Emergency
Spread the love

કટોકટીની (50 years of Emergency) 50મી વર્ષગાંઠ બુધવારે સમગ્ર દેશમાં મનાવવામાં આવશે. કટોકટી (Emergency) દરમિયાન નાગરિક સુવિધાઓ સ્થગિત કરવામાં આવી હતી અને હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો વિપક્ષી નેતાઓ હતા. આ લોકોમાં બે મહારાણીઓ પણ હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈન્દિરા ગાંધીની સરકારે 25 જૂન 1975 ના રોજ દેશમાં કટોકટી (Emergency) જાહેર કરી હતી. આ કટોકટી (Emergency) માર્ચ 1977 સુધી ચાલી હતી. કટોકટી (Emergency) દરમિયાન સરકારે નાગરિકોની સ્વતંત્રતા પર કાપ મૂકીને પ્રેસ પર સેન્સરશીપ લાદી દીધી હતી. કટોકટીના (Emergency) આ 21 મહિનામાં સરકારે હજારો નેતાઓની ધરપકડ કરી હતી અને જેલમાં ધકેલી દીધા હતા. ઈન્દિરા ગાંધીની સરકારે ધરપકડ કરેલાઓમાં બે મહારાણીઓ પણ હતા. કટોકટી દરમિયાન કયા બે મહારાણીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ક્યારે મુક્ત કરવામાં આવ્યા હતા?

કટોકટી (Emergency) વખતે મહારાણી ગાયત્રી દેવીની ધરપકડ

ભારતીય રાજકારણમાં ઈન્દિરા ગાંધી અને રાજસ્થાનના જયપુર રાજવી પરિવારના મહારાણી ગાયત્રી દેવી વચ્ચેની દુશ્મનાવટ પ્રખ્યાત છે. આ સ્થિતિમાં કટોકટીની (Emergency) ઘોષણા પછી જયપુર રાજવી પરિવારને સરકારના લક્ષ્ય પર આવી ગયો. સરકારી અધિકારીઓએ આ પરિવારના મહેલો પર દરોડા પાડવાનું શરૂ કરી દીધું હતું. તે સમયે ગાયત્રી દેવી સંસદ સભ્ય હતા. તેઓ સ્વતંત્ર પાર્ટી નામનો રાજકીય પક્ષ ચલાવતા હતા.

દેશમાં જ્યારે કટોકટી (Emergency) લાદવામાં આવી ત્યારે મહારાણી ગાયત્રીદેવી મુંબઈમાં સારવાર લઈ રહ્યા હતા. 30 જુલાઈ 1975ના રોજ તેઓ જેવા દિલ્હી પહોંચ્યા કે તરત જ પોલીસે તેમની વિદેશી હૂંડિયામણ અને દાણચોરી વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરી લીધી. તેમની સાથે તેમના પુત્ર ભવાની સિંહની પણ પોલીસે ધરપકડ કરી લીધી. પોલીસે આરોપ લગાવ્યો હતો કે તેમની વિદેશ યાત્રામાંથી કેટલાક ડોલરનો તેમણે કોઈ હિસાબ આપ્યો નહોતો. માતા અને પુત્રને દિલ્હીની પ્રખ્યાત કે કુખ્યાત તિહાર જેલમાં રાખવામાં આવ્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાજમાતા વિજયારાજે સિંધિયાની ધરપકડ

3 સપ્ટેમ્બર 1975ના રોજ ગ્વાલિયર રાજવી પરિવારના રાજમાતા વિજય રાજે સિંધિયાની ધરપકડ કરવામાં આવી અને તેમને તિહાર જેલમાં લાવવામાં આવ્યા હતા. જેલ સત્તાવાળાઓએ શરૂઆતમાં બંને મહારાણીઓને એક જ રૂમમાં રાખવાનું વિચાર્યું પરંતુ ગાયત્રી દેવીને આ વાતની જાણ થતાં જ તેમણે વિરોધ શરૂ કરી દીધો. તેમણે કહ્યું કે આનાથી તેમની ગોપનીયતા પર અસર પડશે અને બંનેની આદતો અલગ અલગ છે. જેલ અધિકારીઓએ તેમની અપીલ સ્વીકારી લીધી. વિજયરાજે સિંધિયાને તિહારના બીજા સેલમાં રાખવામાં આવ્યા. ગાયત્રી દેવીના પુત્ર ભવાની સિંહને આવા જ એક ઓરડામાં રાખવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે ભવાની સિંહ ‘મહાવીર ચક્ર’થી સન્માનિત સૈનિક હતા.

રાજમાતા અને મહારાણીનો ઓરડો

ગાયત્રી દેવીએ તેમની આત્મકથા ‘ધ પ્રિન્સેસ રિમેમ્બર્સ’ માં પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે, “મને યોગ માટે મારા ઓરડામાં થોડી જગ્યાની આવશ્યકતા હતી. મને રાત્રે વાંચવાની અને સંગીત સાંભળવાની પણ ટેવ હતી. અમારા બંનેની ટેવો જુદી-જુદી હતી. તે (વિજયરાજે સિંધિયા) પોતાનો મોટાભાગનો સમય પ્રાર્થનામાં વિતાવતા હતા.”

મહારાણી ગાયત્રી દેવીના પુત્ર જગત તિહાર જેલમાં તેમને ઈંગ્લેન્ડથી વોગ અને ટેટલર મેગેઝિન મોકલતા હતા. તે પોતાનો સમય તેને વાંચીને પસાર કરતા હતા. કેટલાક લોકોએ તેમને રેડિયો સેટ પણ મોકલ્યો હતો જેની ઉપર તેઓ સમાચાર સાંભળતા હતા. પરંતુ રાજમહેલમાં રહેતા ગાયત્રી દેવી જેલના અન્ય બંદીઓથી અંતર રાખતા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગાયત્રી દેવીએ પોતાની અને પોતાના પુત્રની મુક્તિ માટે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને પત્ર લખ્યો જેમાં તેમણે દેશના ભલા માટે પ્રધાનમંત્રી અને તેમના કાર્યક્રમોને સમર્થન આપવાની ખાતરી આપી હતી. આ સાથે તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનું પણ વચન આપ્યું હતું. તેમને 11 જાન્યુઆરી, 1976 ના રોજ મુક્ત કરવામાં આવ્યા. તેમણે તિહારમાં કુલ 156 રાત વિતાવી હતી.

રાજમાતા વિજયરાજે સિંધિયાએ કર્યું વર્ણન

કટોકટી (Emergency) દરમિયાન રાજમાતા વિજયરાજે સિંધિયાની પણ આર્થિક ગુનાની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સરકારે તેમના બેંક ખાતા સીલ કરી દીધા હતા. સિંધિયાએ તેમની આત્મકથા ‘પ્રિન્સેસ’ માં લખ્યું છે કે જ્યારે તેઓ તિહાર પહોંચ્યા ત્યારે જયપુરના મહારાણી ગાયત્રી દેવીએ તેમનું સ્વાગત કર્યું. આ પછી, તેમણે રાજમાતાને જેલમાં થતી અસુવિધાઓ વિશે માહિતી આપી.

વિજયરાજે સિંધિયાએ તેમના પુસ્તકમાં લખ્યું છે, “ઓરડામાં હંમેશા દુર્ગંધ આવતી હતી. જમતી વખતે, અમે બણમણતી માખીઓને ભગાડવા માટે અમારા એક હાથનો ઉપયોગ કરતા હતા. રાત્રે માખીઓ સૂઈ જતી હતી ત્યારે મચ્છર અને અન્ય જંતુઓએ તેમનું સ્થાન લીધું હતું. પહેલા મહિના સુધી મને કોઈને મળવાની મંજૂરી નહોતી. મારી દીકરીઓને ખબર પણ નહોતી કે મને કઈ જેલમાં રાખવામાં આવી છે. રાત્રે, મારા ઓરડામાં ફક્ત એક જ લાઈટ રહેતી હતી જેના બલ્બમાં શેડ નહોતો.”

વિજયરાજે સિંધિયા જેલમાં હતા ત્યારે બીમાર પડી ગયા હતા અને તેમને સારવાર માટે દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને એક પ્રાઈવેટ ઓરડામાં રાખવામાં આવ્યા હતા. તેમની સુરક્ષા માટે રૂમની બહાર એક સંત્રી બેસી રહેતો હતો. તેમને કોઈને પણ મળવા દેવામાં આવતા નહોતા. હોસ્પિટલમાં તેમને કહેવામાં આવ્યું હતું કે સ્વાસ્થ્યના કારણોસર તેમને પેરોલ પર મુક્ત કરવામાં આવી રહ્યા છે. જ્યારે તેમને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમની ત્રણ પુત્રીઓ તેમને લેવા માટે જેલના દરવાજા પર ઉભી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “કટોકટીના (Emergency) 50 વર્ષ: જ્યારે બે મહારાણીઓની કરવામાં આવી હતી ધરપકડ, બંનેને તિહારમાંથી કેવી રીતે મુક્ત કરવામાં આવેલા?”
  1. […] 50 Years of Emergency: મહાભારતના યુદ્ધમાં અત્ર તત્ર સર્વત્ર ભગવાન શ્રીકૃષ્ણ જ હતા, સમગ્ર વાહિક પ્રદેશમાં ચેતના જગાવી સમગ્ર ભારતને એક છત્ર નીચે લાવી યવનો સમેત વિદેશીઓને ભારત ભૂમિથી દૂર રાખવાના અભિયાનમાં આચાર્ય ચાણક્ય કેન્દ્રમાં હતા અને ભારતમાં શ્રીમતી ગાંધી (Indira Gandhi) અને કોંગ્રેસે (Congress) સંવિધાનને (Constitution) ટૂંપો દઈ કટોકટી (Emergency) લગાવી એની સામેના આંદોલનની કરોડરજ્જુ કહો કે ચેતાતંત્ર ગણો એ હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS). […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *