ભારતીય નૌકાદળ
Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (15 જાન્યુઆરી) મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌકાદળના ત્રણ મહત્વપૂર્ણ યુદ્ધ જહાજો દેશને સમર્પિત કરશે. સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત આ યુદ્ધ જહાજો INS સુરત, INS નીલગીરી અને INS વાઘશીર ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ યુદ્ધ જહાજોનું સમર્પણ એ ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક તાકાત વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

ભારતીય નૌકાદળને મળશે INS સુરત

INS સુરત એ ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 15B હેઠળ બનાવવામાં આવેલ ચોથું અને છેલ્લું સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે. 7 નવેમ્બર 2019 ના રોજ INS સુરતના નિર્માણનો આરંભ કરાયો હતો અને 17 મે 2022 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજમાં અદ્યતન રડાર સિસ્ટમ અને સ્ટીલ્થ ફિચર્સ છે જે તેને દુશ્મન પર છુપાઈને હુમલો કરવાની ક્ષમતા આપે છે.

INS સુરત 7,400 ટનના ડિસપ્લેસમેન્ટની સાથે 164 મીટર લંબાઈ ધરાવે છે અને મિસાઈલથી લઈને ટોર્પિડોઝ સુધીના તમામ પ્રકારના શસ્ત્રોથી સજ્જ કરવામાં આવ્યું છે. તેની ‘કમ્બાઈન્ડ ગેસ એન્ડ ગેસ’ (COGAG) પ્રોપલ્શન સિસ્ટમ સાથે આ જહાજ 30 knots (56 km/h)ની ઝડપે દોડી શકે છે.

ભારતીય નૌકાદળનું પ્રથમ સ્ટીલ્થ ફ્રિગેટ: INS નીલગિરી

INS નીલગિરી એ ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 17A હેઠળનું પ્રથમ સ્ટીલ્થ ફ્રિગેટ છે જે દરિયાઈ સુરક્ષાને નવી દિશા આપશે. તેને 28 ડિસેમ્બર 2017 ના રોજ સ્થપિત કરવામાં આવ્યું હતું અને 28 સપ્ટેમ્બર 2019 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. INS નીલગિરી 6,670 ટન વજન અને 149 મીટર લંબાઈ ધરાવતી મારકણી સ્ટીલ્થ ફ્રિગેટ છે.

INS નીલગીરીને દુશ્મનની નજરથી બચી શકે તે માટે ખાસ કરીને રડાર સિગ્નેચર ઘટાડવા માટે બનાવવામાં આવ્યું છે. આ જહાજ સમુદ્રમાં સ્થિત વિવિધ જોખમોનો સામનો કરવામાં સક્ષમ હશે કારણ કે તેમાં સુપરસોનિક સપાટીથી સપાટી અને મધ્યમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલો તૈનાત કરવામાં અવેલા છે.

INS વાઘશીર: સ્કોર્પિન-ક્લાસની છઠ્ઠી સબમરીન

INS વાઘશિર એ ભારતીય નૌકાદળના સ્કોર્પિન-ક્લાસ પ્રોજેક્ટ 75 હેઠળ નિર્માણ કરવામાં આવેલી છઠ્ઠી અને છેલ્લી ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન છે. તે દુશ્મન વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના અવાજ વિના તેનું મિશન પાર પાડી શકે તે માટે ખાસ કરીને છુપી રહીને તેના ટાર્ગેટ વીંધી શકે માટે તૈયાર કરવામાં આવી છે.

INS વાઘશીર વાયર-ગાઇડેડ ટોર્પિડોઝ, એન્ટિ-શિપ મિસાઇલ અને અદ્યતન સોનાર સિસ્ટમથી સજ્જ 67 મીટર લાંબી અને 1,550 ટનની સબમરીન છે. ભવિષ્યમાં તેમાં એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) ટેક્નોલોજી ઉમેરવાની સંભાવના છે જે તેની ક્ષમતામાં વધુ વધારો કરશે.

મહિલા અધિકારીઓ માટે વિશેષ સુવિધાઓ

આ યુદ્ધ જહાજો અને સબમરીનમાં મહિલા અધિકારીઓ અને ખલાસીઓ માટે વિશેષ સુવિધાઓ બનાવવામાં આવી છે. ભારતીય નૌકાદળમાં સમાનતાને પ્રોત્સાહન આપવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. આ પગલું ભારતીય નૌકાદળમાં મહિલાઓની ભાગીદારીને પણ પ્રોત્સાહિત કરે છે.

આઈએનએસ સુરત, આઈએનએસ નીલગીરી અને આઈએનએસ વાઘશીરના સામેલ થવાથી ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક તાકાતમાં નોંધપાત્ર વધારો થશે. આ યુદ્ધજહાજો અને સબમરીન ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ તો કરશે જ પરંતુ સાથે સાથે વૈશ્વિક સ્તરે ભારતીય નૌકાદળની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “ભારતીય નૌકાદળની વધશે શક્તિ !ઈન્ડિયન નેવીને આજે મળશે સાયલન્ટ કિલર સહિત 3 બ્રહ્માસ્ત્રો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *