ભારતીય સેનાએ પેંગોંગ લેકના કિનારે 14,300 ફૂટની ઉંચાઈ પર મહાન યોદ્ધા છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરી છે. આ વિસ્તાર પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની નજીક છે. આર્મીના લેહ સ્થિત 14મી કોર્પ્સે જણાવ્યું હતું કે ભારતીય શાસકની “અતૂટ ભાવના”ની ઉજવણી કરવા માટે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું કારણ કે તેમનો વારસો પ્રેરણા સ્ત્રોત છે.
14મી કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ હિતેશ ભલ્લાના હસ્તે ગુરુવારે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેને ‘ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોર્પ્સે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું કે બહાદુરી, દૂરંદેશી અને અડગ ન્યાયની આ વિશાળ પ્રતિમાનું અનાવરણ લેફ્ટનન્ટ જનરલ હિતેશ ભલ્લા દ્વારા કરવામાં આવ્યું.
SHRI CHHATRAPATI SHIVAJI MAHARAJ STATUE AT PANGONG TSO, LADAKH
— @firefurycorps_IA (@firefurycorps) December 28, 2024
On 26 Dec 2024, a majestic statue of Shri Chhatrapati Shivaji Maharaj was inaugurated on the banks of Pangong Tso at an altitude of 14,300 feet.
The towering symbol of valour, vision and unwavering justice was… pic.twitter.com/PWTVE7ndGX
શિવાજીની પ્રતિમાનું અનાવરણ ભારત અને ચીને ડેમચોક અને ડેપસાંગમાંથી સૈનિકો પાછા ખેંચવાનું પૂર્ણ કર્યાના અઠવાડિયા પછી આવ્યું છે. 21 ઓક્ટોબરના રોજ થયેલા કરાર બાદ બંને પક્ષોએ બાકીના બે સંઘર્ષ સ્થળો પરથી સૈનિકો પાછા હટાવવાનું પૂર્ણ કર્યું હતું.
પૂર્વી લદ્દાખ સરહદ પર 5 મે, 2020 ના રોજ પેંગોંગ સરોવર વિસ્તારમાં હિંસક અથડામણ પછી મડાગાંઠ શરૂ થઈ હતી. સૈન્ય અને રાજદ્વારી સ્તરે ઘણી વાટાઘાટો પછી, બંને પક્ષોએ 2021 માં પેંગોંગ તળાવના ઉત્તરી અને દક્ષિણ કાંઠે સૈનિકો પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.