- આવતીકાલથી અમદાવાદમાં રાત્રે 9 થી સવારે 6 સુધી કરફ્યુ લદાયો
- કોરોના સંક્રમણના કેસો વધતા લેવાયો નિર્ણય
- કોઈપણ પ્રકારની અફવાથી દોરવાઈ જવું નહીં.
- કોવિડ 19 પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવું. માસ્ક પહેરો
અમદાવાદમાં વધેલા કેસોને જોતા રાત્રી કરફ્યુ લદાયો
અમદાવાદમાં તહેવારોની સિઝનમાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થતા આજે શહેરમાં આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવાની ઘોષણા કરવામાં આવી છે. અચાનક કોરોના સંક્રમિત કેસોમાં વધારો થતા આ નિર્ણય લેવાયો છે.
શહેરમાં કોરોનાના દર્દીઓ માટે સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ
ઓફિસિયલ જાણકારી અનુસાર અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે પર્યાપ્ત બેડ ઉપલબ્ધ છે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ નિયંત્રણ માટે સ્પેશિયલ ડ્યુટી પર નિમાયેલા એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે શહેરની હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે રાખવામાં આવેલી 40% જેટલી બેડ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સત્તાવાળાઓ દ્વારા નાગરિકોને માસ્ક પહેરીને જ બહાર નીકળવા જણાવાયું છે.