જયપ્રકાશ નારાયણના (Jayaprakash Narayan) નેતૃત્વમાં “સિંહાસન ખાલી કરો કે જનતા આતી હૈ..” ના નારા સાથે દેશભરમાં વિરોધનો જુવાળ અને બીજી બાજુ કોર્ટનો નિર્ણય. લોકતંત્ર અને ન્યાયતંત્રમાં વિશ્વાસ હોત તો શ્રીમતી ગાંધી રાજીનામુ આપી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરુ પાડી શક્યા હોત. પરંતુ એમણે સત્તા અને સંસ્કાર વચ્ચે સત્તા પસંદ કરી.
- જપન વિજય
50 Years of Emergency: મહાભારતના યુદ્ધમાં અત્ર તત્ર સર્વત્ર ભગવાન શ્રીકૃષ્ણ જ હતા, સમગ્ર વાહિક પ્રદેશમાં ચેતના જગાવી સમગ્ર ભારતને એક છત્ર નીચે લાવી યવનો સમેત વિદેશીઓને ભારત ભૂમિથી દૂર રાખવાના અભિયાનમાં આચાર્ય ચાણક્ય કેન્દ્રમાં હતા અને ભારતમાં શ્રીમતી ગાંધી (Indira Gandhi) અને કોંગ્રેસે (Congress) સંવિધાનને (Constitution) ટૂંપો દઈ કટોકટી (Emergency) લગાવી એની સામેના આંદોલનની કરોડરજ્જુ કહો કે ચેતાતંત્ર ગણો એ હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS).
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આ કોઈ સરખામણી નથી. ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત વિષ્ણુના અવતાર હતા. સર્જન અને વિસર્જનએ બંનેના ઉત્સર્જગ પણ એ સ્વયં જ હતા, તો ચાણક્યનું રાષ્ટ્ર નિર્માણનું કાર્યએ શિક્ષકનું સામર્થ્ય અને સમ્રાટો નિર્માણ કરવાની શક્તિનું એક શ્રેષ્ઠ ઉદાહરણ હતું અને સંઘનો (RSS) કટોકટી સામેનો સંઘર્ષ એ વ્યક્તિ નિર્માણથી સંગઠિત સમાજ થઈને રાષ્ટ્ર નિર્માણનો એક નિર્ધારિત પથ, અને એ પથનો ટેસ્ટિંગ પોઈન્ટ હતો. આ ત્રણેય ઘટનાઓને એક સાથે મૂકવાનો એક આશય એ વાતને લોકોના ધ્યાન પર લાવવાનો પણ છે કે મા ભારતી પોતાના સંતાનોની રક્ષા માટે ભગવાનને જન્મ લેવા બાધ્ય કરે છે, મહાપુરુષોને જન્મ આપે છે તો ક્યારેક સમાજમાં જ એક સજ્જન શક્તિનું નિર્માણ કરે છે.

શ્રીમતી ઈન્દિરા ગાંધીએ (Indira Gandhi) સત્તા અને સંસ્કાર વચ્ચે સત્તા પસંદ કરી
26 જૂન 1975 સ્વતંત્ર ભારત ના ઈતિહાસનો એ કાળો દિવસ. ભ્રષ્ટાચારમાં ગળાબૂડ કોંગ્રેસી શાસન, દેશભરમાં એનો થઈ રહેલો વિરોધ અને ઓછામાં પૂરું ઈલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયના (Allahabad High Court) ન્યાયમૂર્તિ જગમોહનલાલ સિંહાનો ચૂંટણીમાં સરકારી મશીનરીનો પોતાની તરફેણમાં ઉપયોગ કરવાના આરોપને તથ્યોના આધારે સ્વીકૃતિ આપી ઈન્દિરા ગાંધીની (Indira Gandhi) ચૂંટણીને રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય. જયપ્રકાશ નારાયણના (Jayaprakash Narayan) નેતૃત્વમાં “સિંહાસન ખાલી કરો કે જનતા આતી હૈ..” ના નારા સાથે દેશભરમાં વિરોધનો જુવાળ અને બીજી બાજુ કોર્ટનો નિર્ણય. લોકતંત્ર અને ન્યાયતંત્રમાં વિશ્વાસ હોત તો શ્રીમતી ગાંધી રાજીનામુ આપી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરુ પાડી શક્યા હોત. પરંતુ એમણે સત્તા અને સંસ્કાર વચ્ચે સત્તા પસંદ કરી. અડધી રાત્રે ફકરુદ્દીનઅલી એહમદની સહી કરાવી 26 જૂન 1975 ના દિવસે દેશના નાગરિકોના તમામ મૂળભૂત અધિકારો ખતમ કરી દીધા.

કટોકટી (Emergency) વિરુદ્ધ સંઘની (RSS) કાર્યપદ્ધતિ બની વ્યૂહરચના અને સફળતાની યંત્રણા
કટોકટી (Emergency) જાહેર કર્યા ને ચોથા દિવસે જ એટલે 30મી જૂને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) તત્કાલીન સરસંઘચાલક (Sarsanghchalak) બાળાસાહેબ દેવરસની (Balasaheb Deoras) ધરપકડ થઈ. કદાચ શ્રીમતી ગાંધી અને સંજય ગાંધીને એવો અંદાજ હશે કે સંઘના (RSS) સર્વોચ્ય નેતાને પકડી લઈશું એટલે સંઘ (RSS) કટોકટી (Emergency) સામે ઝઝૂમી નહીં શકે. પરંતુ સંઘની (RSS) કાર્યપદ્ધતિ અને વિકેન્દ્રિત નેતૃત્વને કારણે બન્યુ ઊલટુ જ. સંઘની સંગઠનાત્મક રચના, દેશભરમાં ફેલાયેલી શાખાઓ, ગૃહસ્થ અને પ્રચારક કાર્યકર્તાઓ આ બધું મળીને એક એવું સ્થિતિસ્થાપક નેટવર્ક સરકારના પ્રહારોનો સામનો કરી આંદોલન માટે સફળ વ્યૂહ રચના બનાવવાનું અને એ વ્યૂહ રચનાને સફળ બનવાનું એક આખુ યંત્ર બની ગયું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જનતા અને મીડિયા વચ્ચેનો સેતુ બન્યો સંઘ
કટોકટીમાં (Emergency) સૌથી મોટો અને ક્રૂર પ્રહાર મિડિયા પર થયો હતો. વર્તમાન પત્રોના છાપખાનાઓની વીજળી કાપી લેવામાં આવતી હતી. વર્તમાન પત્રોમાં શું શું છપાય છે એનો એક એક અક્ષર સરકારના અધિકારીઓને બતાવવો પડતો હતો. કટોકટી (Emergency) સમયે સરકારની દમનકારી નીતિઓ, આંદોલનની ઘટનાઓ અને લોક જાગરણના વિષયોને લઈને ભૂગર્ભ પત્રિકાઓ શરૂ કરવામાં આવી. આ પ્રકારની પત્રિકાઓ માટે સમાચાર એકત્ર કરવા, એને ભૂગર્ભ પત્રિકાઓમાં છાપવા અને એ પછી સરકારની કુટીલ બાજ નજરથી બચાવી અને લોકો સુધી આવી પત્રિકાઓ પહોંચાડવી, એ આખીયે પ્રક્રિયાના દરેક હિસ્સામાં સંઘના સ્વયંસેવકો જોડાયેલા હતા.

અનેક પત્ર-પત્રિકાઓનું પ્રકાશન અને વિતરણ કર્યું સંઘના સ્વયંસેવકોએ
દિલ્હીથી ‘સત્ય સમાચાર’ પ્રકાશિત થવા લાગ્યું. યરવડા જેલમાં જ ભીકુ ઈદાતે, પ્રકાશ જાવડેકર અને સુધીર જોગલેકર વગેરેએ મળીને ‘નિર્ભય’ નામે હસ્તલિખિત છાપુ ચલાવ્યુ. ગુજરાતમાં ‘જનતા છાપુ’ નામે ભૂગર્ભ પત્રિકા શરૂ કરાઈ જેમાં સમાચાર સંકલન, પ્રકાશન અને લોકો સુધી પહોંચાડવાની આખીયે યોજના સંઘના સ્વયંસેવકો એ જ નિભાવી હતી. લખનઉથી પાંચજન્ય, બેંગલોરથી લોક વાણી, પ્રજાવાણી, કર્ણાટકના ધારવાડથી અર્થ વિકાસ, મેંગલોરથી દિવ્યવાણી, ગુજરાતમાંથી સાધના. વગેરે પ્રકાશનો સંઘના (RSS) સ્વયંસેવકોના સીધા પ્રયાસોમાં કે પછી જે તે પ્રકાશનો માટે સમાચારો અને સંકલનથી લઈને લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થામાં સંઘના સ્વયંસેવકો કાર્યરત હતા.

ગુજરાતમાં ‘સાધના’ એ રંગ રાખ્યો
ગુજરાતમાં ‘સાધના’ (Sadhana) એ રંગ રાખ્યો હતો. સાધનાના તત્કાલીન તંત્રી વિષ્ણુભાઈ પંડ્યાના સંયોજક પદ હેઠળ ગુજરાતના દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક અને માસિક પત્ર – પત્રિકાના તંત્રીઓનું સંમેલન થયું જેમાં કટોકટીના વિરોધમાં ભાષણો થયા અને અખબારી સંકલન સમિતિની રચના પણ થઈ. વિદેશી અખબારોને પણ કટોકટીના (Emergency) સમાચાર પહોંચાડવામાં સ્વયંસેવકોએ સફળ યોજનાઓ બનાવી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સંઘે બનાવેલી લોક સંઘર્ષ સમિતિએ ખોલ્યો કટોકટી (Emergency) વિરુદ્ધ પ્રચંડ મોરચો
કટોકટીની (Emergency) વિરુદ્ધમાં થઈ રહેલા આંદોલનોમાં વિવિધ વિચારધારા ધરાવતા નેતાઓ અને સંગઠનો ભાગ લઈ રહ્યા હતા. આ બધા વચ્ચે સંકલન કરવું તેમજ સંદેશા વ્યવહાર સાચવવો, આંદોલનની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા ફંડ ફાળો ઊભો કરવો એ બધા કામમાં પણ સંઘના (RSS) સ્વયંસેવકો અગ્રેસર હતા. ખાસ કરીને જે કાર્યકર્તાઓ કે નેતાઓ જેલમાં હતા એમના પરિવારની ચિંતા કરવી, એમનું જીવન નિર્વાહ સહજ રીતે ચાલે એની આખી યોજના સંઘના (RSS) સ્વયંસેવકો એ કરી હતી. સંઘે (RSS) કટોકટી (Emergency) સામે લડવા કોઈ અલગ સંગઠન કે બેનર ઊભું નહીં કર્યું પરંતુ લોક સંઘર્ષ સમિતિના (Lok Sangharsh Samiti) માધ્યમથી વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનો સાથે મળીને એક પ્રચંડ મોરચો બનાવ્યો.

જયપ્રકાશ નારાયણે આંદોલનની બાગડોર સંઘના પ્રચારક નાનજી દેશમુખને સોંપી
લોકનાયક જયપ્રકાશ નારાયણની (Jayaprakash Narayan) ધરપકડ થઈ ત્યારે એમણે આંદોલનની બાગડોર સંઘના (RSS) પ્રચારક નાનજી દેશમુખને (Nanaji Deshmukh) સોંપી હતી, નાનજી લોકસંઘર્ષ સમિતિના (Lok Sangharsh Samiti) સચિવ પણ રહ્યા હતા. સંઘના (RSS) વરિષ્ઠ પ્રચારક દત્તોપંત થેંગડીએ (Dattopant Thengadi) સંદેશ વ્યવહારનું સંકલન જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી તો સરકાર્યવાહ માધવરાવ મૂળેની આંદોલનની શરૂઆતમાં ગુપ્ત બેઠકો અને વિરોધ પ્રદર્શનના આયોજનોમાં મહત્વની ભૂમિકા રહી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વપૂર્ણ ભૂમિકા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ સમયે સંઘના યુવા પ્રચારક હતા. ગુજરાતમાં ભૂગર્ભ પ્રવૃતિઓના એ કેન્દ્રમાં હતા. અખિલ ભારતીય નેતાઓના પ્રવાસ અને નિવાસની વ્યવસ્થા ઉપરાંત કટોકટીની (Emergency) વિરુદ્ધનું સાહિત્ય છાપવું અને લોકો સુધી પહોંચાડવું એ આખી વ્યવસ્થા પણ એમના માર્ગદર્શનમાં ચાલતી હતી. એમના ચહેરા પર ઘેરી કાળી દાઢી હતી એનો લાભ લઈ શીખ પાઘડી પહેરી પોલીસને બહુ સરળતાથી નરેન્દ્રભાઈ છેતરતા હતા.

સંઘના પદાધિકારીઓ માર્ગદર્શન કરશે તો જ પદ સંભાળીશ
સંઘના સ્વયંસેવકો આખાયે આંદોલનના કેન્દ્રમાં હતા એનું એક ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે જયપ્રકાશ નારાયણની ધરપકડ થશે એવું લાગ્યું ત્યારે એમણે લોક સંઘર્ષ સમિતિનું (Lok Sangharsh Samiti) નેતૃત્વ સંઘના (RSS) વરિષ્ઠ પ્રચારક અને જનસંઘના (Jansangh) નેતા નાનજી દેશમુખને (Nanaji Deshmukh) સોંપ્યું. જયપ્રકાશ નારાયણના (Jayaprakash Narayan) આ નિર્ણયને વિવિધ વિચારધારા લઈને ચાલતા બધા લોકોએ સહર્ષ વધાવી લીધો હતો.
#आपातकाल #Emergency1975
— Vishwa Samvad Kendra (@vskgujarat) June 24, 2025
भारतीय लोकतंत्र का काला अध्याय – 25 जून 1975
पूरा देश तानाशाही की गिरफ्त में आ गया पर समय सदा एक सा नहीं रहता। संघ द्वारा भूमिगत रूप से किये जा रहे प्रयास रंग लाने लगे। आपातकाल के विरुद्ध हुए सत्याग्रह में एक लाख से अधिक स्वयंसेवकों ने गिरफ्तारी दी। pic.twitter.com/obk348B4Xw
જ્યારે નાનજીની ધરપકડ થઈ ત્યારે જનસંઘના (Jansangh) નેતા અને પ્રચારક સુંદરસિંહ ભંડારીને (Sunder Singh Bhandari) નેતૃત્વ સોંપાયું પરંતુ સંઘ (RSS) અને જનસંઘના (Jansangh) આગ્રહથી એ પદ સંસ્થા કોંગ્રેસના (Congress Organization) રવિન્દ્ર વર્માને (Ravindra Verma) સોંપાયું ત્યારે રવિન્દ્ર વર્માએ પદ સંભાળતા પહેલ એક શરત રાખી હતી કે સંઘના (RSS) પદાધિકારીઓ એમનું માર્ગદર્શન કરશે તો જ તેઓ આ પદ સંભાળશે. સંઘના (RSS) પદાધિકારીઓએ એ વાત સ્વીકારી એ પછી રવિન્દ્ર વર્માએ પદ સંભાળ્યું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

લાખો સ્વયંસેવકોને બંદી બનાવાયા અનેક સામે લગાવાઈ મીસાની કલમો
દેશભરમાં જેટલા પણ સત્યાગ્રહો થયા એ બધામાં સ્વયંસેવકોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. કટોકટી (Emergency) હટાવવાની, લોકતંત્રની પુનઃસ્થાપના, પ્રેસ પરની સેન્સરશીપ હટાવવાની અને ધરપકડ કરાયેલા નેતાઓને મુક્ત કરવાની સાથે સંઘ (RSS) પરનો પ્રતિબંધ હટાવવાની માગણી સાથે સંઘના સ્વયંસેવકો એ સત્યાગ્રહ કર્યા હતા. દેશભરમાં લગભગ 1,25,000 જેટલા લોકો કટોકટીનો (Emergency) વિરોધ કરવા કેદ થયા હતા એમાંથી લગભગ 1,00,000 જેટલા સંઘના સ્વયંસેવકો હતા, એટલું જ નહીં લગભગ 30,000 જેટલા મીસા અંતર્ગત થયેલા કેસોમાં 25,000 કેસો સંઘના સ્વયંસેવકો પર થયા હતા.

જયપ્રકાશ નારાયણે પુછ્યું ‘સંઘ આયુ એટલે શુ?’
જયપ્રકાશ નારાયણની ઉપસ્થિતમાં ચાલી રહેલી એક બેઠકમાં બધા કાર્યકર્તાઓ પોતપોતાનો પરિચય આપી રહ્યા હતા એમાં સંઘ આયુ એ શબ્દ સામાન્ય રીતે બધાના પરિચયમાં આવતો હતો. કોઈની સંઘ આયુ પંદર વર્ષ, કોઈની પચીસ વર્ષ તો કોઈની ચાલીસ વર્ષ હતી. જે પી એ આશ્ચર્ય સાથે સંઘ આયુ એ શું એ પૂછ્યું ત્યારે એમના ધ્યાનમાં આવ્યું કે જેટલી સંઘ આયુ છે એટલા વર્ષથી જે તે કાર્યકર્તાઓ સંઘનું કાર્ય કરી રહ્યા હતા. દેશ માટે કોઈપણ જાતની વ્યક્તિગત અપેક્ષા વગર સાતત્યપૂર્ણ રીતે વર્ષો સુધી એકધારી રીતે કામ કરતા સ્વયંસેવકોને જોઈને એમને આનંદ સાથે આશ્ચર્ય પણ થયું હતું.
ગોઠવાયેલા પગરખાને વેરવિખેર કરી દેવામાં આવતા
કાર્યકરોના આપસમાં પારિવારિક સંબધો દૃઢ અને આત્મીય હોવાને કારણે બેઠકોમાં એકબીજાના ઘરે જતા અને ઘરના અન્ય સભ્યો સાથે સહજ વાતચીત કરતા, કોઈ મામા, કોઈ કાકા તો કોઈ દાદા.. જાણે ઘરના જ સભ્યો હોય એમ આવ-જા થતી હોવાથી આઈ.બી. અને સીઆઈડીના લોકો પણ થાપ ખાઈ જતા. સંઘની બેઠક હોય તો પગરખા એક લાઈનમાં જ ગોઠવાયા હોય એ સિલસિલો આજે પણ ચાલતો આવ્યો છે પરંતુ કટોકટીના સમયે સરકાર અને પોલીસને ચકમો આપવા એક લાઈનમાં ગોઠવાયેલા પગરખાને વેરવિખેર કરી દેવામાં આવતા હતા.

કટોકટીના (Emergency) માસ્ટર માઈન્ડની મંશા
કટોકટી (Emergency) સામેના આંદોલનનું નેપથ્યમાં રહીને સફળ સંચાલન કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) જેવું સંગઠન બનાવવાની જાહેરાત કટોકટીનું (Emergency) માસ્ટર માઈન્ડ ગણાતા સંજય ગાંધીએ (Sanjay Gandhi) કરી હતી. એ વાત અલગ છે કે સંજય ગાંધી (Sanjay Gandhi) એમના એ વિચારને અમલમાં નહીં લાવી શક્યા કેમ કે એના માટે શિસ્ત, સમર્પણ અને રાષ્ટ્રભક્તિનું યોગ્ય મિશ્રણ આવશ્યક હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કટોકટી (Emergency) વિરુદ્ધ આંદોલનની કરોડરજ્જુ કહો કે ચેતાતંત્ર તે હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
કટોકટી (Emergency) સામેના આંદોલનમાં સંઘના (RSS) સ્વયંસેવકોએ કટોકટીને (Emergency) કોર્ટમાં પડકારી, પ્રેસ સેસરશીપને પણ કોર્ટમાં પડકારી, ભૂગર્ભ પત્રિકાઓ ચલાવી, સંદેશાવ્યવહાર અને અખિલ ભારતીય નેતાઓના નિવાસ અને પ્રવાસની વ્યવસ્થા પણ સાંભળી અને કટોકટી (Emergency) સામેના દરેક સત્યાગ્રહમાં મોટી સંખ્યામાં ભાગ લઈને એક અભૂતપૂર્વ આંદોલન ઊભું કર્યું. પ્રચંડ જનવિરોધને કારણે શ્રીમતી ઈન્દિરા ગાંધીએ (Indira Gandhi) 21 માર્ચ 1977ના દિવસે કટોકટી (Emergency) હટાવી લીધી. સંવિધાનને બચાવવા થયેલા દેશવ્યાપી ચાલેલા કટોકટી (Emergency) સામેના આખાયે આંદોલનની કરોડરજ્જુ કહો કે ચેતાતંત્ર કહો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) જ હતો.
- જપન વિજય
[…] ન હતી, ન્યાયતંત્ર લકવાગ્રસ્ત હતું તે કટોકટી (Emergency) દરમિયાન ઉમેરવામાં આવ્યા હતા. હું […]