- વિશ્વમાં આશરે 117 કંપનીઓ કે સંસ્થાઓ કોવિડ 19 ની વેક્સિન શોધવા પ્રયત્ન કરી રહી છે
- બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકા તથા ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા ચાલી રહ્યું છે સંશોધન
- સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા ઓક્સફોર્ડ યુનિવર્સિટી તથા એસ્ટ્રાઝેનેકાના લાયસન્સ હેઠળ ભારતમાં કરી રહી છે સંશોધન
ભારતમાં કોવિડ 19 ની રસીનુ પરીક્ષણ બીજા ત્રીજા તબક્કામાં
અસ્ત્રાઝેનેકા તથા બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ભારતીય લાયસન્સ ધારક કંપની સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા ભારતમાં કોવિડ 19 ની વેક્સિનના પરીક્ષણના બીજા/ત્રીજા તબક્કામાં પહોંચી ચુકી છે.
પ્રાથમિક પરીક્ષણોના પરિણામ
ભારતીય કંપની દ્વારા ભારતમાં કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણો સફળ રહ્યા છે એવું જાણવા મળ્યું છે. ક્લિનિકલ પરીક્ષણ અસરકારક તથા સલામત જણાયા છે.
ક્યાં, કોની ઉપર થયા પરીક્ષણો ?
ભારતમાં કુલ મળીને 17 સાઈટ્સ પર 1600 જેટલા પુખ્તવયના વોલન્ટીયર્સ ઉપર પરીક્ષણો કરવામાં આવ્યા હતા. દિલ્હીની AIIMS તથ ICMR ના ગોરખપુર સ્થિત સંશોધન કેન્દ્ર, આંધ્ર મેડિકલ કોલેજ, વિશાખાપટ્ટનમ, શેઠ જી. એસ. મેડીકલ કોલેજ એન્ડ કેઈએમ હોસ્પિટલ, મુંબઈ, AIIMS જોધપુર, રાજેન્દ્ર મેમોરિયલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, પટણા, ઈન્સ્ટીટ્યુટ ઓફ કોમ્યુનિટી મેડિસન, ચેન્નાઈ, વગેરે સ્થળોએ પરીક્ષણો કરવામાં આવ્યા હતા.
વોલન્ટીયર્સની પસંદગી
કોવિડ 19ની વેક્સિન ના પરીક્ષણ માટે વોલન્ટીયર્સની ચોક્કસ યોગ્યતા નક્કી કરવામાં આવી છે. આ યોગ્યતા અનુસાર વોલન્ટીયર 18 વર્ષ કે તેનાથીથી વધુ ઉંમરના તંદુરસ્ત હોવા જોઈએ જેમનો કોવિડ 19 કે અન્ય કોઈ ગંભીર બિમારી થયેલી હોવી જોઈએ નહીં.
કેવી રીતે કરાયા પરીક્ષણો
1600 પુખ્તવયના સહભાગીઓને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતા એક ભાગમાં 400 સહભાગી અને બીજા ભાગમાં 1200 સહભાગીનો સમાવેશ થતો હતો. આ સહભાગીમાંથી કેટલાકને Covishileld નો ડોઝ આપવામાં આવ્યો તો કેટલાકને Placebo નો ત્યારબાદ પરિણામોની ચકાસણી કરવામાં આવી. આ વોલન્ટીયર્સને પ્રસ્તાવિત વેક્સિનના 28 દિવસના અંતરે બે ડોઝ આપવામાં આવ્યા હતા.
ક્યારે બજારમાં આવી શકે છે કોવિડ 19 વેક્સિન

સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના આદર પુનાવાલાના જણાવ્યા અનુસાર જો વેક્સિનના પરીક્ષણો સફળ રહ્યા તો મોટાભાગે ડિસેમ્બર ’20 સુધીમાં ભારતમાં આ વેક્સિન જેનું નામ Covishileld હોઈ શકે છે તે ઉપલબ્ધ કરાવવામાં આવશે.