– મોહેનજો-દડો પરના બૌદ્ધ મંદિરના ખંડેરોમાં મળ્યો ખજાનો
– ખજાનો 2000 વર્ષ પુરાતન હોવાનો અંદાજ
– કુષાણ સામ્રાજ્યના સમયનો ખજાનો
પાકિસ્તાનમાં આર્કિયોલોજીસ્ટ્સની ટીમને ખોદકામ દરમિયાન મોહેનજો-દડો પર બનેલા બૌદ્ધ સ્તૂપના ખંડેરોમાંથી 2000 વર્ષ જૂના સિક્કાઓનો એક અત્યંત દુર્લભ ખજાનો મળી આવ્યો છે. મળી આવેલા તાંબાના સિક્કાઓ કુષાણ સામ્રાજ્યના સમયના જણાવવામાં આવી રહ્યુ છે. આર્કિયોલોજીસ્ટ શેખ જાવેદ અલી સૈયદના જણાવ્યા મુજબ ‘ડીજી આર્કિયોલોજી સિંધ મન્સૂર અહેમદ કનાસરોના નિર્દેશન હેઠળ અને ડાયરેક્ટર મોહેંજો-દરો સૈયદ શાકિર અલી શાહની દેખરેખ હેઠળ રચાયેલી એક ટીમે તાજેતરમાં ડિવિનિટી સ્ટ્રીટ પરના રૂમ નંબર 29-Aમાંથી ટેરાકોટાના બાઉલમાં સેંકડો સિક્કા શોધી કાઢ્યા હતા.”
મળી આવેલા કુષાણ કાલીન આ સિક્કાનો રંગ લીલો છે, કારણકે હવાના સંપર્કમાં આવવાથી તાંબુ ખરાબ થઈ જાય છે. સદીઓથી દબાયેલા હોવાના કારણે સિક્કા એક બીજા સાથે સજ્જડ રીતે ચોંટી ગયા છે. જેનું વજન લગભગ 5.5 કિલો છે, પરંતુ કેટલાક સિક્કાઓ અલગથી મળી આવ્યા છે. સિંધીએ કહ્યું કે મળી આવેલા સિક્કાઓની સંખ્યા કદાચ 1,000 થી 1,500 છે. તેમણે કહ્યું કે, ભંડારના કેટલાક બહારના સિક્કામાં એક ખડી આકૃતિ છે, જેના વિશે રિસર્ચર્સનું માનવું છે કે આ સંભવતઃ કુષાણ રાજાની હોય શકે છે. સિંધીએ કહ્યું કે આ પહેલા 1922 થી 1931 દરમિયાન આર.ડી. બેનરજી, બ્રિટિશ પુરાતત્વવિદ સર જોન માર્શલ અને અર્નેસ્ટ મેકે દ્વારા ઉત્ખનન કરતી વખતે 4,348 તાંબાના સિક્કાઓ મળી આવ્યા હતા. ત્યારબાદ આ પ્રથમ વખત આ સાઈટ પરના સ્તૂપના ખંડેરમાંથી ખોદવામાં આવેલી પ્રથમ કલાકૃતિ છે.
સોઈલ એન્ડ વૉટર લેબોરેટરીના ઈન્ચાર્જ રૂસ્તમ ભુટ્ટોએ જણાવ્યુ હતુ કે એક બીજા સાથે સજ્જડ રીતે ચોંટી ગયેલા સિક્કાઓને છુટા પાડવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. સિક્કાઓ ઉપર છાપેલા આંકડા અને આકૃતિ સ્પષ્ટ રીતે જોઈ શકાય એવી સફાઈ કરતા લગભગ એક મહિના જેટલો સમય લાગી શકે છે.
આર્કિયોલોજી મોહેંજો દડોના નિયામક ડૉ. સૈયદ શાકિર ખાનના જણાવ્યા મુજબ, આ સિક્કાઓ કુષાણ સમયગાળાના હોવાની સંભાવના વધારે છે. જોકે તેની ઉપરની આકૃતિઓ, અને લખાણ સ્પષ્ટ થાય ત્યારે વિશેષ સંશોધન કરીને ચોક્કસ સમયગાળો નકકી કરી શકાય. સિક્કાઓની અઘરી અને કુશળતા માંગી લેતી સાવધાનીપૂર્વકની સફાઈ થયા બાદ તેના પર સંશોધન કરીને સિક્કાઓ મોહેંજો દડો મ્યુઝિયમમાં પ્રવાસીઓ પ્રદર્શિત કરવામાં આવશે.
આર્કિયોલોજીસ્ટ અને ગાઈડ શેખ જાવેદ અલી સિંધીએ જણાવ્યું, ‘લગભગ 1600 વર્ષ બાદ મોહેન-જો-દડો’ના પતન બાદ તેના ખંડેરો પર સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યુ હોવાનું કહેવાય છે.’
શેખ જાવેદ અલી સિંધી પણ તે ટીમનો ભાગ હતો જેણે મોહેં-જો-દડો ખાતે દિવાલ ધરાશાયી થયા બાદ ખોદકામ દરમિયાન સિક્કાઓનો ભંડાર મળી આવ્યો હતો. ખોદકામ દરમિયાન મોહેન-જો-દડો સ્થળ પર આર્કિયોલોજી ડિરેક્ટર સૈયદ શાકિર શાહના નેતૃત્વમાં કર્યુ હતું. સિંધીએ કહ્યું, સિક્કાને હવે આર્કિયોલોજીકલ લેબોરેટરીમાં સાવધાનીપૂર્વક સાફ કરવામાં આવશે.