- રાજ્યમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટવાનો ટ્રેન્ડ
- સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,90,821 થઈ
- રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત એક્ટીવ કેસોની સંખ્યા 14,970 એ પહોંચી
રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટવાનો ટ્રેન્ડ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1502 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા ધીમે ધીમે ઘટવા તરફ છે. થોડાક દિવસો પહેલા રેકોર્ડ નવા કેસ નોંધાયા બાદ ધીમી ગતિએ ઓછા કેસ નોંધાવાનો ક્રમ દેખાય છે. નવા નોંધાયેલા કેસની સંખ્યા ઉમેરતાં ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત કેસની સંખ્યા 2,09,780 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1401 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,90,821 થતા રાજ્યનો રિકવરી રેટ 90.96% થયો છે. કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 20 દર્દીઓના મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક વધીને 3989 થયો છે. રાજ્યમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 14,970 છે, 83 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવેલા છે જ્યારે 14,887 દર્દીઓ સ્ટેબલ છે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાની સ્થિતિ
રાજ્યના મોટા શહેરો ગણાતા ચાર શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ 755 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે જે રાજ્યમાં નવા નોંધાયેલા કેસના લગભગ 50% થવા જાય છે. આ ચાર શહેરોમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કોરોના સંક્રમિત કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત નવા 291 કેસ નોંધાયા છે, 321 દર્દીઓ સાજા થયા છે જ્યારે 13 દર્દીઓનું મૃત્યુ થયું છે. સુરત કોર્પોરેશનમાં કોરોના સંક્રમિત 212 નવા કેસ નોંધાયા છે, 181 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે જ્યારે 2 દર્દીઓનું મૃત્યુ થયું છે. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 147 નવા કેસ નોંધાયા છે, 137 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. વડોદરા જીલ્લામાં આજે 1 દર્દીનું મૃત્યુ થયું છે. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ 105 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે અને 78 દર્દીઓ સાજા થયા છે અને 1 દર્દીનું મૃત્યુ થયું છે. છેલ્લા 24 કલાકમાં ગાંધીનગર, મહેસાણા તથા મોરબીમાં 1-1 દર્દીઓનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં કોરોનાના ટેસ્ટ તથા ક્વોરંટીનની સ્થિતિ
કોરોનાના ટેસ્ટની ક્ષમતા વધારવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યમાં આજે કુલ 65,876 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીના પ્રમાણમાં જોઈએ તો પ્રતિદિન 1013.48 ટેસ્ટ પ્રતિ મિલિયન વસ્તી થવા જાય છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 78,25,615 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જુદા જુદા જીલ્લાઓ અને શહેરોમાં કુલ 5,22,198 વ્યક્તિઓને ક્વોરંટીન કરવામાં આવ્યા છે જે પૈકી 5,22,015 હોમ ક્વોરંટીન છે અને 183 વ્યક્તિઓને ફેસિલીટી ક્વોરંટીનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા જીલ્લાઓ શહેરોમાં કોરોનાના નવા સંક્રમિત કેસ તથા સાજા થયેલા દર્દીઓની સંખ્યા.