પ્રકૃતિ અને આપણી વચ્ચે એક અદભૂત સેતુ છે. આમ તો જો કે આપણા સહિત પૃથ્વી પરનું પ્રત્યેક અસ્તિત્વ પ્રકૃતિનું જ એક રૂપ છે પરંતુ આપણે પ્રકૃતિ સાથેના આપણા નાતા બાબતે એટલા સજાગ રહ્યા નથી. પ્રકૃતિ જોકે પૂર્ણરૂપે સજાગ છે જાગૃત છે. જીવનની ભાગદોડમાં ખોવાયેલા આપણે ક્યારેક એ ચિંતન પણ કરવું જોઈએ કે અજીબ સ્વાદ ધરાવતી કેટલીક વસ્તુઓ આપણને કેવી રીતે ભાવતી હશે ! દાખલા તરીકે રીંગણા કે કારેલા. આ રીંગણા કે કારેલા, કેરી જામફળ સંતરા કે પાઈનેપલ જેવા સ્વાદિષ્ટ તો ન હોતા છતાયેમ આપણને તે કેમ ભાવે છે ? હકીકતમાં આપણા માટે જરૂરી એવી ખાદ્ય વસ્તુઓ માટે પ્રકૃતિએ આપણા મનમાં એક પ્રકારની ચાહત રોપી દીધી હોય છે. પ્રકૃતિ સાથેનો આપણો આ પ્રકૃતિદત્ત સેતુ છે. આપણા માટે જરૂરી એવી વસ્તુ પ્રત્યે આપણું મન અજાણતા જ ખેચાય છે.
એટલે જ તો આપણે આવું ગાઈ શકીએ છીએ,
“આવ રે વરસાદ ઢેબરિયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક”

આજે આ કારેલાની જ વાત કરવી છે.
કારેલાનું મુળ વતન
કુકુરિટિસી પરિવારના મોમોર્ડિકા ચરંટિયા નામના છોડનો ખાદ્ય ભાગ છે. તેનું મૂળ વતન ભારત થી બર્મા સુધીનો પ્રદેશ છે. તેના અસ્તિત્વના સહુથી પ્રાચીન જે પ્રમાણ મળ્યા છે 13000 વર્ષ જૂના છે.
અનેક ખનિજ તત્ત્વોનો સ્ત્રોત
કારેલામાં કેલ્શિયમ, પોટેશિયમ, જસત અને ફોસ્ફરસ જેવા અનેક ખનિજો છે. કારેલામાં વિટામિન એ, બી 1, બી 2 અને સી પણ ઘણી મોટી માત્રામાં છે. તે ફોલેટ્સનો ખુબ જ સારો સ્રોત છે.
ગ્રંથ ભરાય એટલું લખી શકાય
કારેલામાં કેટલાક આશ્ચર્યજનક ગુણો છે જે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓમાં વરદાનરૂપ નીવડે છે. અનેક રોગો સામે કારેલા એક મજબૂત સુરક્ષા પૂરી પાડે છે.અત્યારે તેના કેટલાક સ્વાસ્થ્ય લાભ સંક્ષિપ્તમાં જણાવી રહ્યા છીએ પરંતુ કારેલાની કહાની કહેવા સેંકડો પૃષ્ઠોમાં લખવું પડે. ચોમાસુ ચાલી રહ્યું છે એટલે આજે અહી તમને તેના વિશે થોડી વિગતો જણાવી રહ્યા છીએ.
1. રોગપ્રતિકારક શક્તિમાં વધારે છે.
સંભવિત ચેપ અને રોગોથી બચવા માટે એક મજબૂત રોગપ્રતિકારક શક્તિ મહત્વપૂર્ણ છે. ખોરાકને લાગતી અનેક એલર્જી માં કારેલાના રસ નું સેવન સુંદર પરિણામ આપે છે.યિસ્ટ વાળા ખોરાકની ખરાબ અસરો તે દૂર કરે છે. તે એસિડિટી મટાડે છે અને પાચનમાં બહુ મોટી મદદ કરે છે.
2. વાળની સમસ્યાઓમાં મોટા આશીર્વાદ.
વાળની મોટાભાગની સમસ્યાઓ માટે કરેલા એક અકસીર ઇલાજ છે. કારેલા વાળ ખરતા અટકાવે છે અને ખોડા સામે લડવામાં પણ મદદ કરે છે. કારેલાનો રસ છેડેથી તુટતાં વાળ માટે ઉત્તમ છે. અકાળે સફેદ થતાં વાળમાં પણ તેના રસનું સેવન ખૂબ સારા પરિણામ આપે છે. વાળ અને માથાની ચીકાશ તે દૂર કરે છે. શરીરમાં તેલના નિયંત્રણ માટે તે સહુથી વધુ અસરકારક છે. દહી સાથે તેના રસનો આંતરિક અને બાહ્ય ઉપયોગ માથાની ખંજવાળનો અંત લાવે છે..
3. ડાયાબિટીઝની સારવાર કરવામાં મદદ કરે છે.

ગ્લુકોઝનું સ્તર ઘટાડવા અને ડાયાબિટીસની સ્થિતિમાં ફાયદા માટે ઉત્તમ સ્રોત તરીકે તે જાણીતા છે. તેના પ્લાન્ટના ઇન્સ્યુલિન અથવા પોલિપેપ્ટાઇડ-પીની ડાયાબિટીસ માટે ભલામણ કરવામાં આવતી હોય છે.
4. લીવરનું કુદરતી ડિટોક્સિફિક્શન કરે છે.
તે યકૃતનું એક સારું ડિટોક્સિફાયર છે અને પ્રકૃતિમાં હેપેટોપ્રોટેક્ટીવ, ઝેરી રોગને રોકવા માટે ગ્લુટાથિઓન એસ-ટ્રાન્સફેરેઝ, કેટલાઝ, ગ્લુટાથિઓન પેરોક્સિડેઝ જેવા યકૃતના ઉત્સેચકોને સક્રિય કરવામાં મદદ કરે છે.
5. કેન્સરની સારવારમાં મદદ કરે છે
કારેલા એન્ટિ-કેન્સર પ્રોપર્ટીને લીધે કેન્સર માટે ફાયદાકારક છે, તે કેન્સરની વૃદ્ધિ ઘટાડવા માટે એક અસરકારક સ્ત્રોત તરીકે ઓળખાય છે. એવા ઘણા બધા અધ્યયન થયા છે જે સૂચવે છે કે કારેલા કેન્સરના દર્દીઓ માટે ફાયદાકારક છે.