ્ઠા નંબર પર ચીન છે. ચીન પાસે 2264.32 ટન રિઝર્વ સોનું છે. જે તેની વિદેશી મુદ્રા ભંડારના 2.9 ટકા છે.
7મા સ્થાન પર સ્વિઝરલેન્ડ છે. સ્વિઝરલેન્ડ પાસે 1040 ટન સોનું છે. જે વિદેશી મુદ્રા ભંડારના છ ટકા છે.
765.2 ટન સોનાના રિઝર્વ ભંડાર સાથે જાપાન વિશ્વમાં આઠમા નંબર પર આવે છે. જે વિદેશી મુદ્રા ભંડારના 2.8 ટકા છે.
જે ક્યારેક સોનાની ચિડિયા કહેવાતુ હતું એવા આપણા ભારતનો નંબર હવે આવે છે. ભારત પાસે 840.76 ટન સોનાનો રિઝર્વ ભંડાર છે.
નેધરલેન્ડસ 10માં નંબર પર છે તેની પાસે 613 ટન સોનું છે. જે તેના કુલ વિદેશી મુદ્રા ભંડારના 68 ટકા છે.