ઝારખંડ (Jharkhand) ના ભૂસ્તરશાસ્ત્રીઓ માટે સારા સમાચાર છે. અહીં 145 મિલિયન વર્ષ જુનો ખજાનો વૈજ્ઞાનિકોના હાથમાં આવ્યો છે. વૈજ્ઞાનિકોની વાત માનીએ તો તેમની ટીમે ઝારખંડના (Jharkhand) બરમાસીયા ગામમાં એક વિશાળ વૃક્ષના અવશેષોની ઓળખ કરી છે. આ જીવાશ્મો પરથી ઘણી મહત્વની માહિતી મેળવી શકાય છે.
ભૂસ્તરશાસ્ત્રી ડો.રણજીત કુમાર સિંહ અને ફોરેસ્ટ રેન્જર રામચંદ્ર પાસવાને આ અંગે માહિતી આપી હતી. ભૂસ્તરશાસ્ત્રીઓએ આપેલી જાણકારી મુજબ ઝારખંડ (Jharkhand) માં ભૂસ્તરશાસ્ત્રીઓને એક અનોખો ‘ખજાનો’ મળી આવ્યો છે, જે લગભગ 145 મિલિયન વર્ષ જૂનો હોવાની સંભાવના છે. તેમણે કહ્યું કે મંગળવારે પાકુર જિલ્લાના બરમાસિયા ગામમાં એક મહત્વપૂર્ણ શોધ સામે આવી છે. આ અગામમાંથી એક પેટ્રિફાઇડ અશ્મિ મળી આવ્યો છે.
पाकुड़ में हुई करोड़ों साल पुराने जीवाश्म की खोज…भू विज्ञानी डॉ. रंजीत कुमार सिंह ने किया क्षेत्र का दौरा #Jharkhand #JharkhandNews pic.twitter.com/JWX2Mof3CK
— Zee Bihar Jharkhand (@ZeeBiharNews) February 27, 2025
ઝરખંડ (Jharkhand) માં મળ્યા કરોડો વર્ષ જુના જીવાશ્મ
ટીમે એક વિશાળ વૃક્ષના અશ્મિભૂત અવશેષોની ઓળખ કરી છે જે 10 થી 145 મિલિયન વર્ષો પહેલાના હોઈ શકે છે. આ શોધ માત્ર વૈજ્ઞાનિકો માટે જ મહત્વની નથી, પરંતુ સ્થાનિક સમુદાય માટે પણ ગર્વની વાત છે, કારણ કે તે વિસ્તારના પ્રાચીન કુદરતી વારસાને ઉજાગર કરે છે. આ જીવાશ્મ જૈવિક ઈતિહાસને સમજવામાં મહત્વનું યોગદાન આપી શકે છે.
ડૉ.સિંઘે કહ્યું કે આ ક્ષેત્રમાં વધુ સંશોધનની આવશ્યકતા છે જેથી કરીને અશ્મિની ચોક્કસ ઉંમર અને તેના પર્યાવરણીય સંદર્ભને સમજી શકાય. ભવિષ્યની પેઢીઓ પણ આ મહત્વના વારસાનો અભ્યાસ અને કદર કરી શકે તે માટે આ વિસ્તારને સાચવવો જોઈએ તેવું પણ તેમણે સૂચન કર્યું હતું.

આ શોધથી શું ફાયદો થઈ શકે?
ફોરેસ્ટ રેન્જર રામચંદ્ર પાસવાને સ્થાનિક સમુદાયને અપીલ કરી છે કે તેઓ વિસ્તારની સુરક્ષામાં સહકાર આપે અને આ મહત્વપૂર્ણ સ્થળને નુકસાન પહોંચાડતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી બચાવે. તેમણે એમ પણ કહ્યું કે આ શોધ આ વિસ્તારમાં પ્રવાસનને વેગ આપી શકે છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને ફાયદો થશે.
આ શોધ બાદ ભૂસ્તરશાસ્ત્રીઓ અને પ્રકૃતિ, પર્યાવરણ (Environment) સંશોધકો અને અન્યોએ વધુ મહત્વની માહિતી એકત્ર કરી શકાય અને આ વિસ્તારની ભૂસ્તરીય પ્રવૃત્તિ, પર્યાવરણ સંરક્ષણ, જૈવવૈવિધ્ય અને ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસને સાચવી શકાય તે માટે આ વિસ્તારનો વિગતવાર સર્વેક્ષણ અભ્યાસ હાથ ધરવાની યોજન બનાવી છે.

આસપાસના ખડકોથી સંપૂર્ણપણે અલગ
ડૉ. રણજીત કુમાર સિંહ માને છે કે પાકુર જિલ્લો પેટ્રિફાઇડ અવશેષોથી સમૃદ્ધ છે. તેમણે જણાવ્યું કે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સમજમાં રસ ધરાવતા સામાન્ય લોકોએ આ વિસ્તારને જાળવવાની અને સુરક્ષિત કરવાની સખત જરૂર છે. આ સંદર્ભે, ઝારખંડ વન વિભાગના વિભાગીય વન અધિકારી મનીષ તિવારી સાથે જમીન વારસા વિકાસ યોજનાનો પ્રસ્તાવ મુકવામાં આવશે.
સ્થાનિક ગ્રામજનો, પ્રશાસકો, વન વિભાગ, ઝારખંડ (Jharkhand) રાજ્યના ઇકોટુરિઝમ સાથે વાતચીત કરવામાં આવી હતી અને આ વિસ્તારમાં એક અલગ જિયોપાર્ક કેવી રીતે વિકસાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.