- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10.5 લાખ કરતાં વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.
- એક જ દિવસમાં સૌથી વધુ કોરોના ટેસ્ટ કરવાનો રેકોર્ડ
- બધા રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિશ્વ સ્વસ્થ્ય સંગઠને આપેલી સલાહ કરતાં વધુ ટેસ્ટ
ભારતે છેલ્લા 24 કલાકમાં 10.5 કરતાં વધારે કોરોના ટેસ્ટ કરીને રેકોર્ડ સર્જ્યો છે. ભારતમાં સૌપ્રથમ વાર એક જ દિવસમાં સૌથી વધુ 10.5 લાખ કરતાં વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.
ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટની પોલિસી
વૈશ્વિક મહામારી કોરોના સામેની લડાઈમાં સરકાર ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટની કાર્યનીતિ બનાવીને બધા જ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સમન્વય કરીને સુચારુ રૂપે કાર્યાન્વિત કરી છે. વધુને વધુ ટેસ્ટ દ્વારા પોઝિટિવ કેસોની ત્વરિત જાણકારી મળી શકે છે અને તેના આધાર ઉપર જ ગંભીર તથા અતિ ગંભીર સંક્રમિતોને માટે હોસ્પિટલની વ્યવસ્થા ગોઠવી શકાય છે તથા હળવા તથા મધ્યમ ગંભીરતા ધરાવતા કેસોમાં સંક્રમિતોને તરત જ હોમ આઇસોલેશન કરવામાં આવે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના નિર્દેશ
WHOએ કોરોના વૈશ્વિક મહામારી સામે લડાઈ માટે પોતાના નિર્દેશોમાં સાર્વજનિક સ્વાસ્થ્ય તથા સામાજિક ઉપાયોને સમાયોજિત કરવા જણાવ્યુ છે. WHOએ પોતાના નિર્દેશોમાં દર્શાવેલા માનદંડ મુજબ સંદિગ્ધ કોવિડ 19 ના કેસોમાં વધારે નજર રખવાનું જણાવ્યુ છે.
WHO ના ટેસ્ટના નિર્દેશો કરતાં વધુ ટેસ્ટ
WHO એ વસ્તી મુજબ કેટલા ટેસ્ટ કરવા જોઇયે તે માટે સલાહ આપી છે કે દરરોજ 140 ટેસ્ટ દર 10 લાખની વસ્તીએ થવા જોઇયે. ભારતમાં કેન્દ્ર સરકાર તથા રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારના વ્યાપક તથા સુદ્રઢ સમન્વયને કારણે બધા જ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં WHO એ ટેસ્ટ બાબતે આપેલી સલાહ કરતાં વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કેટલાક રાજ્યોએ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો પોઝિવિટી આંક મેળવીને કોરોનાને નાથવામાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે.