Police
Spread the love

આસામ પોલીસની (Police) સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) છેલ્લા બે વર્ષમાં ઘણી સફળ કામગીરીને કારણે ચર્ચામાં છે. 2008માં બનાવવામાં આવેલ આ વિશેષ એકમ શરૂઆતના વર્ષોમાં બહુ સક્રિય નહોતું પરંતુ હવે બે વર્ષમાં તે મજબૂત ‘સ્ટ્રાઈક ફોર્સ’ તરીકે ઉભરી આવ્યું છે.

આસામ પોલીસની (Police) એસટીએફની કામગીરીની સફળતાનો દર ઝડપથી વધ્યો છે. એસટીએફ દ્વારા ઓક્ટોબર 2008થી ફેબ્રુઆરી 2023 દરમિયાન માત્ર 111 ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા જેની તુલનામાં વર્ષ 2023-2024માં 254 સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા, ધરપકડની સંખ્યા પણ ચાર ગણી વધીને 482 થઈ ગઈ છે.

આસામ પોલીસની (Police) STF ના દોઢસોથી વધુ સફળ ઓપરેશન

માર્ચ 2023 થી ડિસેમ્બર 2024 ની વચ્ચે, આસામ પોલીસની (Police) STF એ 152 ઓપરેશન હાથ ધર્યા હતા, જેમાં 13 કિલોથી વધુ હેરોઈન, લગભગ 4,000 કિલો ગાંજો અને હજારો સાયકોટ્રોપિક ટેબલેટ જપ્ત કરવામાં આવી હતી. STFએ આ દરમિયાન આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનો સામેની કાર્યવાહી વધારી છે.

માર્ચ 2023 અને ડિસેમ્બર 2024 ની વચ્ચે, ISIS, ULFA અને માઓવાદી જૂથોના 21 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત વન્યજીવોની દાણચોરી, નકલી ચલણ અને સોનાની દાણચોરીના કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હાથીદાંત, ગેંડાના શિંગડા અને 20 કિલો નકલી સોનું મળી આવ્યું હતું. આ સિવાય 63.88 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

આસામ પોલીસની (Police) STF એ બર્મીઝ સોપારી અને તમાકુ ઉત્પાદનોની ગેરકાયદેસર દાણચોરી પર પણ સખત કાર્યવાહી કરી હતી, આ કાર્યવાહી દરમિયાન 57000 કિલો સોપારી અને 2.2 લાખ તમાકુના પેકેટો જપ્ત કરવામાં આવ્યા હતા. તેના પર 5.71 કરોડ રૂપિયાનો ટેક્સ પેનલ્ટી લગાવવામાં આવી હતી.

આસામ એસટીએફે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ 18 લોકોને ઝડપી પાડ્યા હતા જેમાં બાંગ્લાદેશ અને મ્યાનમારથી ઘૂસણખોરી કરનારા લોકો પણ સામેલ હતા. સ્પેશિયલ ડીજીપી હરમીત સિંહે કહ્યું, ‘ભારતને નુકસાન પહોંચાડનારા પાડોશી દેશોમાંથી જ આવશે. કાશ્મીર હોય કે પંજાબ, દુશ્મનનો રસ્તો પડોશી દેશોમાંથી જ પસાર થશે.

તાજેતરમાં જ આસામ પોલીસની (Police) STFએ એક મોટી કાર્યવાહી કરતા બાંગ્લાદેશી જૂથના સ્લીપર સેલનો પર્દાફાશ કર્યો હતો. વરિષ્ઠ IPS અધિકારી પાર્થ સારથી મહંતના નેતૃત્વ હેઠળ આસામ STFએ તાજેતરમાં અલ-કાયદા ઇન ધ ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) ના સહયોગી અન્સારુલ્લા બાંગ્લા ટીમ (ABT) ના સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ મોડ્યુલ તાજેતરમાં પૂર્વ ભારતમાં આતંકવાદી હુમલાઓ માટે સક્રિય કરવામાં આવ્યા હતા. અન્સારુલ્લા બાંગ્લા ટીમ (ABT) ગ્રુપ બાંગ્લાદેશમાં સ્થિત છે અને ભારત વિરોધી ગતિવિધિઓ ચલાવી રહ્યું હતુ.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *