- છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1510 કેસ નોંધાયા
- નવા કેસ સાથે ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત કેસોની સંખ્યા 2 લાખને આંબી ગયો
- 1286 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં કોરોનાને હરાવીને સાજા થયા
ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 2 લાખને પાર પહોંચ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1510 કેસ નોંધાયા છે. આ કેસની સંખ્યા ઉમેરતાં ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત કેસોની સંખ્યા 2,00,409 એ પહોંચી છે. રાજ્યમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા 2 લાખને વટાવી ગઈ છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 1286 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. રાજ્યમાં કુલ સાજા થયેલા કેસનો આંકડો 1,82,473 એ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 14044 છે જેમાંથી 94 દર્દીઓ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે જ્યારે 13950 કેસો સ્ટેબલ છે. રાજ્યમાં 16 દર્દીઓએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
રાજ્યના 4 મોટા શહેરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ
રાજ્યના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટ કોર્પોરેશનની સ્થિતિ અનુક્રમે આ મુજબ છે. અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 323 કેસ નોંધાયા છે જ્યારે 336 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે તથા 12 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. સુરત કોર્પોરેશનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 219 કેસ નોંધાયા છે જ્યારે 187 લોકોએ કોરોનાને હરાવીને પુન: સ્વસ્થતા પ્રાપ્ત કરી છે તથા આજે સુરત કોર્પોરેશનમાં 3 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. વડોદરા કોર્પોરેશનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 141 કેસ નોંધાયા છે જ્યારે 63 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 83 કેસ નોંધાયા છે જ્યારે 96 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાના 1 દર્દીનું મૃત્યુ આજે બોટાદમાં થયું છે.
રાજ્યમાં કુલ કોરોના ટેસ્ટ તથા હોમ ક્વોરંટીન
રાજ્યના જુદા જુદા જીલ્લાઓ અને શહેરોમાં મળીને કુલ 4,93,337 વ્યક્તિઓને હોમ ક્વોરંટીન કરવામાં આવ્યા છે જેમાંથી 107 વ્યક્તિઓને ફેસિલીટી ક્વોરંટીનમાં રાખવામાં આવ્યા છે અને 4,93,230 વ્યક્તિઓને હોમ ક્વોરંટીન રાખવામાં આવ્યા છે. આજે રાજ્યમાં કુલ 84,625 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 1301.92 ટેસ્ટ પ્રતિ મિલિયન વસ્તી થવા જાય છે.
સમગ્ર રાજ્યમાં જુદા જુદા જીલ્લાઓ તથા શહેરોમાં કોરોનાના કેસની સ્થિતિ આ મુજબ છે.