Spread the love

  • સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન કાળાપાણીની સજા તરીકે ઓળખાતી જેલ
  • આંદામાન ટાપુ ઉપર આવેલી સૌથી સુરક્ષિત જેલ
  • જેલમાં સ્વતંત્રતા સેનાનીઓ ઉપર અમાનવીય અત્યાચારો કરવામાં આવતા

આ સેલ્યુલર જેલ આજે પણ સ્વતંત્રતા સેનાની ઉપર થયેલા અત્યાચારોની મૂક સાક્ષી તરીકે આપણી માટે મેસેજ આપી રહી છે. જેલનું બાંધકામ 1897માં શરૂ થયું અને 1906થી કેદીઓ પુરવાની શરૂઆત થઇ તેમાં  698 જેટલી કોટડીઓ હારબંધ સાત વિભાગમાં ગોઠવાયેલી છે. દરેક કોટડીની લંબાઈ 15 ફૂટ અને પહોળાઈ 8 ફૂટ છે. અને પાછળની દિવાલ પર દસ ફૂટ થી ઉંચે નાની સળિયાવાળી બારી મૂકેલી છે. એક કોટડી / સેલમાં પુરાયેલો કેદી તેની બાજુમાં પુરાયેલા સાથે વાત પણ કરી શકતો નહીં. દરેક સેલમાં એક જ કેદીને પુરવામાં આવતો તે મહિનાઓ કે વર્ષો સુધી એકાંતવાસને કારણે કેદી પાગલ જેવો બની જતો, જોકે આટલું જ પુરતુ નથી પણ જે કેદીઓને આકરી સજા થતી, ઘણીવાર સિપાહીઓની ક્રુરતા હદ વટાવી જતી અને કેદીઓનું મૃત્યુ થતું. એવા તો અસંખ્ય આજીવન કેદીઓના આ જેલમાં મરણ થયા છે. તેથી જ્યારે આ જેલને યાદ કરીએ છીએ ત્યારે સ્વતંત્રતાનો એક કાળો અધ્યાય આંખો સમક્ષ તરી આવે છે. આજે આપણને જે સ્વતંત્રતા મળી છે તેની પાછળ કેટલા એ નામી-અનામી સેનાનીઓએ તેમનો જીવ આપ્યો છે અને તેમણે આઝાદી માટે લોહી વહેવડાવ્યું છે. કેટલાયે દીકરાઓ, પિતાઓ, ભાઈઓએ તેમનું બલિદાન આપી શહીદી વહોરી લીધી છે. આજ સેલ્યુલર જેલમાં વીર સાવરકરે બે વાર પચ્ચીસ – પચ્ચીસ વર્ષની સજા કાપી છે. આજે પણ તેમની યાદમાં કોટડી નંબર 234માં તેમની તસવીર મૂકવામાં આવી છે. એમની સાથેના ઘણા યોદ્ધાઓએ અહીં નિર્દય અત્યાચાર સહન કર્યો છે. આ જગ્યા તેમની યાદ અપાવવા પુરતી છે, તેમની શહાદતને આ દેશ કદી ભૂલશે નહીં.

  • વિલ્સન સોલંકી
  • લખ્યા તારીખ : 15/08/2021

Spread the love