NOP વર્લ્ડ કલ્ચર સ્કોર ઇન્ડેક્સના નવા અભ્યાસ મુજબ ભારતીયો વિશ્વની સૌથી વધુ અભ્યાસ કરતી વસ્તીમાં સામેલ છે. દરેક વ્યક્તિની વસ્તુઓને સમજવાની ક્ષમતા અલગ અલગ હોય છે અને અભ્યાસની વાત આવે ત્યારે અભ્યાસના કલાકો વ્યક્તિની ગ્રહણ ક્ષમતાને વ્યાખ્યાયિત કરતા નથી. UPSC, બેન્કિંગ, JEE, NEET અને અન્ય ભારતની સૌથી અઘરી ગણાતી પરિક્ષાઓ પાસ કરી મોટાભાગના વિદ્યાર્થીઓ કહે છે કે તેઓ પરીક્ષા પાસ કરવા માટે દરરોજ લગભગ 10 થી 12 કલાક અભ્યાસ કરે છે. કેટલાક વિદ્યાર્થીઓ માત્ર દૈનિક ત્રણથી ચાર કલાકનો અભ્યાસ કરીને પણ આ મુશ્કેલ પરીક્ષાઓ પાસ કરવામાં સફળ થયા હોય તેવા દાખલા ઉપલ્બધ છે જોકે તેવા ઉદાહરણો અત્યંત ઓછા જોવા મળે છે.
અભ્યાસના કલાકોની દ્રષ્ટિએ કયા દેશો સૌથી આગળ છે?
ભારત: NOP વર્લ્ડ કલ્ચર સ્કોર ઈન્ડેક્સના મૂલ્યાંકન મુજબ ભારતીય યુવાનો સમગ્ર સૌથી વધુ અભ્યાસ કરતા યુવાનો છે. ભારતમાં યુવાનો માટે અભ્યાસ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારતના યુવાનો સરેરાશ દરરોજ લગભગ 10.42 કલાક અભ્યાસમાં વિતાવે છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.
થાઈલેન્ડ: NOP વર્લ્ડ કલ્ચર સ્કોર ઈન્ડેક્સના મૂલ્યાંકનની યાદીમાં બીજા સ્થાને થાઈલેન્ડના વિદ્યાર્થીઓ છે, થાઈલેન્ડ પ્રવાસન માટે પ્રસિદ્ધ દેશ છે. થાઈલેન્ડના યુવાનો દિવસમાં 9.24 કલાક અભ્યાસમાં વિતાવે છે.
ચીનઃ NOP વર્લ્ડ કલ્ચર સ્કોર ઈન્ડેક્સના મૂલ્યાંકનની યાદીમાં ત્રીજું સ્થાન ઉપર ચીનના યુવાનો છે. ચીનના વિદ્યાર્થીઓ અભ્યાસમાં લગભગ આઠ કલાક ગાળે છે.
ફિલિપાઇન્સઃ સરેરાશ દૈનિક ધોરણે 7.36 કલાક અભ્યાસ કરવામાં વિતાવતા ફિલિપાઈન્સ ચોથા સ્થાન ઉપર છે.
ઈજીપ્તઃ આ યાદીમાં ઈજીપ્ત પાંચમા નંબરે આવે છે. મુસ્લિમ બહુમતી ધરાવતા આ દેશના લોકો અન્ય ખાડી દેશોની સરખામણીએ વધારે કલાકો વિતાવે છે. ઈજિપ્તના લોકો દિવસમાં લગભગ 7.3 કલાક અભ્યાસ પાછળ વિતાવે છે.
કયા દેશોના લોકો અભ્યાસ પાછળ સૌથી ઓછો સમય ફાળવે છે?
ઝેક રિપબ્લિક: યુરોપિયન ખંડનો ઝેક રિપબ્લિક દેશ સૌથી ઓછો અભ્યાસ કરતું રાષ્ટ્ર છે. ચેક રિપબ્લિકમાં સામાન્ય વ્યક્તિ અઠવાડિયાના 07.24 કલાક અભ્યાસમાં વિતાવે છે.
રશિયા: લિયો ટોલ્સ્ટોય અને મેક્સિમ ગોર્કી જેવા વિશ્વ પ્રસિદ્ધ સાહિત્યકારોના દેશ ગણાતા રશિયાના લોકો પોતાના અભ્યાસ પાછલ ઘણો ઓછો સમય ગાળે છે. NOP વર્લ્ડ કલ્ચર સ્કોર ઈન્ડેક્સના મૂલ્યાંકન મુજબ રશિયનો અભ્યાસમાં સપ્તાહમાં માત્ર સાત કલાક અને છ મિનિટ વિતાવે છે.
સ્વિડન: યુરોપનો દેશ સ્વિડન આ યાદીમાં સૌથી ઓછો અભ્યાસ કરતા લોકોના દેશ તરીકે સામેલ છે. સ્વીડિશ લોકો અભ્યાસ માટે અઠવાડિયામાં ફક્ત 6 કલાક 54 મિનિટ વિતાવે છે.
ફ્રાન્સ: NOP વર્લ્ડ કલ્ચર સ્કોર ઈન્ડેક્સના મૂલ્યાંકનની યાદીમાં ફ્રાન્સ નવમા નંબરે આવે છે. ફ્રાન્સના લોકો અઠવાડિયે છ કલાક અને ચોપ્પન મિનિટ અભ્યાસ કરે છે.
હંગેરી: 6.48 કલાકના સરેરાશ સાપ્તાહિક અભ્યાસ સમય સાથે હંગેરી યાદીમાં દસમા ક્રમે છે. સૌથી ઓછું મહેનતુ રાષ્ટ્ર આ છે.
કોરિયા: કોરિયા આ યાદીમાં છેલ્લા સ્થાને છે. કોરિયાના લોકો સપ્તાહમાં સરેરાશ માત્ર 3.06 કલાક અભ્યાસ કરે છે. આ જોતા કોરિયા અભ્યાસ પાછળ સૌથી ઓછો સમય ફાળવતા દેશોમાંનો એક છે.