ભાજપના (BJP) નેતાના સમર્થકોએ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) કમિશનર રત્નાકર સાહુ પર જાહેર સુનાવણી દરમિયાન હુમલો કર્યો હતો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઓડિશાની (Odisha) રાજધાની ભુવનેશ્વરમાં, મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) કમિશનર રત્નાકર સાહુ પર જાહેર સુનાવણી દરમિયાન 5 થી 6 લોકોએ હુમલો કર્યો હતો. કમિશનર રત્નાકર સાહુએ હુમલો કરનારા ભાજપના (BJP) નેતાના સમર્થકો હોવાનો આરોપ લગાવ્યો છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ હુમલા બાદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
Odisha Officer Dragged Out Of His Office, Kicked In Face, 3 Arrestedhttps://t.co/nHm7YDILAX
— NDTV (@ndtv) July 1, 2025
NDTV's @SreyashiDey joins @divyawadhwa with more details pic.twitter.com/5CA2xdxTaA
કમિશનરને થપ્પડ અને મુક્કા મારવામાં આવ્યા
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં, મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) કમિશનર રત્નાકર સાહુને જાહેર ફરિયાદ નિવારણ બેઠક દરમિયાન ઓફિસની અંદર કેટલાક યુવાનોએ નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવાનો સાહુને ગાળો આપી રહ્યા છે અને તેને થપ્પડ અને મુક્કા મારી રહ્યા છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભાજપના (BJP) નેતાના સમર્થકોએ હુમલો કર્યાનો આરોપ
સોમવારે જાહેર સુનાવણી દરમિયાન બીએમસી કમિશનર રત્નાકર સાહુ પર લગભગ પાંચથી છ લોકોએ હુમલો કર્યો હતો. કેટલાક લોકો તેમની ચેમ્બરમાં ઘૂસી ગયા હતા અને તેમનો કોલર પણ પકડી લીધો હતો. વીડિયોમાં કેટલાક લોકો કમિશનરને લાત મારતા અને માથા પર પણ હુમલો કરતા જોવા મળે છે.

કમિશનર રત્નાકર સાહુ પર ભાજપ (BJP) નેતા જગન્નાથ પ્રધાનનું અપમાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમના સમર્થકોએ તેમને માર માર્યો હતો. આ જ કારણ છે કે ઓડિશા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એસોસિએશને આ ઘટનાના વિરોધમાં સામૂહિક રજાની જાહેરાત કરી છે. જોકે બાદમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ સામૂહિક રજાનો નિર્ણય રદ્દ કરાયો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કમિશનરે વર્ણવી આપવીતી
બાદમાં, કમિશનર રત્નાકર સાહુએ પોતાની આપવીતી વર્ણવી હતી. તેમણે કહ્યું કે જ્યારે તેઓ જાહેર સુનાવણી કરી રહ્યા હતા, ત્યારે 5 થી 6 લોકો તેમની કેબિનમાં ધસી આવ્યા હતા, તેમને લાગ્યું કે તેઓ ફરિયાદ લઈને આવ્યા હશે. આ દરમિયાન તેમની સાથે એક કાઉન્સિલર પણ હાજર હતા, જેમણે કહ્યું કે તેમણે ભાજપ (BJP) નેતા જગન્નાથ પ્રધાન સાથે ગેરવર્તણૂક કરી હતી. આ વાતચીત દરમિયાન તેઓએ મને માર માર્યો અને જમીન પર ઘસડ્યો હતો. કમિશનરે એમ પણ કહ્યું કે મને માર માર્યા પછી, તે લોકોએ મારું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો