- રશિયાએ શોધી સૌથી પહેલી કોરોનાની વેક્સિન
- રશિયન વેક્સિનનો પ્રથમ ડોઝ પુટીનની દિકરીને અપાયો હતો.
- રશિયા ભારતને કોરોના વેક્સિનના 100 મિલિયન ડોઝ આપવા તૈયાર
રશિયા કોરોના વેક્સિનના 100 મિલિયન ડોઝ આપવા તૈયાર

રશિયા દ્વારા સંશોધિત કોરોનાની વિશ્વની સૌથી પહેલી વેક્સિનના 100 મિલિયન ડોઝ ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીને આપવા તૈયાર થયું છે. યાદ રહે કે આ વેકસિનનો સૌથી પહેલો ડોઝ રશિયન નેતા વ્લાદિમીર પુટીનની દિકરીને અપાયો હતો.
રશિયાના સૌથી મોટા વેલ્થ ફંડ ભારતને કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવા સહમત
રશિયાના સૌથી મોટું વેલ્થ ફંડે બુધવારે જણાવ્યું છે કે તે ભારતની ફાર્માસ્યુટિકલ કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝને 100 મિલિયન ડોઝ આપવા તૈયાર છે. મોસ્કો પોતાની સંશોધિત કોરોનાની વેક્સિનની નિકાસ કરવામાં ઝડપ લાવી રહ્યું છે.
ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ ભારતમાં ટેસ્ટ કરશે

રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) એવી જાણકારી આપી છે કે કોરોના વેક્સિનના 300 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવા માટે ભારતમાં ભારતીય ઉત્પાદક સાથે તેની સહમતી સધાઈ છે.
ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ ભારતમાં વેક્સિનના ટેસ્ટ કરશે

ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ ભારતમાં કોરોનાની રશિયન વેક્સિન સ્પુટનિક-V નું ત્રીજા તબક્કાનું ક્લિનિકલ પરીક્ષણ કરશે. જોકે હજુ ભારતીય સત્તાવાળાઓ તરફથી મંજૂરી મળવાની બાકી છે.
તો 2020ના અંત સુધીમાં ભારતમાં વેક્સિન ઉપલબ્ધ થશે
રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) ના જણાવ્યા મુજબ ક્લિનિકલ ટ્રાયલ તથા સત્તાવાર મંજૂરી મળતા જ ભારતમાં 2020 ના અંત સુધીમાં રશિયન કોરોના વેક્સિન સ્પુટનિક – V પહોંચાડવાની શરૂ કરવામાં આવશે.
ભારત માટે રાહતના સમાચાર
આ સમાચાર ભારત માટે રાહતના સમાચાર ગણી શકાય છે જ્યારે ભારતમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા 50 લાખ પાર કરી ગઈ છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
ભારતની કોવિડ 19 સામેની લડાઇમાં સહાયક
ભારતમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા જોતા રશિયન કોરોના વેક્સિન સ્પુટનિક-V ભારતની કોવિડ 19 સામેની લડાઇમાં વિશેષ સહાયક સાબિત થશે.
ડૉ રેડ્ડીઝ લેબોરેટરીઝના સહ-ચેરમેનનું નિવેદન

ભારતમાં રશિયન કોરોના વેક્સિન સ્પુટનિક-V ને લાવવા માટે તૈયારી કરી રહેલી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝના સહ-ચેરમેન જી. વી. પ્રસાદે જણાવ્યું છે કે, “કોરોના વેક્સિન સ્પુટનિક-5 ભારતમાં આવવાથી ભારતની કોવિડ 19 સામેની લડાઇને વધુ શક્તિ મળશે.