ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશીના (Uttarkashi) ધારાલીમાં (Dharali) વાદળ ફાટવાથી (Cloud Burst) થયેલા વિનાશ બાદ, ચમોલીમાં (Chamoli) પણ આવું જ દ્રશ્ય સામે આવ્યું છે. શુક્રવારે ભારે વરસાદને કારણે ચમોલીના (Chamoli) થરાલીમાં (Tharali) વાદળ ફાટવાની (Cloud Burst) ઘટના બની હતી. આ ઘટનામાં, સગવારા ગામમાં એક યુવતીનું મોત નીપજ્યું હતું અને એક પુરુષ ગુમ થયો હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં કાટમાળ ઘણા ઘરોમાં ઘૂસી ગયો હતો અને વાહનો દટાઈ ગયા હોવાના સમાચાર છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ઉત્તરાખંડ (Uttarakhand) ઉપર નિસર્ગ રીસાઈ ગઈ ચમોલીના (Chamoli) થરાલીથી (Tharali) વાદળ ફાટવાના (Cloud Burst) સમાચાર આવ્યા છે. વાદળ ફાટવાથી (Cloud Burst) થરાલીમાં (Tharali) ભારે વિનાશ થયો છે. કાટમાળ લોકોના ઘરોમાં ઘૂસી ગયો, ઘણા વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા. સાગવારા ગામમાં આ દુર્ઘટનામાં એક યુવતીનું મોત થયું હોવાના તથા એક વ્યક્તિ ગુમ થયાના અહેવાલ છે. SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. થરાલીની (Tharali) સાથે, આસપાસના ગામોમાં પણ વિનાશ સર્જાયો હતો.

મોડી રાત્રે ફાટ્યુ વાદળ (Cloud Burst)
શુક્રવારે ભારે વરસાદ પછી મધ્યરાત્રિએ વાદળ ફાટવાની (Cloud Burst) આ ઘટના બની હતી, જેના પછી અરાજકતા ફેલાઈ ગઈ હતી. રાદિબાગ અને ચેપડોમાં ઘણા વાહનો કાદવ-કીચડ નીચે દટાઈ ગયા હતા. અનેક દુકાનોને પણ નુકસાન થયું હતું. મધ્યરાત્રિએ આવેલી આફતને કારણે લોકો ગભરાઈ ગયા છે. તેઓ પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

થરાલીની આફતના સમાચાર આપ્યા ચમોલી પોલીસે
ચમોલી પોલીસે (Chamoli Police) આ ઘટના અંગે ટ્વિટર પર પોસ્ટ કરી માહિતી આપતા લખ્યું, “ગઈકાલે રાત્રે થરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, થરાલી પોલીસ સ્ટેશને રાત્રે જ તત્પરતા દાખવી અને સ્થાનિક લોકોને ચેતવણી આપી અને તેમને તેમના ઘરમાંથી બહાર કાઢીને સલામત સ્થળોએ પહોંચાડ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિસ્તારમાં અવરજવર બંધ કરી દેવાઈ
વાદળ ફાટવાના (Cloud Burst) કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રસ્તા પર કાટમાળ પડવાથી રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. થરાલી-ગ્વાલડમ રોડ અને થરાલી-સાગવારા રોડ પર ટ્રાફિક ખોરવાઈ ગયો છે. આવી સ્થિતિમાં, વિસ્તારમાં અવરજવર બંધ થઈ ગઈ છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મિંગડેરા નજીક રસ્તા પરથી કાટમાળ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના માટે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) ની ટીમ કામમાં લાગી ગઈ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ચમોલીના (Chamoli) ડીએમ સંદીપ તિવારીએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે ચમોલીના (Chamoli) થરાલી (Tharali) તાલુકામાં વાદળ ફાટવાથી (Cloud Burst) ઘણું નુકસાન થવાની સંભાવના છે. વાદળ ફાટવાના (Cloud Burst)કારણે ઘણો કાટમાળ આવ્યો છે, જેના કારણે એસડીએમ (SDM) નિવાસસ્થાન સહિત ઘણા ઘરોને સંપૂર્ણપણે નુકસાન થયું છે.

SDM નું નિવાસસ્થાન કાદવ-કીચડ નીચે દટાઈ ગયુ છે. SDM નિવાસસ્થાનમાં 3 થી 4 ફૂટ કાદવ-કીચડ ઘૂસી ગયો છે. જેના કારણે ઘણું નુકસાન થયું છે, દિવાલો ચારે બાજુથી તૂટી ગઈ છે.
VIDEO | Uttarakhand: Heavy rainfall since late evening has caused massive destruction in Chamoli district’s Tharali region. A cloudburst late Friday night buried several vehicles under debris in Radibagad and Chepado.
— Press Trust of India (@PTI_News) August 23, 2025
(Full video available on PTI Videos -… pic.twitter.com/NXF9bkcNmw
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિવેક પ્રકાશે જણાવ્યું હતું કે થરાલીમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી આફત માટે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે રાખવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. NDRF અને SDRF ટીમો તૈનાત છે અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘટના પછી અસરગ્રસ્ત વિસ્તારોની હાલત ખૂબ જ ખરાબ છે, જેના વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં વિનાશનું દ્રશ્ય સ્પષ્ટપણે જોઈ શકાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] વાદળ ફાટવાથી (Doda Cloudburst) અસરગ્રસ્ત વિસ્તાર રસ્તાથી સારી રીતે […]