- ચીનમાંથી આવતા પીઈ અને વીસી માં ધરખમ ઘટાડો
- લદ્દાખ સરહદ પર અને આર્થિક ક્ષેત્રે ભારતનો ચીન પર બેવડો પ્રહાર
- સરહદ પારથી આવતા રોકોણો સામે એપ્રિલ મહિનામાં નિયમ બનાવ્યો હતો
ચીન ઉપર ભારતનો બેવડો પ્રહાર
ચીન ભારત વચ્ચેની લદ્દાખ સરહદે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત દ્વારા ચીનને સરહદે તથા આર્થિક સ્તરે પ્રહાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. સૈનિક દ્રષ્ટિએ તથા હિમાલયના અત્યંત ઠંડા વાતાવરણમાં ટકી રહેવાની ક્ષમતા બાબતે ભારતીય સૈન્ય ચીન કરતા વધારે બળવાન જણાય છે ત્યારે ચીન ઉપર આર્થિક ક્ષેત્રે ફટકો પહોંચાડવાના પગલાંનું પરિણામ દેખાવા લાગ્યું છે. ચીન તથા હોંગકોંગમાંથી આવતા પીઈ ( PE Private Equity ) અને (VC Venture Capital ) માં ધરખમ ઘટાડો થયો છે.
ચીને હાડોહાડ ભારત વિરોધી કમાન્ડરને કેમ હટાવ્યા ?
ચીનમાંથી આવતા પીઈ અને વીસી માં ધરખમ ઘટાડો
2020 કેલેન્ડર વર્ષમાં ચીન અને હોંગકોંગમાંથી આવતા પીઈ અને વીસી માં ધરખમ ઘટાડો થયો છે. વર્ષ 2019 માં આવેલા 3.40 અબજ ડોલરની સામે કેલેન્ડર વર્ષ 2020 માં આ બંને દેશોમાંથી આવેલા પીઈ ( PE Private Equity ) અને (VC Venture Capital ) નો આંકડો 95.92 કરોડ ડોલર રહ્યો છે. આંકડા જોઈએ તો ચીન તથા હોંગકોંગમાંથી આવતા રોકાણમાં 70% કરતાં વધુ એવો ધરખમ ઘટાડો નોંધાયો છે. ચીનમાંથી આવતા રોકાણમાં લગભગ 65% જ્યારે હોંગકોંગમાં થી આવતા રોકાણમાં આશરે 75% જેટલું ઘટીને અનુક્રમે 37.70 કરોડ ડોલર અને 57.50 કરોડ ડોલર રહ્યું છે.
શા માટે અમેરિકાએ ચીન વિરોધી ક્લિન નેટવર્ક પ્રોગ્રામ બનાવ્યો ?
સરહદી દેશોમાંથી આવતા રોકાણ ઉપર સરકારે નવો નિયમ બનાવ્યો
કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે વિશ્વના અનેક દેશોના અર્થતંત્રને જબરદસ્ત ફટકો પડયો છે. કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન વૈશ્વિક શેરબજારોમાં કડાકો બોલાયો હતો ત્યારે ચીન દ્વારા ઘણા દેશોની કંપનીઓમાં રોકાણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ જે તે કંપનીના મેનેજમેન્ટ અધિકાર પ્રાપ્ત કરવાનો હોઈ શકે એવી વિશ્વના ઘણા દેશોને શંકા પડતા ફ્રાંસ, બ્રીટન, જર્મની, ઑસ્ટ્રેલિયા, સ્પેન, અમેરિકા જેવા દેશો દ્વારા ચીનમાંથી આવતા રોકાણ ઉપર લગામ કસતા નિયમો લાગુ કર્યા હતા. ભારત સરકારે પણ એપ્રિલ મહિનામાં ભારત સાથે સરહદથી જોડાયેલા દેશોમાંથી આવતા રોકાણો ઉપર લગામ લગાવતો નિયમ બનાવ્યો હતો. જે નિયમ અંતર્ગત ભારત સાથે સરહદથી જોડાયેલા દેશોમાંથી આવનારા રોકાણો સરકારી રસ્તે કરવાના રહે છે. ભારતમાં ફાયદાધારક માલિકો જે સરહદી દેશોમાં નિવાસ કરતા હોય તથા જે તે દેશના નાગરિક પણ હોય એવા લોકોને આ નિયમ હેઠળ સમાવી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં આવતા ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ અને ફાઈનાન્સ સેક્ટરમાં રોકાણ કરવામાં ચીન રસ ધરાવે છે અને રોકાણ પણ કરતું આવ્યું હતું.
કઈ આધુનિક સ્વદેશી મલ્ટી બેરલ રોકેટ લોંચર સિસ્ટમ ભારતે ચીન સરહદે ગોઠવી