ચંદન ગુપ્તા
Spread the love

તાજેતરમાં જ NIA કોર્ટે કાસગંજ ચંદન ગુપ્તા હત્યા કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. ચંદન ગુપ્તા હત્યા કેસના આરોપીઓને કાયદાકીય અને કૌટુંબિક સહાય પૂરી પાડવા માટે વિદેશી ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. NIAની વિશેષ અદાલતે આ અંગે આદેશ જારી કર્યો છે. જેમાં ન્યૂયોર્ક, લંડન અને ભારતમાંથી ચાલતી એનજીઓના નામ લેવામાં આવ્યા છે.

ચંદન ગુપ્તાના હત્યારાઓને મદદ માટે વિદેશી મુસ્લિમ સંસ્થાઓ પાસેથી આવતું હતું ફંડ

ન્યુયોર્કના એલાયન્સ ફોર જસ્ટીસ એન્ડ એકાઉન્ટેબિલિટી (Alliance for justice and accountability), વોશિંગ્ટન સ્થિત ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (Indian American Muslim council) અને લંડન સ્થિત સાઉથ એશિયા સોલિડેરિટી ગ્રૂપે (South Asia solidarity Group) ચંદન ગુપ્તાના હત્યારાઓને મદદ કરવા માટે ભંડોળ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત 3 ભારતીય એન.જી.ઓ. મુંબઈ સ્થિત એનજીઓ સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (Citizens for justice and Peace), નવી દિલ્હી સ્થિત એનજીઓ પીપલ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (People Union for civil liberties) અને લખનૌ સ્થિત રિહાઈ (Rihai) મંચે આરોપીઓને મદદ કરી હતી.

રિહાઈ મંચના પ્રમુખ મોહમ્મદ શોએબે કહ્યું હતું કે રિહાઈ મંચ પાસે પોતાનું કોઈ ફંડ નથી. રિહાઈ મંચ પાસે કોઈ બેંક ખાતું નથી. રિહાઈ મંચમાં કામ કરતા લોકો પોતાની અથવા તેમના મિત્રો પાસેથી પૈસા લઈને કામ કરે છે.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને રિપોર્ટ મોકલાશે

NIA કોર્ટના આદેશની નકલ ગૃહ મંત્રાલય તેમજ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવશે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આ તમામ એજન્સીઓનું ફંડિંગ ક્યાંથી આવે છે અને તેમનો સામૂહિક ઉદ્દેશ્ય શું છે? આ અંગે ગંભીરતાથી તપાસ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કાસગંજના ચંદન ગુપ્તા હત્યા કેસમાં NIA કોર્ટે 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “કાસગંજના ચંદન ગુપ્તાના હત્યારાઓને મદદ કરવા માટે અમેરિકા અને બ્રિટનમાંથી થયું ફંડિંગ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *