આ ઘટનાનો વાયરલ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના જાલૌનમાં એક સરકારી ડૉક્ટરે શરદી-ખાંસીથી પીડિત બાળકને સિગરેટ પીવડાવી. વાયરલ વીડિયોમાં (Viral Video) ડૉક્ટર બાળકને સિગરેટ પીવાની રીત શિખવાડી રહ્યો છે. આ ઘટના પછી ચીફ મેડિકલ ઓફિસરે (CMO) ડોક્ટરને મુખ્યાલય સાથે અટેચ કરી દીધા છે અને મામલાની તપાસના આદેશ આપ્યા છે.

ઉત્તર પ્રદેશના જાલૌનમાં એક પરેશાન કરનારી ઘટના બની છે. અહી એક સરકારી ડૉક્ટર ડૉ. સુરેશ ચંદ્ર એક બાળક જે શરદી-ખાંસી પીડિત છે તેને સારવારના નામ પર સિગરેટ પીવડાવી દીધી હતી. ડૉક્ટર એટલેથી જ ન અટકતા નાનકડો બાળક સિગરેટના કશ લગાવતા નહોતું આવડતું જેથી તે નહોતો પી રહ્યો તો ડૉ. સુરેશ ચંદ્રએ પોતે સિગરેટનો એક કશ લગાવીને બાળકને શિખવાડ્યુ હતું. લગભગ 15 દિવસ પહેલાની આ ઘટનાનો હવે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાળક દર્દીને સિગરેટ પીવડાવતા વાયરલ વીડિયો (Viral Video) પર એક્શન લેતા ચીફ મેડિકલ ઓફિસરે (CMO) જાલૌને ડોક્ટરોને મુખ્યાલય સાથે અટેચ કરી દીધો અને આ સંબંધમાં આગળની કાર્યવાહી માટે એક રિપોર્ટ શાસનને મોકલી આપી છે.

શું છે વાયરલ વિડીયોની (Viral Video) ઘટના?
મામલો ઉત્તર પ્રદેશ જાલૌનના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર કુઠૌંદનો છે. મળતી માહિતી મુજબ લગભગ 15 દિવસ પહેલા અહી ગોઠવાયેલા કેમ્પમાં ડૉક્ટર સુરેશ ચંદ્ર ફરી રહ્યા હતા ત્યારે તેમણે શરદી-ખાંસીથી પીડિત એક 4 વર્ષના બાળકને જોયો હતો. બાળકને જોઈને ડૉક્ટર સુરેશ ચંદ્ર બાળકની સાથે વાત કરવા લાગ્યા હતા અને બાળકને શરદી ઠીક થવાનો ઉપાય સમજાવતા ખિસ્સામાંથી સિગરેટ કાઢી અને તેને પીવા માટે કહેવા લાગ્યા હતા, ડૉક્ટર એટલે જ ન અટકતા સિગરેટ પોતે જ લાઈટરથી સળગાવી હતી. હજુ આગળ વધુ આંચકાજનક બાબત એ દેખાઈ કે બાળક સિગરેટનો ધુમાડો ખેંચી ન શકતા ડૉક્ટરે પોતે જ એક કશ લગાવીને જાણે બાળકને સિગરેટના કશ લેવાનું બતાવ્યુ.
जालौन: सरकारी डॉक्टर ने जुकाम पीड़ित बच्चे को सिगरेट पिलाया
— News24 (@news24tvchannel) April 16, 2025
◆ CMO ने डॉक्टर को मुख्यालय से अटैच कर दिया है#Jalaun | #UttarPradesh | #viralvideo pic.twitter.com/9PU6YIGzQ0
ડૉક્ટર જોકે આચંકા જ આપવા બેઠા હોય તેમ જણાતુ હતું, તેમણે આગળ બાળકને કહ્યુ કે આજ માટે આટલુ જ, આગળની ટ્રેનિંગ કાલે આપીશ. જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે ઘટનાસ્થળ પર ઉપસ્થિત કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો જેમાં વિડીયોની સાથે સાથે ડૉક્ટર બાળકને શું કહી રહ્યા છે તે વાતચીત પણ રેકોર્ડ થઈ ગઈ હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ (Viral Video) થતા જ સ્વાસ્થ્ય વિભાગમાં આંચકો લાગી ગયો હતો અને જાલૌનના ચીફ મેડિકલ ઓફિસરે (CMO) ડૉ. નરેન્દ્ર દેવ શર્માએ તત્કાળ પગલા લેતા ડોક્ટરને મુખ્યાલય સાથે અટેચ કરી દીધો છે.

સીએમઓએ ડૉ. સુરેશ ચંદ્ર વિરુદ્ધ વિભાગીય તપાસ બેસાડી અને તેમના વિરુદ્ધ શાસનને રિપોર્ટ મોકલી આપ્યો હોવાનું જાણવા મળે છે. સીએમઓએ જણાવ્યુ કે વિભાગીય તપાસની રિપોર્ટના આધાર પર મામલાની આગળની કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે સગીર બાળકો માટે ધૂમ્રપાન પ્રતિબંધિત છે. તેમના દ્વારા પાન-પડીકી, તમાકુ વગેરે ઉત્પાદોના વેચાણ અને સંગ્રહ પર પણ પ્રતિબંધિત છે. તેમ છતા એક ડૉક્ટર દ્વારા બાળકને સિગરેટ પીવડાવવાથી લોકો હેરાન છે.