Budget 2025
Spread the love

Budget 2025: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને બજેટ 2025 (Budget 2025) પર પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું છે કે આ બજેટમાં તમિલનાડુની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે.

તમિલનાડુ (Tamil Nadu)ના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને શનિવારે (1 ફેબ્રુઆરી) રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે આ બજેટમાં તમિલનાડુની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે તમિલનાડુના નામનો બજેટમાં એક પણ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને તમામ યોજનાઓ તે ભાજપ શાસિત રાજ્યો માટે પ્રસ્તાવિત કરવામાં આવી હતી જ્યાં ચૂંટણી યોજાવાની છે.

Budget 2025 માં તમિલનાડુની માંગણીઓની અવગણના કરાઈ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાના વિચારો વ્યક્ત કરતા Budget 2025 અંગે એમકે સ્ટાલિને લખ્યું કે તમિલનાડુ રાજ્ય દ્વારા ઘણી માંગણીઓ કરવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેમાંથી એક પણ મંજૂર કરવાની હિંમત દાખવી નથી. સ્ટાલિને લખ્યું, ‘અમારી ઘણી માંગ હતી. કોઈમ્બતુર અને મદુરાઈ મેટ્રો રેલ પ્રોજેક્ટ, હાઈવે અને રેલવે પ્રોજેક્ટ હતા. અમને કેમ કંઈ આપવામાં આવ્યું નથી? તેમને કોણે રોક્યા હતા?’ સ્ટાલિને પૂછ્યું, ‘આર્થિક સર્વેક્ષણથી લઈને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના રેન્કિંગ અને નીતિ આયોગના રિપોર્ટ સુધી, તમિલનાડુ રાજ્યના વખાણ થયા, પરંતુ બજેટમાં તેને કેમ ભૂલી ગયા?’

‘તેને કેન્દ્રીય બજેટ શા માટે કહેવું જોઈએ?’

તમિલનાડુના મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર તરફથી ભંડોળમાં ઘટાડો થવાને કારણે રાજ્ય સરકાર પર બોજ વધી રહ્યો છે. કેન્દ્રએ તમિલનાડુ પર પહેલાથી જ ઘણા નિયંત્રણો લાદી દીધા છે. તેમણે કહ્યું, ‘જો ફંડ અને યોજનાઓ માત્ર એવા રાજ્યો માટે છે જ્યાં ભાજપ અને તેના સહયોગી સત્તામાં છે અથવા જ્યાં ચૂંટણી થવાની છે, તો આવા બજેટને કેન્દ્રીય બજેટ કહેવાની શું જરૂર છે?

સુપરસ્ટાર વિજયે પણ કહ્યું, ‘તમિલનાડુની અવગણના કરવામાં આવી’

દક્ષિણ ભારતના સુપરસ્ટાર અને તમિલગા વેત્રી કઝગમ પાર્ટીના અધ્યક્ષ વિજયને પણ બજેટમાં તમિલનાડુની અવગણના કરવામાં આવી હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને ટેક્સ ફ્રી કરવી એ આવકારદાયક નિર્ણય છે પરંતુ આ બજેટમાં ફરી એકવાર તમિલનાડુને સંપૂર્ણપણે ભૂલી જવામાં આવ્યું છે. પેટ્રોલ-ડીઝલ અને જીએસટી પર કોઈ ટેક્સ ન ઘટાડવો એ પણ નિરાશાજનક છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *